અમદાવાદ

બાપુનગર વિધાનસભાને લઇને ભાજપમાં શરુ થયો કંકાસ !

Published

on

ભાસ્કર ભટ્ટ

પ્રકાશ ગુર્જર

બાપુનગર વિધાનસભાને લઇને ભાજપમાં શરુ થયો કંકાસ !

પ્રદીપ સિહ વાધેલા અને જગદીશ પંચાલના જુથ વચ્ચે ગજગ્રાહ !

પ્રકાશ ગુર્જર વર્સીસ ભાસ્કર ભટ્ટની લડાઇ થઇ જાહેર !

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર મંગળવારે તમામ ચેરમેન ડેપ્યુટી ચેરમને સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજાતી હોય છે
જેમાં મોટાભાગના તમામ હોદે્દારો ઉપસ્થિત રહેતા હોય છે આ બેઠકમાં પ્રજાલક્ષી કામોની સમિક્ષા અને રાજકીય અજેન્ડા લઇને
ચર્ચા થતી હોય છે,જો કે આ મંગળવારે યોજાયેલી બેઠક તોફાની બની હતી, મ્યુનિપલ ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે સમય સર નહી આવવા બદલ
બાપુનગર વોર્ડના કાઉન્સિલર પ્રકાશ ગુર્જરને ઠપકો આપ્યો હતો, ત્યારે પ્રકાશે ગુર્જરે પણ ભાસ્કર ભટ્ટ સામે લાલ આંખ કરી હતી અને બન્ને વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી,,

Advertisement

પ્રકાશ ગુર્જરે ભાસ્કર ભટ્ટ સામે કેમ કરી લાલ આંખ !

મહત્વની વાત એ છે કે ભાસ્કર ભટ્ટ સરસપુર વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે, જ્યારે મુળ કોગ્રેસી અને રાજસ્થાની એવા પ્રકાશ ગુર્જર વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂટણી દરમિયાન
ટિકીટ ન મળતા કોગ્રેસનો હાથ છોડી કમળની સુવાસ લેવા ભાજપમાં જોડાયા,, જેની સાથે તેમને ભાજપે અમદાવાદ નગર પ્રાથમિક સમિતિના સભ્ય બનાવ્યા હતા
આ વખતે તેમના રાજકિય ગુરુ પ્રદીપ સિહ વાધેલાના આશિર્વાદથી તેઓ સીટીએમ એક્સપ્રેસ વે પાસે રહેતા હોવા છતાં તેમને બાપુનગર વોર્ડમાંથી કોર્પોરેશનની ટીકીટ અપાઇ,
તેઓ માંડ માંડ 700 મતોથી ચૂટણી જીત્યા હતા, જ્યારે બીજી તરફ સરસપુર વોર્ડના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ વર્ષ 2015માં યોજાયેલ ચુટણીમાં કારમી હાર બાદ વર્ષ 2021માં તેઓએ આતંરિક વિરોધ વચ્ચે તત્કાલિન શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને શહેર પ્રભારી આઇ કે જાડેજાના આશિર્વાદ સાથે સરસપુર વોર્ડમાં ચૂંટણી લડ્યા અને ચાર હજાર કરતા વધુ મતોથી જીત મેળવ્યા બાદ મ્યનિસિપલ ભાજપના નેતા પણ બન્યા,,
જ્યારે બીજી તરફ પ્રદીપ સિહ વાધેલાના આશિર્વાદના કારણે હેલ્થ કમિટીના વાઇસ ચેરમેન બન્યા,,

 

 

અપક્ષ ચૂંટણી લડેલા ભાસ્કર ભટ્ટ અને મુળ કોંગ્રેસી એવા પ્રકાશ ગુર્જર વચ્ચે કેમ છે લડાઇ !

અમદાવાદ મહાનગર પાલિકાની તોફાની બનેલ મંગળવારીના મુળમાં બાપુનગર વિધાનસભાની ટીકીટ છે,
મ્યુનિસિપલ ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ સરસપુર વોર્ડમાં પ્રથમ વખત વર્ષ 2000માં ભાજપે ટિકીટ ન આપતા બળવો કરીને અપક્ષ તરીકે ચૂટણી લડ્યા હતા,
જોકે તેઓ હારી ગયા હતા, પણ તેમને જે પ્રકારે સરસપુરની જનતાએ પ્રેમ આપ્યો તેનાથી અહી કોગ્રેસની પેનલ ચૂટાઈ અને ભાજપની પેનલ હારી ગઇ,,પછી ભાજપને ભાસ્કર ભટ્ટની તાકાતનો આહેસાસ થયો,, અને તેમને બળવો કરવા છતાં
ભાજપના બાગીને નતમસ્કત વંદન કરીને પરત લઇ લેવાયા, એટલુ નહી તેમને 2005મા્ થાળીમાં પરોસીને ટીકીટ આપી,, તેમને રિક્રીયેશન કમિટીના ચેરમેન પણ બનાવાયા, વર્ષ 2010માં તેઓ ફરી જીત્યા, સતત જીત બાદ તેમને વિધાનસભા
લડવાની ઇચ્છા થઇ, પણ પાર્ટી તેમની ઇચ્છાઓ ઉપર પાણી ફેરવી દીધુ,,છતાં તેમને 2015માં ત્રિજી વખત કોર્પોરેશનની ટીકીટ અપાઇ,, ત્યારે ભાજપના આતંરિક જુથવાદ અને પાટીદાર અનામત આદોલનના કારણે તેઓ હારી ગયા
ત્યારે ભાજપે તેમને 2021માં ફરી ટીકીટ આપી,, અને તેઓ જીતી ગયા,, હવે તેમના મનમાં 2022ની વિધાનસભા ઇલેક્શન લડવાના કોંડ જાગ્યા છે, તો સામે મુળ કોગ્રેસી રાજસ્થાની એવા જે ભાસ્કર ભટ્ટથી જુનિયર હોવા છતાં પ્રકાશ ગુર્જરની ઇચ્છા
પણ પોતાના રાજનિતિક ગુરુ પ્રદીપ સિહ વાધેલાનો ભગવો ઝબ્બો પકડીને વિધાનસભાની ટીકીટ લેવા પ્રયત્નો કરી રહી છે, અને એટલે બન્ને નેતાઓ એક બીજાને કણાંની ખુચેં છે, સાથે એકબીજા ને ઉતારી પાડવાની કોઇ તક ચુંકતા નથી,
પ્રકાશ ગુર્જરે મદદગાર પરિવારના નામે સમગ્ર બાપુનગર વિધાનસભા મત વિસ્તારમાં ટીમ બનાવી રહ્યા છે,જેનાથી ભાજપ સ્થાનિક આગેવાનો પણ નારાજ છે, તો ભાસ્કર ભટ્ટ માટે આ ચિન્તાનો વિષય છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version