અમદાવાદ
ભેંસોના ગેરકાયદે કતલ કરનારાઓને બચાવવામાં કોને છે રસ !
ભેસોના ગેરકાયદે કતલ કરનારાઓ સામે પાસાની જોગવાઇને લઇ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
ભેંસો અને તેના બચ્ચાઓની ગેરકાયદે કતલ કરનારાઓને બચાવવા માટે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યો મૈદાનમાં ઉતર્યા છે, ઉલ્લેખનિય છેકે
પોલીસે ભેંસોની ગેરકાયદે કતલ કરનારાઓ માટે પાસાની જોગવાઇ કરી છે, જેનાથી રાજ્યમાં ગેરકાયદે ભેસોની કતલ કરનાર કસાઇઓમાં
હડકંપ મચી ચુક્યો છે,ત્યારે કોંગ્રેસના સિનિયર ઘારાસભ્યોના આ કૃત્યને વિશ્વ હિન્દુ પરિષદે વખોડી કાઢ્યુ છે,,
રાજ્યમાં ગૌવંશના કતલ પર પ્રતિંબંધ છે જો કે ભારતિય જનતા પાર્ટીની સરકારે ગેર કાયદેસર ભેંસોની કતલ ઉપર પણ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે
હવેથી ગેરકાયેદ રીતે ભેસો,પાડા અને પાડીની કતલ કરનાર કસાઇઓ સામે પાસા લગાડવાનો નિર્ણય કર્યો છે, જે માટે રાજ્યના ઇંચાર્જ પોલીસ મહાનિરિક્ષક ક્રાઇમ-1
પરિક્ષીતા રાઠોડની સહી સાથે પરિપત્ર કરાયો હતો, કે હવેથી રાજ્યમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની અનુસૂચી કલમની જોગવાઇઓ નર અને માદા ભેસોને પણ લાગુ પડે છે
વારં વાર ગેરકાયદે કતલ કરનાર કસાઇઓ સામે પાસા નિર્યણ કર્યો છે, જેની સામે હવે કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ખાડીયા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા
અને વાકાનેરના ધારાસભ્ય મહંમદ પીરજાદાએ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા અને એડી.ડીજીપી લો એન્ડ ઓર્ડર નરસિંહા કોમરને મળીને રજુઆત કરી હતી,,
કોંગ્રેસના ધારાસભ્યોની રજુઆત સાંભળ્યા બાદ ડીજીપી આશિષ ભાટીયાએ તેમને ખોટી ચિન્તા ન કરવા અને જાહેર કરેલ પરિપત્રનો અભ્યાસ કરી,કાનુની પાસાઓ તપાસી યોગ્ય આદેશ કરવાની હૈયાધારણા આપી છે
હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !
બીજી વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના નેતા અશોક ભાઇ રાવલે જણાવ્યુ છે કે કોઇ પણ પ્રકારની જીવ હત્યાને ભારતિય સંસ્કૃતિમાં કોઇ સ્થાન નથી, આ પ્રકારની હત્યાઓ ગુજરાત અને દેશમાં ચલાવી નહી લેવાય,,
કાયદાથી કોઇ ઉપર ન હોઇ શકે, અને પશુઓના ગેરકાયદે કતલ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ ,, એમને કોઇ હિસાબે રાહત ન મળવી જોઇએ, પ્રજાના પ્રતિનિધીઓએ
વ્યક્તિગત જનમતની ચિન્તા કર્યા વગર કાયદો અને વ્યવસ્થામાં મદદરુપ થવુ જોઇએ, ન કે અમસાજીક તત્વોને મદદ કરવુ જોઇએ,, આ કાયદોનો વિરોધ કરવો એટલે કે ગેરકાયદે કતલ કરનારાઓને સાથ આપવો
કે પછી તેમની સાથે ભાગીદારી કહી શકાય,,કોઇ પણ ધર્મમાં જીવ હત્યાને સ્થાન ન હોઇ શકે,, પશુઓની ગેરકાયદે કતલ થવાના કારણે કુદરતી અસંતુલન થાય છે,