એન્ટરટેનમેન્ટ
કોરોના પછી મહામુવી બની ને સામે આવી : ‘The Batman’, સ્પાઈડર મેનનો તૂટશે રેકોર્ડ!
‘ધ બેટમેન’એ રિલીઝ થતાની સાથે જ યુએસ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. “ધ બેટમેન”એ વીકએન્ડમાં ઉત્તર અમેરિકાના થિયેટરોમાં 134 મિલિયન ડોલરનું કલેક્શન કર્યું, જે ટ્રેડ વિશ્લેષકો (trade analysts)ના અનુમાન 128.5 મિલિયન ડોલર કરતાં વધું હતું.
સ્પાઈડર મેનનો તૂટશે રેકોર્ડ!
અહેવાલ મુજબ, ટિકિટોના વેચાણમાં 2022ના સૌથી દમદાર ઓપનિંગની સાથે-સાથે ફિલ્મ ‘સ્પાઈડર-મેન નો વે હોમ’ની પછી આ એક જ વીકએન્ડમાં 100 મિલિયન ડોલરનો આંકડો પાર કરનારી બીજી ફિલ્મ છે. જોકે, આ ફિલ્મે હજુ સુધી ‘સ્પાઈડર મેન નો વે હોમ’નો રેકોર્ડ તોડ્યો નથી, પરંતુ એક-બે દિવસની કમાણી બાદ આ રેકોર્ડ તૂટવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મહામારીની વચ્ચે ફિલ્મ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે.
દરરોજ થઈ રહ્યો છે નોટોનો વરસાદ
આ ફિલ્મે શુક્રવારે 57 મિલિયન ડોલરની કમાણી કરી- જેમાં મંગળવાર અને બુધવારની ફેન ઇવેન્ટ સામેલ છે. તો શનિવારે 43.2 મિલિયન ડોલરની કમાણી કરી.
વિશ્વ બજારમાં પણ હડકંપ
આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ધ બેટમેન’એ 74 વિદેશી બજારોમાંથી 124 મિલિયન ડોલર પર કબજો કરી લીધો, જેનાથી તેની વૈશ્વિક સંખ્યા 258 ડોલર થઈ ગઈ. પહેલાથી જ 200 મિલિયન ડોલરના બજેટ વાળી ‘ધ બેટમેન’ વોર્નર બ્રધર્સ માટે એક વ્યાવસાયિક વિજેતા બની રહી છે.