ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર મહિનામાં યોજાનાર છે ત્યારે 27 વર્ષથી સત્તા થી વંચિત રહેલ કોંગ્રેસ ગાંધીનગર માં સત્તા પ્રાપ્ત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.જેના ભાગ રૂપે કોંગ્રેસના સિનિયર નેતા નિશિત વ્યાસ ની આગેવાનીમાં ગાંધીનગર માં જન સંપર્ક યાત્રાનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા.તેમના દ્વારા કોંગ્રેસ ના શાસન દરમ્યાન પ્રજાલક્ષી થયેલા કામોની વિગતો તેઓએ પત્રિકાના માધ્યમથી લોકોને આપી હતી.ત્યારે નોંધનીય છે કે નિશિત વ્યાસ કોંગ્રેસ ના સિનિયર નેતા હોવાને નાતે તેઓ ગાંધીનગર ઉત્તર બેઠક માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.તેઓ વર્ષોથી ગાંધીનગર માં કોંગ્રેસ અને જનતા ના પ્રશ્નો માટે લડતા રહ્યા છે.ત્યારે જોવાનું રહ્યું કે આ વખતે હંમેશા કોંગ્રેસ ને વફાદાર રહેલા નિશિત વ્યાસ ને કોંગ્રેસ તક આપે છે કે કેમ તે સમય બતાવશે.