કોંગ્રેસે યુવા કોંગ્રેસના 12 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના અંગત ગણાતા શાહનવાઝ શેખને ખાડિયા જમાલપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ટિકિટ ના આપતા તેમના સમર્થકોમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી.જેને લઇ ને તેમના સમર્થકોએ કોંગ્રેસ ભવન જઈને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારીને તોડફોડ કરી હતી ત્યારે હવે પ્રદેશ કોંગ્રેસ એક્શનમાં આવી ગયું છે..અને તોડફોડ કરનાર કોંગ્રેસના 12 જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે જેને લીધે કોંગ્રેસના યુવા કાર્યકરોમાં હડકંપ મચી ગયો છે..ત્યારે નોંધનીય છે કે ખાડિયા જમાલપુર ઇમરાન ખેડાવાળા ને કોંગ્રેસે ફરીવાર તક આપી છે..જયારે વર્ષ 2021માં ખાડિયા જમાલપુર વિધાનસભા બેઠક માટે દાવેદાર મનાતા શાહનવાઝ શેખ મહાનગર પાલિકાની ચૂંટણી હારી ગયા હતા.એક વર્ષ પહેલા મહાનગર પાલિકા ની ચૂંટણી હારી જનાર શાહનવાઝ શેખ ખાડિયા વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ માંગે છે તેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે..