અમદાવાદ
કોંગ્રેસના ધારાસભ્યના ફરિયાદ બાદ દર્દીઓ સાથે ગેરવર્તુણુંક કરનારી સિવિલની તબીબને સાઇડ પોસ્ટમાં મુકાઇ
કોગ્રેસના ધારાસભ્યના ફરિયાદ બાદ દર્દીઓ સાથે ગેરવર્તુણુંક કરનારી સિવિલ તબીબને સાઇડ પોસ્ટમાં મુકાઇ
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મહિલા ડોક્ટર દ્વારા ગાળો આપવાની ધટનામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મહીલા તબીબ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે, સાથે તેઓએ વિડીયો પણ શેર કર્યો છે,
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને ઉદ્દેશીને કહ્યુ છે કે તેમને સોશિયલ મિડીયા દ્વારા મળેલ માહિતી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ દર્દી સાથે દુરવ્યવહાર કર્યો છે, સાથે શુશિક્ષિત ડોક્ટર નિસહાય દર્દીઓને ગાળો આપતો
વિડીયો પણ તેઓએ જાહેર કર્યો છે,
વિડીયોમાં દર્દીઓ ડોક્ટર પાસેથી માહિતી સમજવવા પ્રયત્ન કરી રહ્યા છે તે દરમિયના તબીબે ગાળો આપીને જતી રહી છે,,તેમ દેખાય છે,, ત્યારે દર્દીના સગાએ આ મહિલા તબીબનો વિડીયો ઉતારી લીધો
એવામાં કોગ્રેસના ધારાસભ્યના ફરિયાદના આધારે અત્યારે સિવિલ સત્તાવાળાઓએ આ મહિલા તબીબને ક્લીનિકલ કામથી હટાવીને સાઇડ પોસ્ટમાં મુકી દેવાઇ છે, તેના એચ ઓ ડી સાથે પણ વાત કરી દેવાઇ છે કે ભવિષ્યમાં આવી
ઘટના ન બને તે માટે તમામ જુનિયર ડોક્ટર્સને સુચના આપી દેવાઇ છે,
અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !