વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી એકતાનગર ખાતે આયોજિત દેશના રાજ્યોના વન-પર્યાવરણ મંત્રીઓની બે-દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો. ઉદ્યોગ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધીને વિકાસ કેવી રીતે કરી શકાય એ અંગે માન. પ્રધાનમંત્રીશ્રીએ મનનીય માર્ગદર્શન આપ્યું.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા રાજ્યમંત્રી અશ્વિનિ કુમાર ચૌબેની ઉપસ્થિતિમાં આયોજિત આ કોન્ફરન્સમાં પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રની દેશ-દુનિયાની બેસ્ટ પ્રેક્ટિસીસ અંગે વિચારોનું આદાનપ્રદાન થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સુરક્ષાની જરૂરિયાત સમજીને વર્ષ ૨૦૦૯ માં જ ગુજરાતમાં એશિયાના સૌપ્રથમ ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપી છે. જન ને વન સાથે જોડવાનો તેમનો પ્રયાસ રહ્યો છે.એમ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું..