By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત વિજિલન્સ કમિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત ‘‘કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસ’’ પુસ્તકનું વિમોચન કર્યુ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત વિજિલન્સ કમિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત ‘‘કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસ’’ પુસ્તકનું વિમોચન કર્યુ
અમદાવાદગુજરાત

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત વિજિલન્સ કમિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત ‘‘કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસ’’ પુસ્તકનું વિમોચન કર્યુ

Web Editor Panchat
Last updated: August 25, 2022 7:47 pm
Web Editor Panchat Published August 25, 2022
Share
SHARE

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત વિજિલન્સ કમિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત ‘‘કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસ’’ પુસ્તકનું વિમોચન કર્યુ
……
-: કાયદા મંત્રીની ઉપસ્થિતી :-
………..
એન્સ્યોરિંગ ઇન્ટીગ્રીટી લેશન્સ ફ્રોમ જ્યુડીશ્યરી-લેન્ડ માર્ક જજમેન્ટસ ઓન એન્ટીકરપ્શન – પબ્લિક સર્વન્ટ મિસકન્ડકટ એન્ડ રિલેટેડ આસ્પેકટસ: અન્વયે ૧૯પ૦ થી ર૦ર૧ સુધીમાં અપાયેલા ૧૧૦ જેટલા સિમાચિન્હ રૂપ ચુકાદાઓનો સંગ્રહ આવરી લેતું મહત્વપૂર્ણ પ્રકાશન
………….
જાહેર સેવકોની વર્તણૂક –તપાસ એજન્સીઓની ભૂમિકા અને કાર્યો-ભ્રષ્ટાચારના કેસો અને લાંચ રૂશ્વત વિરોધી કાયદા જેવા ક્ષેત્રોમાં ખાસ જજ ની સત્તા અને કાર્યપદ્ધતિ જેવી વિષયવસ્તુને સ્પર્શતું પુસ્તક ‘‘સ્વતંત્ર ભારત@75 સત્યનિષ્ઠાથી આત્મનિર્ભરતા’’ સાકાર કરશે

………..
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત તકેદારી આયોગ અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત થયેલા કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.
એન્સ્યોરિંગ ઇન્ટીગ્રીટી લેશન્સ ફ્રોમ જ્યુડીશ્યરી, લેન્ડ માર્ક જજમેન્ટસ ઓન એન્ટીકરપ્શન, પબ્લિક સર્વન્ટ મિસકન્ડકટ એન્ડ રિલેટેડ આસ્પેક્ટસ એટલે કે (નિષ્ઠા પ્રત્યે પ્રતિબદ્ધતાઃ ન્યાયતંત્રમાંથી શિખ, કેટલાંક સિમાચિન્હરૂપ ચુકાદાઓ) શિર્ષક ધરાવતું આ પુસ્તક વકીલો, તપાસ અધિકારીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.
લોહપુરૂષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી  સરદાર વલ્લભભાઇ પટેલે જાહેર સેવાઓનું મહત્વ અને મુલ્કી સેવાની રાષ્ટ્રઘડતરમાં ઉપયોગિતા સમજીને સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-૧૯૪૭ તથા બ્રાઇબરી એન્ડ કરપ્શન પ્રિવેન્શન એક્ટ-૧૯૪૭ નામના બે કાયદાઓથી દેશમાં ભ્રષ્ટાચાર સામે કાયદાકીય માળખું ઉભું કરવાનો નવો રાહ કંડાર્યો હતો
ગુજરાત તકેદારી આયોગ અને GNLU એ સરદાર સાહેબના આ મૂલ્યોમાંથી પ્રેરણા લઇને નિષ્ઠા, ભ્રષ્ટાચાર નિવારણ, જાહેર સેવકોની ગેરવર્તણુંક તથા અન્ય મુદ્દાઓને આવરી લેતા વિવિધ અદાલતોના ૧૧૦ જેટલા સિમાચિન્હ રૂપ ચુકાદાઓનો ચુકાદાસંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત કર્યો છે
આ કોમ્પોન્ડીયમમાં વર્ષ ૧૯પ૦થી ર૦ર૧ સુધીના જે ૧૧૦ જેટલા લેન્ડ માર્ક જજમેન્ટસ આવરી લેવાયા છે તેમાં સુપ્રિમકોર્ટના ૭૭, જુદી જુદી હાઇકોર્ટના ર૬, સેશન્સ કોર્ટના-ર અને વિશ્વના દેશોની કોર્ટસના પાંચ જજમેન્ટનો સમાવેશ થાય છે
જાહેર સેવકોની વર્તણુક, તપાસ એજન્સીઓની ભૂમિકા અને કાર્યો, ભ્રષ્ટાચારના કેસો અને લાંચ-રૂશ્વત વિરોધી કાયદા જેવા ક્ષેત્રોમાં ખાસ જજની સત્તા અને કાર્યપદ્ધતિ જેવી બાબતો આ ચુકાદાસંગ્રહમાં વણી લેવામાં આવેલી છે.
આ પુસ્તક તૈયાર કરવામાં રાજ્યના વિજીલન્સ કમિશનર અને વરિષ્ઠ નિવૃત સનદી અધિકારી શ્રીમતી સંગીતા સિંઘ, GNLU ડીરેકટર ડૉ. સંજીવી શાંતાકુમાર, યુનિવર્સિટીના આસીસ્ટન્ટ પ્રોફેસર શ્રી તરૂણ તેમજ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી આદિત્ય ગોર નું મહત્વનું પ્રદાન રહ્યું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તકનું વિમોચન કર્યુ તે અવસરે કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, વિજીલન્સ કમિશનર શ્રીમતી સંગીતા સિંઘ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, પોલીસ મહાનિદેશક  આશિષ ભાટિયા, ડાયરેક્ટર એ.સી.બી  અનુપમસિંહ ગેહલોત, એડવોકેટ જનરલ  કમલભાઇ ત્રિવેદી, સરકારી વકીલ  મનિષાબહેન લવકુમાર, ડાયરેક્ટર પ્રોસીક્યુશન જગરૂપસિંહ રાજપૂત તેમજ GNLU ના ડાયરેક્ટર  શાંતાકુમાર,  તરૂણ અને એડવોકેટ આદિત્ય ગોર ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ-વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ 

પૂર્વ ગૃહ રાજય પ્રધાન વિપુલ ચૌધરી ના સમર્થનમાં અર્બુદા સેના એ દિયોદર બંધનું આપ્યું એલાન

જન્મ દિવસની ઉજવણીમાં ભીડ જોઇને નેતાજી કેમ થયા દંગ !

ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે ભાજપ કયા સિનિયર નેતાઓને સોપી શકે છે ગુજરાત બહાર મોટી જવાબદારી !

નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જીવન ખપાવી દેનારા નવયુવાનની અદ્ભૂત કહાણી

TAGGED:bhupendra patelcmgujarat
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?