અમદાવાદ
કોંગ્રેસના એમ એલ એ ગ્યાસુદ્દીન શેખ હેલ્થ ક્વાર્ટર્સ ના રિડેવલ્પમેન્ટ ને મ્યુનિસિપલ કમિશનર ને લખ્યો પત્ર
કોંગ્રેસના એમ એલ એ ગ્યાસુદ્દીન શેખે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને પત્ર લખી ને રજુઆત કરી છે કે અમદાવાદ મહાનગર પાલીકા હસ્તકના હેલ્થ ક્વાર્ટર્સ અને કમ્પાઉન્ડ માં કાચા મકાનો બાંધી ને રહેતા સફાઈ કામદારોના હિતમાં રિવડેલપમેન્ટ ની કામગીરી હાથ ધરવા માં આવે જેથી સફાઈ કામદારોને સારા આવાસો મળે અને તેઓ સારી રીતે જિંદગી જીવી શકે
પ્રતિશ્રી,
એમ. થેન્નારસન સાહેબ
મ્યુનિ. કમિશનર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન
અમદાવાદ.
તા. ૧૫-૧૦-૨૦૨૨
બાબત ઃ અમદાવાદ મ્યુનિ. કોર્પો. હસ્તકના શાહપુર સહિતના અમદાવાદમાં આવેલ અન્ય હેલ્થ કવાટર્સ કંપાઉન્ડમાં તથા કાચા મકાનોમાં વસતા સફાઈ કામદારો પાસેથી નિયમિત ભાડું વસૂલવામાં આવતા મકાનોને રીડેવલપમેન્ટ કરી પાકા મકાનો આપવા માંગણી… ગ્યાસુદ્દીન શેખ
માનનીય સાહેબશ્રી,
જયભારત સાથે જણાવવાનું અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના હેલ્થ સ્ટાફ ક્વાટર્સમાં છેલ્લા ૫૦ કરતાં વધુ વર્ષથી સફાઈ કામદારો પરિવાર સહિત વસવાટ કરે છે. સદર હેલ્થ સ્ટાફ ક્વાટર્સના કંપાઉન્ડમાં પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા લોકો પણ પરિવાર સહિત છેલ્લા ૫૦ કરતાં વધુ વર્ષથી મ્યુનિ. હેલ્થ કવાટર્સમાં વસવાટ કરતા તથા મ્યુનિ. હેલ્થ સ્ટાફ કવાટર્સના કંપાઉન્ડમાં કાચા મકાનો બાંધી રહેતા લોકો પાસેથી ભાડું પણ વસૂલવામાં આવે છે.
સદર હેલ્થ સ્ટાફ ક્વાટર્સ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે જેમાં ગંભીર અકસ્માતો પણ થયેલ છે. શાહપુર હેલ્થ કવાટર્સમાં તો ગેલેરી પડી જવાથી બાળકીનું મૃત્યુ પણ નિપજેલ છે. ભવિષ્યમાં પણ ગંભીર અકસ્માત થવાનો ભય રહેલો છે. જેથી હેલ્થ સ્ટાફ કવાટર્સ તથા તેના કંપાઉન્ડમાં આવેલ કાચા મકાનોને રી ડેવલપમેન્ટ યોજનામાં સમાવેશ કરી સફાઈ કામદારોને તે જ જગ્યાએ નવા પાકા મકાનો બનાવી આપવા મારી આપશ્રીને નમ્ર અરજ છે.
અમદાવાદ શહેરમાં હેલ્થ સ્ટાફ કવાટર્સ તથા તેના કંપાઉન્ડમાં આવેલ કાચા મકાનોમાં વસતા સફાઈ કામદારોના હિતમાં તાત્કાલિક હકારાત્મક નિર્ણય કરી હેલ્થ સ્ટાફ કવાટર્સ તથા તેના કંપાઉન્ડમાં આવેલ કાચા મકાનોનો રીડેવલપમેન્ટ યોજનામાં સમાવેશ કરી સફાઈ કામદારોને તે જ જગ્યાએ નવા પાકા મકાનો મળે તે માટે જરુરી કાર્યવાહી સત્વરે કરાવવા મારી આપને ભલામણ સહ વિનંતી છે.
આભાર સહ.
ગ્યાસુદ્દીન શેખ – ધારાસભ્ય