કોંગ્રેસે બુથ મેનેજમેન્ટ માટે બનાવી નવી ફોર્મ્યુલા- ભાજપ અને આપની બુથ સમિતિ સામે કઇ રીતે લેશે ટક્કર !
ગુજરાતમાં કોંગ્રેસેને ચૂંટણી માટે હવે નવો નારો આપ્યો છે મારુ બુથ મારુ ગૌરવ,, સાથે બુથોને મજબુત કરવા માટે એક બુથમાં રાજ્ય સ્તર, રાજ્ય રાજ્યના કાર્યકર અને સ્થાનિક કાર્યકર સહિત ત્રણને જવાબદારી સોપશે
ત્યારે સવાલ એ ઉઠે છે ભાજપ જ્યારે પેજ સમિતી સુધી ટીમ બનાવી ચૂકી છે,,આમ આદમી પાર્ટી હવે બુથ પ્રમાણે મતદારોને પ્રભાવિત કરવા રણનિતિ બનાવી ચુકી છે, તેવામાં કોંગ્રેસની નવી રણનિતિ કેટલી કારગત સાબિત થશે તે જોવા જેવી બાબત રહેશે,
કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામું -આર એસ એસે ઓપરેશન કર્યાની ચર્ચા !
કોંગ્રેસે હવે ગુજરાત વિધાનસભા ચૂટણીમાં કમ સે કમ બુથો ઉપર સારા કાર્યકર્તાઓ મળી રહે,,તેના માટે રણનિતિ બનાવી છે,એક બુથમાં એક હજારથી લઇને 1200 જેટલા મતદારો હોય છે, ત્યારે એક એક બુથમાં વધુ
મતદાન થાય અને કોંગ્રેસ તરફી મતદાન કરાવી શકે તેવા કાર્યકર્તાઓની ફોજ ઉભી કરવા માટે કોંગ્રેસ હવે મારુ બુથ મારુ ગૌરવ કાર્યક્રમ લઇને આવી છે, આ કાર્યક્રમ દરમિયાન એક બુથમા ત્રણ કાર્યકર્તાની નિમણુંક કરવામાં
આવશે,, ઓગસ્ટથી સેપ્ટેમ્બર દરમિયાન વિધાનસભા મત વિસ્તારની મુલાકાત દરમિયાન આ ત્રણેય કાર્યકરોએ કામગીરી કરવાની રહેશે તેનુ માર્ગદર્શન તો અપાશે સાથે તેમની જવાબદારી પણ નક્કી કરાશે,,
મહત્વપુર્ણ બાબત એ છે કે 182 બેઠક ઉપર નેતાઓ પ્રવાસ કરશે અને ચૂંટણી ઢંઢેરો પણ તૈયાર કરશે,
હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !
આ બેઠકમાં ચૂંટણીમા પરાજય માટેના કારણો, નબળા બુથોની સ્થિતિ અંગે તાગ મેળવાશે,વિધાનસભાની શહેરી અને ગ્રામીણ વિસ્તારોના મોટા ભાગના બુથો ઉપર કાર્યકરો જોવા મળતા ન હોવાની ફરિયાદ વારં વાર ઉઠી હતી, જે તે વિસ્તારની ચૂંટણી લડતા ઉમેદવાર અને સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ રહે તેના માટે પણ બુથ મેનેજમેન્ટ કરવાની ફોર્મ્યુલા બનાવાઇ છે,
મહત્વની વાત એ છે કે ભાજપ એક તરફ બુથથી આગળ વધીને પેજ સમિતી બનાવી ચુકી છે,,જેમાં પાચથી દસ કાર્યકર્તાઓની ટીમ બનાવી ચુક્યા છે,એક પેજમાં 50થી લઇને 55 સુધી મતદારો હોય છે,,ત્યારે એક બુથમાં
150થી લઇને 200 કાર્યકરોની ટીમ બનાવીને નિયમિત તેનો ફોલોઅપ અત્યારથી જ ભાજપ કરી રહ્યુ છે, અલ્પકાલિન વિસ્તારક, વિસ્તારક, પ્રધાનો સંગઠનના લોકો બે બે વખત 182 બેઠકો ઉપર પ્રવાસ ગોઠવીને
સર્વે રિપોર્ટ કરાવી ચુક્યા છે,આર એસ એસ પણ ભાજપની પેરેલલ કામ કરી રહ્યુ છે, બેઠકો કરી રહ્યુ છે,
તે સિવાય આમ આદમી પાર્ટી પણ બુથ પ્રમાણે વિવિધ મોર્ચાઓને અલગથી જવાબદારી સોપી રહ્યુ છે, તે સિવાય પેજ સમિતિ સ્તરની કાર્યકર્તાઓની ટીમ બનાવીને કામ કરી રહ્યુ છે, કમ સે કેમ સાતથી દસ કાર્યક્રતાઓને
તેણે પણ જવાબદારી સોપી છે,તે સિવાય પેઇડ લોકો થકી પણ તે બુથો ઉપર પ્રચાર, ચૂંટણી ઢંઢેરો ઉપર કામ કરી રહી છે, હાલ તે લગભગ 50 હજાર બુથો ઉપર કાર્યકર્તાઓને નવી ટીમ બનાવીને જવાબદારી સોપી ચુકી છે,,તેવી સ્થિતિમાં દર રોજ તે રિપોર્ટીંગ પણ કરી રહી છે,
આમ જે રીતે ભાજપ અને આમ આદમી પાર્ટી બુથોને લઇને મહિનાઓ પહેલાથી કામ કરી રહ્યા છે,તેવામાં કોંંગ્રેસની આ નવી રણનિતિ કઇ રીતે તેમની સામે ટક્કર લેશે તે જોવા જેવી બાબત છે,