Connect with us

JAMNAGAR

જામનગરમાં આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં ઉપસ્થિત રહેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Published

on

જામનગરમાં આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં ઉપસ્થિત રહેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

-:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:-

ધાર્મિક આયોજનો માનવીના માનસિક ઉકળાટને શાતા આપવાનું કાર્ય કરે છે

છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ પહોંચે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે

પ્રત્યેક જીવને શિવ સમજીને રાજ્યના નાગરિકોને પાયાની સુવિધાઓ પુરી પાડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં રત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને કથાના માધ્યમથી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ભાગવત કથા પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી આરતિ સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભક્તજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ કઈ રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર પ્રજાની સાથે રહી નાનામાં નાની મુશ્કેલીમાં પણ હરહંમેશ મદદરૂપ થવા તૈયાર છે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરના આંગણે ભાગવત સપ્તાહના સુંદર આયોજન બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

મુખ્યમંત્રીએ વ્યાસપીઠ પર બિરાજેલ પૂજ્ય શ્રી રમેશભાઇ ઓઝા પાસેથી આશીર્વચન ગ્રહણ કર્યા હતા તેમજ સ્થાનિક આગેવાનો તથા આયોજકોએ મુખ્યમંત્રીનુ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિન્હ એનાયત કરીને સન્માન કર્યું હતું.

આ પ્રસંગે વલ્લભ બાવા, શ્રી શેરનાથ બાપુ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ.

મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જૂનાગઢ ગૌરક્ષા આશ્રમના મહંત પૂજ્ય શેરનાથજી બાપુ, જામનગર મોટી હવેલીના વલ્લભ બાવાશ્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી પ્રદીપભાઈ પરમાર, પૂર્વ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા, પૂર્વ સાંસદ શ્રી વલ્લભભાઈ કથિરીયા, ધારાસભ્ય શ્રી આર.સી. ફળદુ, શ્રી શૈલેષભાઈ પરમાર, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં સંતો મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત સૌ ભાવિકોએ કથાનું શ્રવણ કરી સંતોના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JAMNAGAR

ગુજરાતની ડબલ એન્જિન સરકારે લોકોના વિશ્વાસને સાથે રાખી વિકાસના અવિરત કાર્યો કર્યા છે : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

Published

on

ગુજરાતની ડબલ એન્જિન સરકારે લોકોના વિશ્વાસને સાથે રાખી વિકાસના અવિરત કાર્યો કર્યા છે : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર અને કાલાવડ તાલુકાને મળી રૂ.8 કરોડના વિકાસકાર્યોની ભેંટ

“વિશ્વાસ થી વિકાસ” કાર્યક્રમ અંતર્ગત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કાલાવડ ખાતેથી વિકાસના કાર્યોના ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કર્યા

કાલાવડ અને જામનગરમાં રૂ.7.09 કરોડની રકમના 272 વિકાસના કાર્યોના ઈ- ખાતમુહૂર્ત અને રૂ.66 લાખની રકમના 57 વિકાસ કાર્યોનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું

ગુજરાતની ડબલ એન્જિન સરકારે લોકોના વિશ્વાસને સાથે રાખી વિકાસના અવિરત કાર્યો કર્યા છે : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

Advertisement

 

ગુજરાત સરકાર દ્વારા તા.12 અને તા.13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.12 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી  રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  જામનગર અને કાલાવડ તાલુકાના વિસ્તારોમાં રૂ 8 કરોડની રકમના વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં રૂ.7.09 કરોડની રકમના 272 વિકાસકાર્યોનું ઈ- ખાતમુહૂર્ત અને રૂ.66 લાખની રકમના 57 વિકાસકાર્યોનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા જનતાની સુખાકારી માટે વિકાસના અવિરત કર્યો કરવામાં આવી રહ્યા છે. વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકાસકાર્યો નાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. અને દેશના વિકસિત અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા માટે ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જામનગર અને કાલાવડ તાલુકાના લોકોને વિવિધ વિકાસ કાર્યોની ભેંટ મળતા જનતાની સુખાકારીમાં ઉમેરો થશે. રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ડબલ એન્જિન સરકાર લોકોના વિશ્વાસને સાથે રાખીને વિકાસના અવિરત કાર્યો કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ સરકારે કરેલા કાર્યોની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે. ખેડૂત, મહિલા, બાળકો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, ઔધોગિક જેવા ક્ષેત્રોમાં વિકાસના અનેક કર્યો થઈ રહ્યા છે. છેવાડાના માનવીને પણ મદદરૂપ થઈને સરકાર લોકોપયોગી કાર્યો કરી રહી છે. અને લોકોની સુખાકારીમાં વધારો થયો છે. તમામ વર્ગના લોકોને સાથે રાખીને કાર્યો કરવા એ સરકારની નેમ છે. ત્યારે જામનગર જિલ્લાને પણ અનેક વિકાસકાર્યો ભેંટ મળવાથી લોકોને ફાયદો થશે.

આ કાર્યક્રમમાં મહાનુભાવોનું કઠોળની કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ “વિશ્વાસ થી વિકાસ” અંગેની ફિલ્મ નિહાળી હતી.

આ કાર્યક્રમમાં કલેકટર  ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી  મિહિર પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન  ગોમતીબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ  મુકેશભાઈ ડાંગરિયા,  હસમુખભાઈ ફાચરા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ,  હસુભાઈ વોરા,  અજમલભાઈ, જામનગર (ગ્રામ્ય) પ્રાંત અધિકારી  ધાર્મિક ડોબરીયા, કાલાવડ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી  ગોહિલ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન  હરીદેવ ગઢવી અને  શ્વેતા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

JAMNAGAR

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Published

on

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં
ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે
– વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

ડબલ એન્જિનની સરકારે કચ્છમાં વિકાસના કામો જેટગતિએ કર્યા છે
જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા

નારાણપર(રાવરી)ખાતે રૂા. ૧૯.૨૨ કરોડના ખર્ચે આકાર લેનારી ભુજ ભાગ-૨ જુથ પાણી પુરવઠા(સુધારણા) યોજનાનું વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની શાસનધુંરા સંભાળ્યા બાદ દેશનો વિકાસ અકલ્પનીય રીતે થઇ રહ્યો છે. વડાપ્રધાનની આગેવાનીમાં ભારત દેશ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે. દરેક નાગરીકોની જરૂરીયાતને ધ્યાને રાખીને સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે જેનાથી સુખાકારીમાં વધારો થયો છે. તેવું નારાણપર(રાવરી)ખાતે ભુજ ભાગ-૨ જુથ પાણી પુરવઠા(સુધારણા) યોજનાનું ખાતમુહૂર્ત કરતા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત થનારી રૂા. ૧૯.૨૨ કરોડની આ યોજના થકી ૪૧ ગામ અને ૧૨ પરાને પીવાના પાણીનો સીધો લાભ મળશે. આ યોજનાનું ખાતમુહૂર્ત કરતા વિધાનસભા અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું કે, નલ સે જલ યોજના વડાપ્રધાન દ્વારા અમલી કરાયા બાદ લોકોની પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. કચ્છમાં હાલ નર્મદાના પાણી છેવાડાના ગામડા સુધી મળી રહ્યા છે. આ યોજના સાકાર થયા બાદ આ વિસ્તારના ૪૧ ગામ, ૧૨ પરાને ફાયદો થશે. આ પ્રસંગે તેમણે નર્મદાના વધારાના પાણી કચ્છને મળતા ખેતી સમૃધ્ધ થશે તેવું જણાવતા ઉમેર્યું હતું કે, પાણી યોજના હેઠળ અગાઉ માત્ર નાગરીકોની જરૂરીયાત ગણીને આયોજન કરાતું હતું. પરંતુ હવેથી પશુઓને ૧૦૦ લીટર અને મનુષ્યને ૧૦૦ લીટર એમ જથ્થો ફાળવાશે. કચ્છમાં પશુઓની સંખ્યા વધારે હોવાથી આ માંગણી પણ પુર્ણ કરાઇ છે. તેમણે ટુંકસમયમાં રસ્તાના રીસર્ફેંસીંગ તથા નવીનીકરણનું કામ પણ હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર થકી કચ્છનો વિકાસ જેટગતિએ થયો છે. વિવિધ યોજનાઓ અમલી બની છે જેનો મહત્તમ લાભ લેવા તેમણે લોકોને અપીલ કરી હતી. નલ સે જલ ઉપલબ્ધ થતાં ખાસ કરીને મહિલાઓને બેડામાંથી મુક્તિ મળી છે, તેવું જણાવતા તેમણે વડાપ્રધાનશ્રી કચ્છ પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા હોવાથી તાજેતરમાં પીએમ કચ્છ આવ્યા ત્યારે જે રીતે લાખો કચ્છીઓએ સભામાં ઉપસ્થિત રહીને અપાર પ્રેમ આપ્યો તે બદલ તેમણે સૌનો આભાર વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચ હાજર રહીને વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યનું ખાસ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત સદસ્ય કુંવરબેન મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય પુરબાઇ વેકરીયા, રમેશદાન ગઢવી, નારણપર (રાવરી)સરપંચ ધનબાઇ પીંડોરીયા, નારણપર(પસાયતી)ના સરપંચ રમીલાબેન માતંગ , આગેવાન ભીમજીભાઇ જોધાણી, હરીભાઇ આહિર, હિતેશભાઇ ખંડોલ, સુરેશભાઇ જોષી તથા પાણી પુરવઠા બોર્ડના ચીફ ઇજનેર પકંજભાઇ નાગર, કાર્યપાલક ઇજનેર દિનેશભાઇ રામાનુજ, સુમિટોના જનરલ મેનેજર કિરણભાઇ ચાંદવાણી તથા સર્વ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading

