અમદાવાદ
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
છ એપ્રિલ ગુજરાતમાં કોગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન
છ એપ્રિલે ઉજવાશે ભાજપનુ સ્થાપના દિવસ
છ એપ્રિલે કોગ્રેસ ગાંધી આશ્રમથી શરુ કરાવી શકે છે ગાંધી સંદેશ યાત્રા
ગુજરાતમાં ઇલેક્શન વહેલુ થઇ શકે છે તેવી અટકળોએ હવે જોર પકડ્યુ છે,,ત્યારે છ એપ્રિલે ગુજરાતમાં ભાજપ અને કોગ્રેસ બન્ને રાજકીય શક્તિ પ્રદર્શન કરી શકે છે,
કોગ્રેસ ગાંધી સદેશ યાત્રાના નામે તો ભાજપ સ્થાપના દિવસના નામે,કાર્યક્રમ કરી શકે છે, ,મહત્વની વાત એ છે કે ગાંધી સંદેશ યાત્રામાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે
તમને બતાવી દઇએ કે ભાજપનુ કાર્યક્રમ નિશ્ચિત છે,જ્યારે કોગ્રેસનુ કાર્યક્રમ હાલ ટેન્ટેટીવ છે,
ગુજરાતમાં કોગ્રેસને વાઇબ્રંટ કરવા માટે ખાસ કાર્યક્રમનુ આયોજન કરાયું છે,, સુત્રોની માનીએ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 6 એપ્રિલના રોજ ગુજરાત આવી શકે છે, . ઐતિહાસિક દાંડી માર્ચના અંતિમ દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સાબરમતી આશ્રમથી જ
‘ગાંધી સંદેશ યાત્રા’ની શરુઆત કરાવી શકે છે, . આ યાત્રા નવી દિલ્હી સ્થિત સ્વ. રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે સંપન્ન થશે. કોંગ્રેસના સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં નિકળનારી આ યાત્રા
દિલ્હી જતા રુટ ઉત્તર ગુજરાતના ગામડાઓમાંથી પસાર થશે
સ્વતંત્રતા સંગ્રામની ઐતિહાસિક યાત્રાની ક્ષણો ઉજાગર થશે
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પંચાત ટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં જાણાવ્યુ હતુ કે ગાંધી સંદેશ યાત્રાનો ટેન્ટીવ પ્લાન તૈયાર કરાયો છે
,આ ઐતિહાસિક દાંડી યાત્રા ભારતના સ્વતંત્રતા સંગ્રામની ઐતિહાસિક યાત્રા હતી જે 6 એપ્રિલ 1930ના રોજ સંપન્ન થઈ હતી.
આ દિવસને મનાવવા રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે, જો કાર્યક્રમ ફાઇનલ થશે તો 6 એપ્રિલે જ અમદાવાદના સાબરમતી આશ્રમથી દિલ્હી સુધીની ગાંધી સંદેશ યાત્રાનો આરંભ કરાવી શકે છે.
ગુજરાતમાંથી આ યાત્રા રાજસ્થાન પહોંચશે અને ત્યાંથી હરિયાણા થઈ દિલ્હી વીરભૂમિમાં સંપન્ન થશે.
શાંતિના સંદેશાને ફેલાવવા માટે ગાંધી સંદેશ યાત્રા નામ રાખ્યું
આ યાત્રા યોજવા માટે ત્રણેક નામો આવ્યા હોવાનું જણાવતા મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, ગાંધી સંદેશ યાત્રા જ સર્વોચિત નામ હોવાનું જણાયું હતું. આમેય આ યાત્રાનું આયોજન કરવા પાછળનો
ઉદ્દેશ ગાંધીજીના શાંતિના સંદેશાને ફેલાવવાનો જ છે. આ માટે ગાંધી સંદેશ યાત્રા નામ રાખવામાં આવ્યું છે. મીઠા સત્યાગ્રહ આપણી આઝાદીની લડતની પરિવર્તનની ક્ષણ હતી અને તે ક્ષણને
ફરી જીવંત કરવા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે હાલ તો કોગ્રેસનો કાર્યક્રમ ટેન્ટેટીવ છે, જ્યારે ભાજપ છ અપ્રિલે સ્થાપના દિવસ દરમિયાન સમગ્ર દેશમાં કાર્યકર્મો કરી રહી છે, જેની આગેવાની સ્વય પીએમ નરેન્દ્રમોદી લઇ રહ્યા છે
ભાપજની ઉજવણી બુથ કક્ષા સુધી રહેવાની છે, જો કોગ્રેસનો કાર્યક્રમ છ એપ્રિલે ગોઠવાશે તો નિશ્ચિત બન્ને પક્ષો આ કાર્યક્રમોને પ્રચાર યુધ્ધની જેમ કરશે તેમ અવશ્ય લાગી રહ્યુ છે,
Pingback: રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ- ફુડ એન્ડ ડ્રગ કમિશ
રાકેશ પંજાબી
April 1, 2022 at 1:26 pm
ચુંટણી ઓ આવે એટલે તમાંમ સમાજ પક્ષો ધમૅ નાં વડાઓ જાત જાતના મુદ્દા ઓ માઞણી ઓ જાતે બની બેઠેલા સમાજ સેવકો પોતાની રાજકીય પદ માટે જનતાને જાત જાતના લાભદાયી વચનોની લ્હાણી કરતા હોય છે પણ આજ દીન સુધી કોઈ પણ સમાજ ની સેવાઓ કરનારા લોકો રાજકારણ માં આવી ને સમાજ નેં વિશેષ લાભદાયી થયાં નાં દાખલાઓ છે નહીં
Pingback: રાજ્યમાં કૃષિ વિષયક સવલતો પૂરી પાડવા રાજ્ય સરકારના મકકમ નિર્ધાર: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ - Panchat
Pingback: અમદાવાદ કબ્જે કરવા ભાજપનું માઇક્રો પ્લાનિંગ ! - Panchat TV