ગાંધીનગર
ગાંધીનગર માં ભાજપના મેયર ની યોજાઈ કોન્ફરન્સ
ગાંધીનગર માં ભાજપના મેયર ની યોજાઈ કોન્ફરન્સ
ગાંધીનગર ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટીના મેયર અને ડેપ્યુટી મેયરના રાષ્ટ્રીય સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને શહેરી વિકાસના વિવિધ પાસાઓ અંગે વિચારપ્રેરક માર્ગદર્શન આપ્યું.
આ સંમેલનમાં શહેરોમાં સ્વચ્છતા, સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રેવન્યૂ વધારવા અંગેને ચર્ચા કરાઈ. આગલા ૨૫ વર્ષ માટેના શહેરી વિકાસનો રોડમેપ બનાવવામાં પણ આ સંમેલનની ભૂમિકા ખૂબ મહત્વની બની રહી. આ સમ્મેલન માં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ,પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ ,સહીત સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા