વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં આગામી પાંચ વર્ષમાં સહકારી પ્રવૃત્તિ વ્યાપક થશે
-કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ
ગોધરા ખાતે પંચમહાલ ડેરી અને જિલ્લા સહકારી બેંકના પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી
-કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ-
કેન્દ્ર સરકાર સહકારી પ્રવૃત્તિને વેગ મળે એ માટે અનેક પ્રકારના કાયદાકીય સુધારા લાવી રહી છે
દેશભરની તમામ સહકારી મંડળીનું રૂ. ૬૫૦૦ કરોડના ખર્ચથી કોમ્પ્યુટરાઇઝેશન કરીને નાબાર્ડ સાથે જોડવામાં આવશે
અમૂલ ડેરી દ્વારા સો જિલ્લામાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને પ્રમાણિત કરવા લેબોરેટરીની સ્થાપના કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ*
અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે
સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર આજે સહકાર થી સમૃદ્ધિના મંત્ર દ્વારા દૂધ સહકારિતાનો નવો યુગ શરૂ થયો છે
/>
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં આગામી પાંચ વર્ષમાં સહકારી પ્રવૃત્તિ વધુ વ્યાપક થશે.
કેન્દ્ર સરકાર સહકારી પ્રવૃત્તિને વેગ મળે એ માટે અનેક પ્રકારના કાયદાકીય સુધારા લાવી રહી છે
. દેશના ખેડૂતો અને દૂધઉત્પાદકોનું કલ્યાણ થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય જોગવાઇઓ વધારીને અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પશુપાલન વિભાગના બજેટમાં રૂ. ૨ હજાર કરોડની વધારીને રૂ. ૭ હજાર કરોડ કર્યું છે. તેની સાથે દેશની ગાયોના સંવર્ધન અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુલમ મિશન ઉપરાંત ઘાચચારા સંયંત્રયણ વિકાસ માટે ૨૫ ટકાની ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો છે.
*કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે,મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.
(પંચામૃત ડેરી ) ના ૩૦ ઘન મીટર પ્રતિ કલાકની ક્ષમતા વાળા ઓકિસજન પ્લાન્ટ અને તાડવામાં ૪૭૦૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળા પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને પંચામૃત ડેરી દ્વારા દૈનિક ત્રણ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલ માલેગાંવ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં દૈનિક પાંચ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના સ્થાપનાર પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું*
તેમણે પંચામૃત ડેરીના સુવર્ણજયંતી લોગોનું અનાવરણ કરવા સાથે પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નૂતન ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. મંત્રીશ્રીએ પંચમહાલ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ એ.ટી.એમ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મંત્રીએ શ્રેષ્ઠ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને પુરસ્કાર વિતરણ કરવા સાથે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓને પણ એવોર્ડનું વિતરણ કર્યું હતું.
અમિત શાહે કહ્યું કે, આગામી સમયમાં દેશમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિ આવશે. સહકારી પ્રવૃત્તિમાં અનેક નવા ક્ષેત્રો જોડવા માટે કેન્દ્ર દ્વારા ડેટા બેંક ઉભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પ્રાયમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી (પેક્સ)ની સંખ્યા ત્રણ ગણી કરવા કાયદાકીય સુધારા પણ વિચારણા હેઠળ છે.
ગુજરાત સહિત સમગ્ર દેશના સહકારી માળખાને રાહત આપે એવા અનેક નિર્ણય વડાપ્રધાનશ્રીએ લીધા છે, તેનો ઉલ્લેખ કરતા શ્રી શાહે ઉમેર્યું કે, સહકારી ખાંડસરી ઉપર ભાવ ફેર અંગે લગાવવામાં આવતો અનોમલી ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે.
જેનાથી શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થયો છે. એ જ રીતે સહકારી ક્ષેત્ર પરના સરચાર્જને ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરવામાં આવ્યો છે.
આ ટેક્સ કોર્પોરેટની સમકક્ષ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સહકારિતા પર ૧૮.૫ ટકા વેટ હતો, તે ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે.
દેશને ગૌરવ થાય એવી સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં થઇ રહી છે, એમ જણાવતા શ્રી શાહે કહ્યું કે, વિદેશના મહાનુભવોને અમે એક કહીએ કે ગુજરાતની અમૂલ ડેરી દ્વારા રૂ. ૬૦ હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર થાય છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. આ માત્ર સહકારના માધ્યમથી જ શક્ય બન્યું છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રી શાહે જણાવ્યું કે, દેશભરની તમામ સહકારી મંડળીનું રૂ. ૬૫૦૦ કરોડના ખર્ચથી કોમ્પ્યુટરાઇઝેશન કરીને નાબાર્ડ સાથે જોડવામાં આવશે. સહકારી પ્રવૃત્તિ માટે આ કદમ ક્રાંતિકારી સાબિત થશે.
તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. અત્યાર સુધી કેન્દ્રમાં સહકારી પ્રવૃત્તિને અવગણવામાં આવતી હતી. પણ, વડાપ્રધાનશ્રીએ કેન્દ્રમાં અલાયદું સહકાર મંત્રાલય બનાવ્યું છે અને તેના બજેટમાં સાત ગણો વધારો કર્યો છે.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે, એક સમયે પંચમહાલ જિલ્લા સહકારી બેંક બેસી જવાની અણી ઉપર હતી. રિઝર્વ બેંક દ્વારા તેના ઉપર નિયંત્રણો પણ લાદવામાં આવ્યા હતા. તેનો વહીવટ સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા સંભાળવામાં આવ્યો હતો. હું એ વખતે સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર હતો. ત્યારે, અમે નિર્ણય કર્યો હતો કે ગુજરાતની એક પણ જિલ્લા સહકારી બેંકને નબળી પડવા દેવી નથી. તેનું પરિણામે આજે જોવા મળે છે. પંચમહાલ બેંક આજે નફો કરતી થઇ ગઇ છે.
પંચમહાલ, દાહોદ અને મહિસાગર જેવા આદિવાસી વિસ્તારોમાં દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે અગત્યની છે.
અનેક આદિવાસી પરિવારો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેવા સમયે પંચામૃત ડેરી આદિવાસી પરિવારો માટે આર્થિક પવૃત્તિનું કેન્દ્ર બન્યું છે. આ ડેરી પણ તેની સ્થાપનાના ૫૦ વર્ષ મનાવી રહી છે. તેની પ્રવૃત્તિ પણ ગુજરાતની સરહદો ઓળંગી ગઇ છે.
આજે તેની સાથે ૧૫૭૮ દૂધ મંડળીઓના ૭૩ હજાર દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. ઉપરાંત, પ્રતિદિન ૧૮ લાખ લિટર દૂધ એકત્રીકરણ કરી રૂ. ૩૦૦ કરોડનું ટર્નઓવર કરતી થઇ છે.
ખેડૂતોને પ્રાકૃતિક અપનાવવાનું આહ્વાન કરતા શ્રી શાહે કહ્યું કે, રાસાયણિક ખાતરોથી જળ, જમીન અને આરોગ્યને નુકસાન થાય છે. તેથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ દિશામાં એક કદમ આગળ વધતા અમૂલ ડેરીએ ઓર્ગેનિક ઘઉંનો લોટ બજારમાં મૂક્યો છે. તે અન્ય ઉત્પાદનો પણ વેચાણમાં લાવશે. સાથે, અમૂલ ડેરી દ્વારા એક સો જિલ્લામાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને પ્રમાણિત કરવા લેબોરેટરીની સ્થાપના કરાશે, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતુ કે, અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને આભારી છે.
તેમણે ગુજરાતમાં સરદાર પટેલની હાકલથી ત્રિભૂવનદાસ પટેલે સહકારી ચળવળનો આરંભ કર્યો હતો તે બાબતનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર સાહેબની જોડીના સફળ પ્રયાસોથી દેશમાં સહકારિતાનો પાયો નંખાયો હતો. જેને ગુજરાતના બે પનોતાપુત્રો શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહ એ સહકારથી સમૃધ્ધિની નવી દિશા આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં અલાયદો સહકાર વિભાગ શરૂ કરીને આપી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર આજે સહકાર થી સમૃદ્ધિના મંત્ર દ્વારા દૂધ સહકારિતાનો નવો યુગ શરૂ થયો છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત,શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે તેને સાકાર કરવાનો અવસર પંચમહાલ ડેરી દ્વારા ઉજવાઈ રહ્યો છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે પંચમૃત ડેરી આજે ગુજરાતના સીમાડા ઓળંગી રહી છે.ઉજ્જૈનના લોકોની સવાર હવે પંચમહલ ડેરીના દૂધથી બનેલી ચા થી થશે જેનો સીધો લાભ પશુપાલકોને થશે.
ગુજરાતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષોમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા જે બે દાયકા પહેલા ૨૧ લાખ હતી જે વધીને ૩૬ લાખથી વધુ થઇ ગઇ છે. એટલું જ નહિ દૈનિક ૨૬૦ લાખ લીટર દૂધ એકત્રીકરણ કરવામાં આવે છે.જેનાથી દરરોજ રૂ. ૧૫૦ કરોડની આવક પશુપાલકોને થાય છે.
