અમદાવાદ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદ ના ઉમેદવાર શશી થરૂર પ્રચાર અર્થે ગુજરાતમાં
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીના અનુગામી બનવા માટે કોંગ્રેસમાં પૂર્વ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના સભ્ય શશી થરૂર ની વચ્ચે સીધી લડાઈ છે..આ બન્ને ઉમેદવારો દરેક રાજ્યોમાં જઈ પ્રદેશના હોદ્દેદારો અને ડેલિગેટને મળી ને તેમને સમર્થન આપવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે નોંધનીય છે કે સોનિયા ગાંધી અને તેમના પરિવારનું ખડગે સમર્થન છે ત્યારે શશી થરૂર પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું રાષ્ટ્રીય પ્રમુખ બનવામાં કોણ સફળ થાય છે..
લોકસભા સાંસદ અને કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતા, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ પદનાં ઉમેદવારશ્રી શશી થરુરુંજીનો કાર્યક્રમ
તારીખ ૧૨/૧૦/૨૦૨૨ બુધવાર
બપોરે ૩:૦૦ કલાકે
અમદાવાદ એરપોર્ટ આગમન
ટર્મિનલ ૧
બપોરે ૩:૩૫ કલાકે
સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીને નમન અને પુષ્પાંજલિ
બપોરે ૪:૦૦ કલાકે
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ડેલીગેટ સાથે મીટિંગ
૪:૩૦ કલાકે
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારવાર્તા