અમદાવાદ
રાજ્યના અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની કોગ્રેસના ધારાસભ્યો લેશે મુલાકાત
રાજ્યના અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની કોગ્રેસના ધારાસભ્યો લેશે મુલાકાત
રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી અને તેના લીધે અનેક પરિવારો બેઘર થયા, લાખો રૂપિયાની ઘરવખરીનો નાશ થયો, રહેઠાણને ભારે નુકસાન, નાના ધંધા રોજગારને મોટુ નુકસાન સહિતના પ્રશ્નોને લઈને પુરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની સુચનાથી વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોના પ્રભાવિત અસરગ્રસ્ત ગામોની જાત મુલાકાત લઈ લોકોની વેદનાને સાંભળશે.
અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !
ભારે વરસાદના કારણે નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે. ગ્રામજનોની હાલત કફોડી બની છે ત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, ધારાસભ્ય આનંદ ચૌધરી, અનંત પટેલ, પુનાજી ગામીત, સુનીલ ગામીત, પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો વરસાદ પ્રભાવિત અસરગ્રસ્ત ગામોની તા. ૨૧ અને ૨૨ મી જુલાઈના રોજ મુલાકાત લેશે.
ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જુનાગઢ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ સહિતના અસરગ્રસ્ત વિસ્તારમાં પારાવાર નુકસાન થયું છે ત્યારે અસરગ્રસ્ત – પુરગ્રસ્ત પ્રભાવીત ગામોની કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, બાબુભાઈ વાજા, ભીખાભાઈ જોષી, સહિતનું પ્રતિનિધિ મંડળ મુલાકાત લેશે અને પુરગ્રસ્ત – અસરગ્રસ્ત લોકોને પડી રહેલી મુશ્કેલી, નુકસાની અંગે વિસ્તૃત માહિતી મેળવશે.