ગાંધીનગર
કોંગ્રેસ દિશા વિહીન બની છે..હર્ષદ રીબડીયા
કોંગ્રેસ દિશા વિહીન બની છે..હર્ષદ રીબડીયા
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા કોંગ્રેસ છોડી હવે ભાજપના કેસરિયા પહેરી લીધા છે…પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ભાજપનો ભગવો પહેરી લીધો છે.ત્યારે નોંધનીય છે કે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલને વર્ષ 2012 બાદ યોજયેલ પેટા ચૂંટણીમાં હરાવી ને કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડીયા હવે ભાજપમાં જોડાયા છે તેઓ એ જૉડાતાની સાથે જ કોંગ્રેસની નેતાગીરી પર આરોપ મુક્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ નેતૃત્વવિહીન થઇ ગઈ છે..કોંગ્રેસ દિશાવિહીન બની છે.ત્યારે પ્રજાના વ્યાપક હિતમાં ભાજપમાં જોડાયા છે..ત્યારે પ્રદેશ ભાજપ ના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ તેમને આવકારતા કહ્યું હતુંકે કોંગ્રેસની પ્રજા વિરોધી નીતિને પરિણામે લોકોનો કોંગ્રેસ પરનો વિશ્વાસ ઉઠ્યો છે.ગુજરાત વિધાનસભાની યોજાનાર ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય વિજય થશે.