Coronavirus Cases Today in India: દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસ મહામારીના નવા કેસોમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1778 નવા કેસ નોંધાયા છે અને 62 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે કોરોનાના 1 હજાર 581 કેસ નોંધાયા હતા અને 33 લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 30 લાખ 12 હજાર 749 કેસ નોંધાયા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
એક્ટિવ કેસમાં ઘટાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગઈકાલે દેશમાં 2 હજાર 542 લોકો સાજા થયા હતા, ત્યારબાદ સક્રિય કેસની સંખ્યા ઘટીને 23 હજાર 087 થઈ ગઈ છે. તો આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 16 હજાર 605 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 73 હજાર 57 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં 181 કરોડથી વધુ આપવામાં આવ્યા ડોઝ
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોના વાયરસ રસીના 181 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 30 લાખ 53 હજાર 897 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 181 કરોડ 89 લાખ 15 હજાર 234 ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના જણાવ્યાનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 6,77,218 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, ગઈકાલ સુધીમાં કુલ 78,42,90,846 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
– એક્ટિવ કેસઃ 23,087
– કુલ રિકવરી: 4,24,73,057
– કુલ મૃત્યુઃ 5,16,605
– કુલ વેક્સિનેશનઃ 1,81,89,15,234