JAMNAGAR

કચ્છમાં પાણીના મૂલ્યને સમજીને દરેક ખેડુત ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અપનાવે ડો.નીમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા

Published

on

કચ્છમાં પાણીના મૂલ્યને સમજીને દરેક ખેડુત ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અપનાવે

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

મેઘપરના એડમંડ ડેમની જળરાશિનું પૂજન કરીને વિધાનસભા અધ્યક્ષાશ્રીએ સિંચાઇ માટે કેનાલમાં પાણીની પધરામણી કરાવી : ૩૦૦ ખેડુતોને મળશે સિંચાઇનો લાભ

રૂ. ૨.૮૨ કરોડના ખર્ચે ડેમનુ સમારકામ અને ઊંડાઇ વધારવામાં આવતા જળરાશિનું પ્રમાણ વધ્યું : ડેમની ઉંચાઇ ૨ મીટર વધારવા કામગીરી કરાશે

મેઘપર ગામ પાસેના એડમંડ ડેમનું સમારકામ અને ઉંડાઇ વધારવા સહિતની કામગીરી કરાતા આ વરસાદી સિઝનમાં ડેમ બે વાર ઓગની ગયા બાદ સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવાની કામગીરી આજે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે સિંચાઇનો લાભ મેળવનારા ૩૦૦થી વધુ ખેડુતોને પાણીના વ્યયથી બચવા ફરજિયાત ડ્રીપઇરીગેશન પધ્ધતિથી પીયત કરવા અનુરોધ કર્યો હતો.
એડમંડ ડેમ ખાતે યોજાયેલા જળરાશિ પૂજન તથા કેનાલમાં પાણીના પધારામણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેઘપર ગ્રામવાસીઓ તથા આસપાસના વિસ્તારના ખેડુતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાનું મેઘપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનોએ આર્શીવચન આપીને સ્વાગત કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય એ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ ડેમનું નવું નામ ગ્રામજનોએ તથા સંતોએ સરદાર સરોવર કચ્છ એવું પાડ્યું છે તો આજથી જ આ નામથી ડેમને સંબોધિત કરતા જણાવુ છે કે, ગ્રામજનોની માંગણી મુજબ આગામી સમયમાં ડેમની કેપેસીટી વધારવાની કામગીરી અંતર્ગત ૨ મીટર ઉંચાઇ વધારવાનું કામ કરાશે. તેમણે એડમંડ સિંચાઇ પિયત સહકારી મંડળીને હજુ વધુ કિસાનો સિંચાઇનો લાભ મેળવે તે રીતનું આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કચ્છને ફાળવેલા નર્મદાના વધારાના પાણીની ૪ લીંક કેનાલનું ટુંકસમયમાં ખાતમુહૂર્ત કરાશે. જેનાથી ડેમ-તળાવ ભરવામાં આવશે. તેમણે નર્મદાના પાણીને કચ્છ સુધી પહોંચાડવા અથાગ પ્રયાસ કરનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતા જણાવ્યું હતું કે, કચ્છને એક બાળક તરીકે તેમણે ઉછેર્યું છે. ત્યારે નર્મદાના પાણી તથા વરસાદી પાણીનો વ્યય ન થાય તે જોવાની જવાબદારી કચ્છીઓની છે. તેમણે પ્રધાનમંત્રીના જન્મદિને દરેક વ્યકિત એક વૃક્ષ અથવા ગામ દિઠ ૫ હજારથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવા સર્વેને અનુરોધ કર્યો હતો. કચ્છમાં વરસાદને વધારવા જમીન વૃક્ષાચ્છાદિત કરવી જરૂરી હોવાથી દરેક કચ્છીઓ પાણી અને વૃક્ષોનું મહત્વ સમજે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પદાધિકારી, અધિકારી તથા સૌ ગ્રામજનોએ ડેમના કાંઠે વનભોજન કરીને પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, આગેવાન ભીમજીભાઇ જોધાણી, હરીભાઇ આહિર, ગોવિંદભાઇ હાલાઇ, ગોવિંદભાઇ પટેલ, શાન્તાબેન પટેલ, માવજીભાઇ હિરાણી, શીવજીભાઇ હાલાઇ, મેઘપર ઉપસરપંચ મંજુબેન હાલાઇ ,મયંકભાઇ તથા મોટીસંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.