એન્ટરટેનમેન્ટ
કોમેડી કિંગ કપિલશર્મા એ સુપરહિટ શો બંધ કરી શરુ કર્યો નવો બિજનેસ
‘ધ કશ્મીર ફાઇલ્સ’ના પ્રમોશનને લઈને થયેલા વિવાદ બાદ જે રીતે ‘ધ કપિલ શર્મા શો’નો બાયકોટ કરવાની માંગ કરવામાં આવી હતી, શું તે પછી કપિલ શર્માના શૉ પર તાળા લાગવા જઈ રહ્યા છે? આ સવાલ એટલા માટે છે કારણ કે સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં કપિલ શર્મા બીજું કામ કરતા જોવા મળી રહ્યા છે અને જ્યારે ફેન્સે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી ત્યારે કપિલ શર્માએ કહ્યું કે, ‘કોઈને કહેતા નહીં.’ આખરે મામલો શું છે?
હોળીના અવસર પર કપિલ શર્માના એક ફેન્સે તેમની તસવીર શેર કરી છે, ફોટોમાં કપિલ શર્માને ફૂડ ડિલીવરી રાઈડરનાં રૂપમાં જોઈ શકાય છે. ઓરેન્જ ટી શર્ટ પહેરેલ કપિલ શર્મા મોટર બાઈક પર બેઠા છે. તેમની પીઠ પર મોટી બેગ જોવા મળે છે. સાથે જ માથા પર બ્લૂ કલરનું હેલમેટ છે. કપિલ શર્મા સિગ્નલ પર ગાડીઓ વચ્ચે પોતાની બાઈક લઈને ઉભા છે. કપિલ શર્માને ડિલિવરી બોય તરીકે જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને લોકો પૂછવા લાગ્યા કે શું તેમણે નવો કામ-ધંધો શરૂ કર્યો છે?
કપિલ શર્મા કેમ બન્યા ડિલિવરી બોય?
હવે અમે તમને જણાવીએ કે કોમેડી કિંગ કપિલ શર્મા કેમ ડિલિવરી બોય બન્યા છે. વાસ્તવમાં, કપિલ શર્મા આ દિવસોમાં નંદિતા દાસની ફિલ્મ ઓડિશાના ભુવનેશ્વરમાં શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ ફૂડ ડિલિવરી રાઇડરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ફેન્સે તેમની આ તસવીર ક્લિક કરી અને ટ્વીટર પર તસવીર શેર કરતા તેમણે લખ્યું કે- ‘સર જી, મેં તમને આજે લાઈવ જોયા.’ કપિલ શર્માએ તેમના ફેન્સ દ્વારા ટ્વીટ કરેલી આ તસવીરને જોતા જ તેમણે પોસ્ટને રીટ્વીટ કરી અને લખ્યું- ‘કોઈને કહેતા નહીં.’
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીર
કપિલ શર્માની આ તસવીર વાઈરલ થઈ રહી છે, લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘બીજુ કામ શોધી લીધું કે શું સર’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘પાર્ટ ટાઈમ જોબ કરતા કપિલ પાજી’.