ગાંધીનગર
પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોના મેડિકલનો ખર્ચ સાંભળીને ચોકી જવાશે
રાજયની ભાજપ સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” કાર્ડ ધ્વારા લોકોને 10 લાખ રૂપિયા સુધીની આરોગ્યલક્ષી સેવાઓ નો લાભ આપવામાં આવે છે પરંતુ જ્યારે ધારાસભ્યોની વાત આવે ત્યારે સરકાર સર્વોત્તમ મેડિકલ સુવિધા લઈને આવેલ ધારાસભ્યોના(MLA) લાખોના બિલના ચુક્વણા કરે છે. 14મી વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોના 5.72 કરોડના બિલ મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં કરવામાં આવેલી એક RTI માં માહિતી આપવામાં આવી છે કે 14 મી ગુજરાત વિધાનસભાના કાર્યકાળ દરમિયાન પૂર્વ અને ચાલુ ધારાસભ્યો ધ્વારા પોતાની અને પરિવારની મેડિકલ સેવાના 5.72 કરોડના બિલ સરકાર ધ્વારા પાસ કરવામાં આવ્યા હતા.
રાજ્યના 1,37,592 રૂપિયાનો પગાર મેળવતા રાજ્યના ધારાસભ્યોને રાજ્યના BPL કાર્ડ ધારકોને મળતા ગરીબ તરીકે ના લાભ કરતાં પણ મોટો લાભ આપવામાં આવે છે. રાજ્યના ગરીબો અને ઓછી આવક ધરાવતા લોકો માટે રાજ્ય સરકાર મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજનાના કાર્ડ આપે છે જ્યારે બીજી બાજુ લાખોપતિ ધારાસભ્યોના લાખોના મેડકીલ બિલ તરત મંજૂર કરી દેવામાં આવે છે.
ગજરાત વિધાનસભા સચિવાલય તરફથી માહિતી અધિનિયમ 2005 હેઠળ A4 સાઇઝના 69 પેજમાં માહિતી આપવામાં આવેલ છે જેમાં રાજ્યના 14 મી વિધાનસભાના ધારાસભ્યો ધ્વારા વિગતો આપવામાં આવી છે. જેમાં રાજયના કરોડપતિ ધારાસભ્યો પણ પ્રજાના પૈસે સારવાર કરવાનું ચૂક્યા નથી અને હાલ સરકારમાં બેઠેલા કેટલાક મંત્રીઓએ પણ સરકાર પાસેથી મેડિકલ બિલના નાણાં 13મી વિધાનસભા દરમિયાન મંજૂર કરાવ્યા હતા. જેની વિગતો RTIમાં મળેલ દસ્તાવેજોમાં ઉપલબ્ધ છે. માહિતી આપવામાં આવી કે રાજ્યમાં 14 મી વિધાનસભાના કાર્યકાળ દરમિયાન રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોએ રૂપિયા 5, 72,54,175 ના મેડિકલ સારવાર ના બિલ મંજૂર કરાવ્યા છે.
જેમાં સૌથી મોટું બિલ જોવા જઇએ તો ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડો અનિલ જોશિયારાનું હતું જે બિલ ની રકમ હતી રૂ. 1,00,00,000 અને બીજા બિલની રકમ હતી રૂ. 25,00,000 જે બિલ તારીખ 14-03-2022ના રોજ મૂકવામાં આવ્યું હતું.
પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય કે જેઑ પોતે ડૉક્ટર છે અને પોતાની હોસ્પિટલ છે તેમણે પણ બિલ મંજૂર કરાવ્યા હતા જે ત્રણ બિલ અલગ અલગ એવી રીતે રૂ. 12,172, રૂ. 13,029 અને રૂ. 83,602.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ધ્વારા પણ મેડિકલ બિલ મૂકવામાં આવ્યા હતા જે બિલ રૂ. 3,14,880, રૂ. 6,07,451 અને રૂ. 2,27,584 ના હતા.
– કૃષિ પ્રધાન રઘવજી પટેલે પણ મેડિકલ બિલ મંજૂર કરાવ્યા હતા, જે 6 બિલ મંજૂર કરાવ્યા હતા એ રૂ. 20,145, રૂ. 82,344, રૂ. 44,693, રૂ. 44,854, રૂ. 59,894 અને 48,385 ના હતા.
આ બિલો સાથે મળીને કૂલ 14 મી વિધાનસભામાં ધારાસભ્યો-પૂર્વ ધારાસભ્યો ધ્વારા કૂલ 5, 72,54,175 ના મેડિકલ બિલ વિધાનસભા સચિવાલયમાં રજૂ કર્યા હતા અને મંજૂર કરાવ્યા હતા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરોડપતિ ધારાસભ્યોને મેડિકલ બિલ ન લેવા કહ્યું હતું:
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જુલાઇ 2019ના વિધાનસભા સત્રમાં વિધાનસભા ગૃહમાં આરોગ્ય વિભાગની ચર્ચા દરમિયાન નીતિન પટેલે તમામ ધારાસભ્યને કહ્યું કે, મારી પાસે ધારાસભ્યના મેડિકલ બિલ આવે છે. કરોડોની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય મેડિકલ બિલ મોકલે છે, ફેક્ટરી અને હોટલ ધરાવતા ધારાસભ્ય મેડિકલ બિલ મેળવે છે. માસિક લાખ રૂપિયા પગાર ધરાવતા ધારાસભ્ય પણ મેડિકલ બિલ લે છે. નીતિનભાઈએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, હું ક્યારેય મેડિકલ બિલ લેતો નથી. કરોડો અને લાખોની આવક ધરાવતા ધારાસભ્યોએ પણ મેડિકલ બિલ ન લેવું કોઈએ.
ધારાસભ્યો કયા નિયમ મુજબ મેળવે છે લાભ:
જોવા જઇએ તો રાજ્યમાં વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો, ભૂતપૂર્વ ધારાસભ્યો અને તેમના પરિવારના સભ્યો કે જેઓ તેમની સાથે રહેતા હોય અને તેમના પર નિર્ભર હોય તેઓ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં મફત તબીબી સુવિધા મેળવવા માટે હકદાર છે. તેઓ નગરપાલિકાઓ, પંચાયતો, ગ્રાન્ડ-ઇન-એઇડ સંસ્થાઓ, G.M.E.R.S સરકારી મેડિકલ કોલેજો તેમજ ખાનગી મેડિકલ કોલેજ હોસ્પિટલો દ્વારા સંચાલિત હોસ્પિટલોમાંથી તબીબી સુવિધા માટે પણ હકદાર છે.
તદુપરાંત, ધારાસભ્યો અને તેમના પરિવારના સભ્યો કે જેઓ તેમની સાથે રહે છે અને તેમના પર નિર્ભર છે તેઓ પણ રાજ્યની કોઈપણ ખાનગી હોસ્પિટલોમાં ઇન્ડોર તેમજ આઉટડોર દર્દીઓ માટે તબીબી સુવિધા મેળવવા માટે હકદાર છે. ભૂતપૂર્વ સભ્યો અને તેમના પરિવારના સભ્યો કે જેઓ તેમની સાથે રહે છે અને તેમના પર નિર્ભર છે તેઓ પણ પેકેજ રેટ મુજબ રાજ્યની અંદરના દર્દીઓ તરીકે કોઈપણ ખાનગી હોસ્પિટલોમાં તબીબી સુવિધા મેળવવા માટે હકદાર છે. અને જ્યારે સારવાર બાદ મેડિકલ બિલ વિધાનસભા સચિવાલય