અમદાવાદ
કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડી ગુનાખોરીનો આંકડો રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવામાં ઝળહળતી સફળતા મેળવવા બદલ ગૃહમંત્રીને શુભેચ્છા પાઠવતું આપ
આમ આદમી પાર્ટી ના ગુજરાત ના પ્રમુખ ગોપાલ ઈટાલીયા એ ગુજરાત ના ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી ને અભિનંદન ટ્વીટ કરી છે તેઓ ટ્વીટ માં લખ્યું છે કે
ભારત સરકારના ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો’ના વર્ષ-૨૦૨૧ના વાર્ષિક અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં ગુનાખોરીમાં સુરત બીજા અને અમદાવાદ ચોથા ક્રમે આવ્યું
એક જ વર્ષમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડી ગુનાખોરીનો આંકડો રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવામાં ઝળહળતી સફળતા મેળવવા બદલ ગૃહમંત્રીને શુભેચ્છા.
આમ આદમી પાર્ટી ના ગુજરાત ના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીનું હોમ ટાઉન સુરત બીજા નંબરે અને અમદાવાદ ને ચોથા નંબરે આવવા બદલે અભિનંદન પાઠવી ને સરકારની કામગીરી ની ટીકા કરી છે.