ડાંગ જિલ્લાના ગાયગોઠણ ગામે પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો હતો જેને લઇ વિવાદ ઉભો થયો છે .પ્રદેશ કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ જે રીતે પોલીસ પ્રશાસન ની મજાક ઉડાવી રહ્યા છે એ ખુબ જ દુઃખદ બાબત છે.
જનતા ના રક્ષક તથા શાંતિ સુલેહ નુ ધ્યાન રાખનાર પોલીસ કમૅચારી ને ભારતીય જનતા પાર્ટી ના કાયૅક્રમ મા ફુલોના બુકે ની થાળી પકડવાની જવાબદારી સોંપવામાં આવી. ” સત્યમેવ જયતે ” તથા ” સેવા સુરક્ષા શાંતિ ” ના સ્લોગન ને ડાઘ લગાડતી આ ઘટના છે જેને એક નાગરિક તરીકે હું વખોડી કાઢુ છું. ત્યારે નોંધનીય છે કે પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ અને વન પર્યાવરણ પ્રધાન ગણપત સિંહ વસાવા ના સ્વાગત દરમ્યાન પોલીસ કર્મી ને હાથ માં થાળી પકડેલો જોઈ શકાય છે