ગાંઘીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસય ચાલનારો રાષ્ટ્રીય મેયર સંમેલનનો સમાપન સમારોહ
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમમાં પાંચ મોટા શહેરો જેવા કે ઇન્દોર,સુરત,પણજી,બેગ્લોર,રાંચીના વિવિઘ કાર્યોનું પ્રેસેન્ટેશન દર્શાવવામાં આવ્યું હતું.
મેયર અને ડે.મેયરશ્રીઓને બજેટના ઉપયોગ, ચાલતા વિવિધ વિકાસના પ્રકલ્પોનું મોનીટરીંગ કરવામાં આવે. – શ્રી જે.પી.નડ્ડા
ભુપેન્દ્ર પટેલ
આ કાર્યક્રમમાં મેયર અને ડે.મેયરશ્રીઓને રાષ્ટ્રીય સંગઠનમહામંત્રી બી.એલ.સંતોષનું માર્ગદર્શન મળ્યું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મેયર સંમેલનમાં માર્ગદર્શન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર.વિનય સહસ્ત્રબુદ્ધેજી
આ કાર્યક્રમમાં રાજયોના વિવિધ મેયર અને ડે.મેયર તેમના શહેરોમાં થયેલા વિવિધ વિકાસના કામોની ચર્ચા કરી અને શહેરોના વિકાસ વધુ સારી રીતે કરવા કેવા પ્રયાસો કરવા તે અંગે ચર્ચા કરી હતી.વિનય સહસ્ત્રબુદ્ધેજી
ગાંઘીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય મેયર સંમેલનનો આજે સમાપન સમારોહ યોજાયો. આ કાર્યક્રમ સમારોહ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને રાજયાના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં ભાજપ શાસિત મેયર અને ડે.મેયરશ્રીઓએ તેમના શહેરમાં કરેલા વિવિધ વિકાસના કાર્યો અંગે ચર્ચા કરી અને માર્ગદર્શન મેળવ્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંગઠનમહામંત્રીશ્રી બી.એલ.સંતોષજીનું માર્ગદર્શન મેયર અને ડે.મેયરશ્રીઓને મળ્યું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ શહેરોના સામુહીક,સર્વ વ્યાપી,સર્વ સ્પર્શી વિકાસ અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું. જેવી રીતે ભારતના ગામડાઓ દેશની આત્મા છે તેવી જ રીતે શહેરોનો વિકાસ પણ દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના દીર્ઘદ્રષ્ટીના કારણે દેશમાં સ્માર્ટ સિટીનો પાયો નાખવામાં આવ્યો છે તે અંતર્ગત મેટ્રો ટ્રેન,એલી.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ,રોડ રસ્તાનો વિકાસ,હર ઘર જલ,સેનિટાઇજેશનની વ્યવસ્થા સાથે સાથે ટાઉન પ્લાનિંગને પણ આવરી લેવામાં આવ્યા છે. શ્રી નડ્ડાજીએ ઉપસ્થિત સૌ મેયર અને ડે.મેયરશ્રીઓને બજેટના ઉપયોગ, ચાલતા વિવિધ વિકાસના પ્રકલ્પોનું મોનીટરીંગ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી મેયર અને ડે.મેયરને માર્ગદર્શન આપ્યું તે બદલ રાષ્ટ્રીય પુર્વ ઉપાધ્યક્ષ અને સુશાસન વિભાગના પ્રભારીવિનય સહસ્ત્રબુદ્ધેએ આભાર માન્યો તેમજ આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી હરદીપસુરી અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીદેવેન્દ્ર ફડણવીસએ ઉપસ્થિત રહી મેયર અને ડે.મેયરને માર્ગદર્શન આપ્યું તે બદલ આભાર વ્યકત કર્યો. વિજયજીએ જણાવ્યું કે, મેયર સંમેલનમાં વિવિધ રાજયોના મેયર અને ડે.મેયરશ્રીઓએ તેમના શહેરોમાં થયેલા વિવિધ વિકાસના કામોની ચર્ચા કરી અને શહેરોના વિકાસ વધુ સારી રીતે કરવા કેવા પ્રયાસો કરવા તે અંગે ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીયમંત્રી રૂતુરાજ સિંહાએ જણાવ્યું કે, આજે મેયર સમિટમાં અમદાવાદની શાન સમા હેરિટેજ સ્થળોની મુલાકાત લેવાનો અવસર મળ્યો તે જોતા દરેક શહેરમાં હેરિટેજ સ્થળોનો વિકાસ થાય તે જરૂરી છે. આ સંમેલન થકી શહેરોના વધુ સારો વિકાસ કેવી રીતે કરી શકાય તેના માટે દરેક સભ્ય પાસેથી જાણવા મળ્યું છે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહામંત્રીવિજયા રાહતકરે જણાવ્યું કે, મેયર સંમેલનમાં 112 રાજયોના મેયર અને ડે.મેયર ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતમાં સરદાર વલ્લભાઇ પટેલ સાહેબે નગરપાલિકામાં જે વિકાસના કાર્યો કર્યા હતા તેને આજે પણ જનતા યાદ કરે છે. આ સંમેલન થકી ગુજરાત આવવાનો અવસર મળ્યો અને ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોને જોઇ અમારા રાજયોના શહેરોમાં પણ વિકાસ કાર્યો કરવા માર્ગદર્શન મળ્યું છે.
આ કાર્યક્રમમાં દેશના પાંચ મોટા શહેરો જેવા કે ઇન્દોર મહાનગર દ્વારા જન ભાગીદારીથી સ્વચ્છતા,સુરત મહાનગર દ્વારા સ્માર્ટ ઇનોવેશન,પણજી દ્વારા જીરો લેન્ડ ફિલ ટાર્ગેટ,રાંચી દ્વારા આવકના સ્ત્રોતો અને બેંગ્લોર દ્વારા સ્માર્ટ વાહન વ્યવહારનું પ્રેસેન્ટેશન હાથ ઘરવામાં આવ્યું હતું અને દેશના તમામ મહાનગરોમાં આ મોડલ પર કામ કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેમની દ્રઢ ઇચ્છા શક્તિથી ગુજરાતમાં ખૂબ વિકાસ થયો છે. નરેન્દ્રભાઇ મોદી સાહેબે મુખ્યમંત્રી કાર્યાકળમાં નાગરીકોના હિતમાં હમેંશા કામ કર્યુ. ગુજરાતમાં ગરીબો માટે આવાસની વ્યવસ્થા કરી. રાજયોમાં આવતી દરેક સમસ્યાનો હલ કેવી રીતે કરવો તે નરેન્દ્રભાઇ મોદી સાહેબના કાર્યકાળમાં શિખવા મળ્યુ છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર થકી વિકાસની ગતી ઝડપી બની છે.
મેયર સમિટ સમાપન કાર્યક્રમમાં વિશિષ્ટ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, રાષ્ટ્રીય પુર્વ ઉપાધ્યક્ષ અને સુશાસન વિભાગના પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે , રાષ્ટ્રીયમંત્રી રૂતુરાજ સિંન્હા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.