delhi
ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રની વચ્ચે સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હી શું કામ પહોંચ્યા?

ગુજરાત વિધાનસભાં બજેટ સત્ર ચાલી રહ્યું છે.રાજય ના નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા વર્ષ 2023-2024ઉ ઐતિહાસિક બજેટ રજૂ કર્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નવી દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને મળવા પહોંચ્યા હતા તેઓ રાજય સરકાર દ્વારા ગુજરાત ના વિકાસ ને લઇ તૈયાર કરેલ રોડ મેપ ને ચર્ચા વિચાર કરી ને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું.
delhi
પીટી ઉષા ગુજરાતના સંસદના ઘરે શું કામ પહોંચ્યા

રાષ્ટ્પતિ દ્વારા નોમિનેટ કરાયેલા અને જાણીતી દોડવીર પી ટી ઉષાએ રાજ્યસભાના સભ્ય રામભાઈ મોખરીયાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મુલાકાત લીધી હતી,એ દરમ્યાન તેમની સાથે શ્રી મારુતિ કુરિયર સિનીયોર કોર્પોરેટ ઓફિસર અને શોભના મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નોંધનીય છે કે રાજયસભાના સભ્ય પીટી ઉષાએ બળાપો વ્યક્ત કર્યો હતો કે તેમની સ્પોર્ટ્સ એકેડેમી પર કેટલાક તત્વો પર કબ્જો કરવા માંગે છે.ત્યારે સૂત્રો કહી રહ્યા છે કે રામભાઈ મોખરીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકદમ વિશ્વાસુ હોવાને લીધે તેમની મદદ માટે ગયા હોઈ તેવી ચર્ચા છે..
delhi
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બની શકે છે..

ગુજરાતની સ્થાપના થયા બાદ અત્યાર સુધી યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ રેકોર્ડ ભાજપે તોડી નાખ્યા છે.પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે વિજય થયો છે.જેની સાથે જ ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રભાવિત થયા છે..તેઓએ દિલ્હીમાં સાંસદો સાથે યોજાયેલી બેઠકમાં ચંદ્રકાન્ત પાટિલના ભરપૂર વખાણ કર્યા હતા તેઓએ તમામ સાંસદોને ઉભા થઈને અભિનંદન આપવાનું કહ્યું હતું એટલુંજ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમામ સાંસદોને નવસારીના સાંસદ ચંદ્રકાન્ત પાટીલ પાસેથી પેઈજ કમિટીનું કામ કેવી રીતે કરવું તે માટે સલાહ આપી હતી.ત્યારે નોંધનીય બાબત તો એ છે કે આગામી સમયમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની મુદત પુરી થનાર છે ત્યારે તેમના સ્થાને ચંદ્રકાન્ત પાટીલને રાષ્ટ્રીય પ્રમુખ નિમણુંક કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપાવેલ જીત માટે મોટું ઇનામ આપી શકે છેજેનો સીધો લાભ મહારાષ્ટ્રની રાજનીતિમાં લાભ મળી શકે છે…ત્યારે નોંધનીય છે કે ગુજરાતમાંથી અમિત શાહને રાષ્ટ્રીય લેવલે પ્રમુખ બનવાની તક મળી હતીઅને આજે તેઓ દેશના ગૃહ પ્રધાન તરીકે સેવાઓ આપી રહ્યા છે.
delhi
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા રાજ્યપાલ દિલ્હી કેમ દોડ્યા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આર્ય સમાજના શિષ્ટ મંડળની સાથે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે કહ્યું હતું કે ગુજરાતની પાવન ધરા પર જન્મ લઈને આર્ય સમાજની સ્થાપના દ્વારા વૈદિક સંસ્કૃતિની પુનઃસ્થાપના માટે સ્વાર્પણ કરનારા ઋષિ દયાનંદ સરસ્વતીની આગામી ૨૦૦મી જન્મ જયંતી પ્રસંગે આર્ય સમાજ દ્વારા આયોજિત પ્રસ્તાવિત કાર્યક્રમોથી પ્રધાનમંત્રી ને માહિતગાર કર્યા હતા. આ મુલાકાત દરમિયાન આર્ય સમાજના અગ્રણીઓ ઉપરાંત રાજ્યપાલના ખાસ ફરજ પરના અધિકારી ડો. રાજેન્દ્ર વિદ્યાલંકાર પણ સાથે રહ્યા હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