પટેલે જણાવ્યું કે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તેની સાથે પંચમહાલ ડેરી પોતાની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણી કરી રહી છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્વેત ક્રાંતિ અને સ્વીટ ક્રાંતિનો વિચાર આપ્યો છે તેને .ગુજરાતના ડેરી સંઘો સાકાર કરી રહ્યા છે.
પટેલે કહ્યું કે ખેતી સાથે પશુપાલન મુખ્ય વ્યવસાય છે ત્યારે પંચમહાલ ડેરી દૂધની વિવિધ બનાવટો દ્વારા મૂલ્ય વર્ધન કરી રહી છે. જેનો સીધો લાભ પશુપાલકોને મળી રહ્યો છે.
પંચમહાલ ડેરી સાથે ૨૧૮૫ દૂધ મંડળીઓ અને ૨.૭૩ લાખ સભાસદો જોડાયેલા છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ સહકારીતાનો મૂળ મંત્ર વિના સહકાર નહિ ઉધ્ધારને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા સૌને આહ્વાન કર્યું હતું.
કેન્દ્રીય ડેરી મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલા
કેન્દ્રીય ડેરી મંત્રી પરશોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું કે, પીડિસી બેન્ક એક વખતે બંધ થવાની હતી, જે આજે શ્રી જેઠાભાઇ ભરવાડના સતત પ્રયાસો થકી ફરી ઉત્કર્ષ પામી છે અને આજે તેના નવા ભવનનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ લોકાર્પણ કરી રહ્યા છે.
ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાયેલી સહકાર થી સમૃદ્ધિ સંમેલનમાં ગુજરાતના કોઈ પણ કોર્પોરેટનો સામનો કરી શકે તેવા સહકાર ક્ષેત્રના વિકાસની યાત્રાને પ્રધાનમંત્રીશ્રીએ બિરદાવી હતી.
તેમણે ઉમેર્યું કે, સહકાર ક્ષેત્રમાં ગુજરાતના ડેરી ઉદ્યોગનો વિકાસ દેશભરમાં ઉદાહરણીય છે. વિશ્વમાં ડેરી ઉદ્યોગનો વિકાસ ૩ ટકા જેટલો છે, જ્યારે દેશમાં ડેરી ઉદ્યોગ ૬.૨ ટકાના ગ્રોથ રેટથી આગળ વધી રહ્યો છે. કોરોના સમયે પણ ડેરી ઉદ્યોગ ધમધમતો રહ્યો અને પરિણામે ગ્રામ્ય અર્થતંત્ર પણ તેની મદદથી ટકી રહી શક્યું.
આ પ્રસંગે ગુજરાત કો ઓપરેટિવ બેંકના મેનેજર શ્રી અજય પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
પ્રારંભમાં પંચામૃત ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિરે જણાવ્યું કે,પંચમહાલ જિલ્લા સહકારી બેંકને પુનઃ શરૂ કરવા માટે કેન્દ્રિય સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનો પ્રશસ્ય સહયોગ સાંપડ્યો છે.પશુપાલન દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં ડેરી દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ડેરી દ્વારા દૈનિક ૨૦ લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે.ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.૩૨૦૦ કરોડ પર પહોચ્યું છે. જે ડેરીના સુવર્ણ જયંતિ અવસરે રૂ.૪૦૦૦ કરોડ સુધી લઈ જવાશે.પંચમહાલ જિલ્લા સહકારી બેંકની શાખાઓ ૪૨ થી વધારી ૧૦૦ સુધી લઈ જવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
જેઠાભાઈ આહિરે ઉમેર્યું કે,આત્મ નિર્ભર ગુજરાત દ્વારા આત્મ નિર્ભર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વપ્નને આત્મ નિર્ભર ગામડાઓ દ્વારા પંચમહાલ ડેરી સાકાર કરશે.એટલુ જ નહિ વડાપ્રધાનશ્રીના પાંચ ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના સંકલ્પમાં સહકાર ક્ષેત્ર મહત્વનું યોગદાન આપશે.
અંતમાં ડેરીના એમ.ડી. શ્રી મિતેશભાઈ મહેતાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ રતનસિંહ રાઠોડ, શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યોઓ, સહકારી આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેકટર સુજલ મયાત્રા સહિત ડેરીના હોદેદારો, વિવિધ ડેરી સંઘોના ચેરમેન તેમજ પશુપાલકો અને સભાસદો વિશાળ