અમદાવાદ
ભાજપના પ્રચાર માટે રંગ બદલતું પુરવઠા વિભાગ
ભાજપના પ્રચાર માટે રંગ બદલતું પુરવઠા વિભાગ
ગરીબો માટે ખુશ ખબર આ મહિને તેમને 3 દિવસ પહેલા મફત અનાજ મળશે,
સમાન્ય રીતે તંત્ર સમાન્ય લોકો માટે પોતાનુ ટાઇમ ટેબલ ક્યારેય બદલતું નથી,
નિયમ તુટશે તો જાણે પ્રલય આવી જશે તેવી રીતે નિયમોનો પાલન સમાન્ય જનતા માટે કરવામાં આવે છે
પણ જો વાત રાજકીય હોય તો નિશ્ચિત છે તંત્ર ફટાફટ પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા માટે રંગ પણ બદલે છે અને સમય પણ,,
પુરવઠા વિભાગ સમાન્ય રીતે 16 તારીખે અનાજ આપે છે, પણ રાજકીય કાર્યક્રમોને અધિન થઇ હવે ત્રણ દિવસ પહેલા અનાજ આપવાનો પરિપત્ર કરાવાયો છે
ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ ભાજપ શાષિત તમામ રાજ્યોના કાઉન્સિલર્સથી લઇને સાંસદો સુધીને સેવા પખવાડીયુ ઉજવવાનો આદેશ આપ્યો છે
તેના ભાગ રુપે 13 તારીખે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો કાર્યક્રમ કરવાનો છે,,
જેના ભાગ રુપે ભાજપના સ્થાનિક આગેવાનોએ સસ્તા અનાજના દુકાન ઉપર જવાનુ છે, જે લોકોને મફતમાં અનાજ મળે છે તેમને યાદ
કરાવવાનુ છે કે પીએમ નરેન્દ્રમોદી તરફથી આ અનાજ તેમને આપવામા આવી રહ્યુ છે સાથે ખાસ પ્રકારના સ્ટીકર પણ ચોટાડવાના છે,,
ગરીબો સાથે ફોટો શેસન કરાવવાનુ છે, અને તે ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કરવાનુ છે, એટલે કે ગરીબોને મફત
અનાજ આપીને તેઓ ગરીબ છે તેનો પ્રચાર પણ કરવાનો છે,
પશુ નિયંત્રણ કાયદો એ ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપવાનો કારસો- ગુજરાત માલધારી મહાપંચાયતનો આરોપ
સમાન્ય રીતે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળનો મફત અનાજ મહિનાની 16મીતારીખ પછી અપાતી હોય છે, પણ આ વખતે
સત્તા પક્ષનો કાર્યક્રમ 13મી તારીખ છે જેથી પુરઠવા વિભાગે ખાસ સંજોગોમાં અલગ પ્રકારનો પરિપત્ર કર્યો છે, અને હવે 16ના બદલે
13મીથી અનાજ વિતરણ કરવાનો આદેશ આપી દેવાયો છે, આમ સરકારી તંત્ર પણ હાલ રાજકીય રંગમાં રગાઇ ગયો છે,