અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત વિજિલન્સ કમિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત ‘‘કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસ’’ પુસ્તકનું વિમોચન કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત વિજિલન્સ કમિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત ‘‘કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસ’’ પુસ્તકનું વિમોચન કર્યુ
……
-: કાયદા મંત્રીની ઉપસ્થિતી :-
………..
એન્સ્યોરિંગ ઇન્ટીગ્રીટી લેશન્સ ફ્રોમ જ્યુડીશ્યરી-લેન્ડ માર્ક જજમેન્ટસ ઓન એન્ટીકરપ્શન – પબ્લિક સર્વન્ટ મિસકન્ડકટ એન્ડ રિલેટેડ આસ્પેકટસ: અન્વયે ૧૯પ૦ થી ર૦ર૧ સુધીમાં અપાયેલા ૧૧૦ જેટલા સિમાચિન્હ રૂપ ચુકાદાઓનો સંગ્રહ આવરી લેતું મહત્વપૂર્ણ પ્રકાશન
………….
જાહેર સેવકોની વર્તણૂક –તપાસ એજન્સીઓની ભૂમિકા અને કાર્યો-ભ્રષ્ટાચારના કેસો અને લાંચ રૂશ્વત વિરોધી કાયદા જેવા ક્ષેત્રોમાં ખાસ જજ ની સત્તા અને કાર્યપદ્ધતિ જેવી વિષયવસ્તુને સ્પર્શતું પુસ્તક ‘‘સ્વતંત્ર ભારત@75 સત્યનિષ્ઠાથી આત્મનિર્ભરતા’’ સાકાર કરશે
………..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત તકેદારી આયોગ અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત થયેલા કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.
એન્સ્યોરિંગ ઇન્ટીગ્રીટી લેશન્સ ફ્રોમ જ્યુડીશ્યરી, લેન્ડ માર્ક જજમેન્ટસ ઓન એન્ટીકરપ્શન, પબ્લિક સર્વન્ટ મિસકન્ડકટ એન્ડ રિલેટેડ આસ્પેક્ટસ એટલે કે (નિષ્ઠા પ્રત્યે પ્રતિબદ્ધતાઃ ન્યાયતંત્રમાંથી શિખ, કેટલાંક સિમાચિન્હરૂપ ચુકાદાઓ) શિર્ષક ધરાવતું આ પુસ્તક વકીલો, તપાસ અધિકારીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.
લોહપુરૂષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે જાહેર સેવાઓનું મહત્વ અને મુલ્કી સેવાની રાષ્ટ્રઘડતરમાં ઉપયોગિતા સમજીને સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-૧૯૪૭ તથા બ્રાઇબરી એન્ડ કરપ્શન પ્રિવેન્શન એક્ટ-૧૯૪૭ નામના બે કાયદાઓથી દેશમાં ભ્રષ્ટાચાર સામે કાયદાકીય માળખું ઉભું કરવાનો નવો રાહ કંડાર્યો હતો
ગુજરાત તકેદારી આયોગ અને GNLU એ સરદાર સાહેબના આ મૂલ્યોમાંથી પ્રેરણા લઇને નિષ્ઠા, ભ્રષ્ટાચાર નિવારણ, જાહેર સેવકોની ગેરવર્તણુંક તથા અન્ય મુદ્દાઓને આવરી લેતા વિવિધ અદાલતોના ૧૧૦ જેટલા સિમાચિન્હ રૂપ ચુકાદાઓનો ચુકાદાસંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત કર્યો છે
આ કોમ્પોન્ડીયમમાં વર્ષ ૧૯પ૦થી ર૦ર૧ સુધીના જે ૧૧૦ જેટલા લેન્ડ માર્ક જજમેન્ટસ આવરી લેવાયા છે તેમાં સુપ્રિમકોર્ટના ૭૭, જુદી જુદી હાઇકોર્ટના ર૬, સેશન્સ કોર્ટના-ર અને વિશ્વના દેશોની કોર્ટસના પાંચ જજમેન્ટનો સમાવેશ થાય છે
જાહેર સેવકોની વર્તણુક, તપાસ એજન્સીઓની ભૂમિકા અને કાર્યો, ભ્રષ્ટાચારના કેસો અને લાંચ-રૂશ્વત વિરોધી કાયદા જેવા ક્ષેત્રોમાં ખાસ જજની સત્તા અને કાર્યપદ્ધતિ જેવી બાબતો આ ચુકાદાસંગ્રહમાં વણી લેવામાં આવેલી છે.
આ પુસ્તક તૈયાર કરવામાં રાજ્યના વિજીલન્સ કમિશનર અને વરિષ્ઠ નિવૃત સનદી અધિકારી શ્રીમતી સંગીતા સિંઘ, GNLU ડીરેકટર ડૉ. સંજીવી શાંતાકુમાર, યુનિવર્સિટીના આસીસ્ટન્ટ પ્રોફેસર શ્રી તરૂણ તેમજ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી આદિત્ય ગોર નું મહત્વનું પ્રદાન રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તકનું વિમોચન કર્યુ તે અવસરે કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, વિજીલન્સ કમિશનર શ્રીમતી સંગીતા સિંઘ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, ડાયરેક્ટર એ.સી.બી અનુપમસિંહ ગેહલોત, એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી, સરકારી વકીલ મનિષાબહેન લવકુમાર, ડાયરેક્ટર પ્રોસીક્યુશન જગરૂપસિંહ રાજપૂત તેમજ GNLU ના ડાયરેક્ટર શાંતાકુમાર, તરૂણ અને એડવોકેટ આદિત્ય ગોર ઉપસ્થિત રહ્યા હતા.