Connect with us

panchmahal

સમાજના છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે-સાધન-સહાય આપી સ્વમાનભેર જીવતા કર્યા છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

Published

on

ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો પંચમહાલ આદિજાતિ વિસ્તાર ગોધરાથી રાજ્યવ્યાપી
પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

: ૧૩માં તબક્કામાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળા અભિયાન અંતર્ગત
૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે :-

મુખ્યમંત્રી
૧૨ તબક્કામાં ૧પ૬૭ ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી ૧.૬૫ કરોડ દરિદ્રનારાયણોને ૩૪,૫૯૬ કરોડના લાભ-સહાય હાથોહાથ પહોંચાડ્યા છે
ગરીબો અને વંચિતોને સરકારી યોજનાનો લાભ હાથોહાથ આપી તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ગરીબ કલ્યાણ મેળાથી પડખે ઊભી છે
આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે સમાજના છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે-સાધન-સહાય આપી સ્વમાનભેર જીવતા કર્યા છે
.
પંચમહાલ જિલ્લામાં ૩૫,૫૮૩ ઉપરાંત લાભાર્થીઓને ૨૮૧ કરોડની વિવિધ સહાયનું વિતરણ

મુખ્યમંત્રીએ પંચાયત વિભાગની વિવિધ ૨૨ જેટલી યોજનાઓને સમાવી લેતી
‘આગેકૂચ’ કોફી ટેબલ બુકનું કર્યું વિમોચન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબોના સશક્તિકરણ માટેના ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો આદિજાતિ વિસ્તાર ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગરીબો, વંચિતોને સરકારી યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડી તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર તેમની પડખે ઊભી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રીનો પદભાર સંભાળતાં જ તેમના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત, અંત્યોદય ઉત્થાનને અગ્રતા આપશે. આ વાતને ગરીબ કલ્યાણ મેળાએ સુપેરે ચરિતાર્થ કરી છે.

Advertisement

મુખ્યમંત્રીએ આદિજાતિ જિલ્લા પંચમહાલ-ગોધરાથી આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવતાં એકજ દિવસમાં ૩પ,પ૮૩ ઉપરાંત લાભાર્થીઓને ર૮૧ કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યુ હતું.
રાજ્યના અન્ય જિલ્લા મથકોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૩મી કડીના આ ગરીબ કલ્યાણ મેળાઓ તા.૧૪ અને ૧પ બે દિવસ માટે ૩૩ જિલ્લા અને ૪ મહાનગરો મળી ૩૭ સ્થળોએ યોજાવાના છે.
રાજ્ય સરકારના કાર્યમંત્ર હર હાથ કો કામ, હર કામ કા સન્માનનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકારી યોજનાઓના લાભો અને સહાય સીધેસીધા ગરીબોને હાથોહાથ આપવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨ તબક્કામાં ૧પ૬૭ ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી ૧.૬૫ કરોડ દરિદ્રનારાયણોને ૩૪,૫૯૬ કરોડના લાભ-સહાય હાથોહાથ પહોંચાડવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં ૩૫,૫૮૩ ઉપરાંત લાભાર્થીઓને ૨૮૧ કરોડની વિવિધ સહાયનું મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પંચાયત વિભાગની વિવિધ ૨૨ જેટલી યોજનાઓને સમાવી લેતી ‘આગેકૂચ’ કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી વિકાસની રાજનીતિના બે દાયકાના ફળ આપણે સૌ ચાખી રહ્યા છીએ. તેમણે ગુજરાતમાંથી ગરીબી દૂર કરવા સાથે રોજગારી આપવા અને ઉદ્યોગોના વિકાસ સાથે લોકોને ધંધારોજગાર આપવા માટેનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. દરેક ક્ષેત્રમાં વિકાસ કરીને વંચિતોને યોજનાકીય લાભો આપવાનું તેમણે શરૂ કર્યું છે. જેના ફળ આપણને આજે મળી રહ્યા છે.
વડાપ્રધાનના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતમાં સુવ્યવસ્થિત માર્ગો, પીવાનું શુદ્ધ પાણી, ૨૪ કલાક વીજળી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો, તેમ કહેતા પટેલે ઉમેર્યું કે, આ પાયા ઉપર અમારી સરકાર વધુ તેજ ગતિથી આગળ ધપી રહી છે.
ગુજરાતમાં મહત્તમ ઔદ્યોગિક મૂડીરોકાણ આવે તે માટે નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલાના પરિણામે આજે ગુજરાતમાં મોટા ઉદ્યોગસમૂહો કાર્યરત થયા છે અને તેના કારણે મૂડીરોકાણ વધવાની સાથે લોકોને રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. ગુજરાત વિદેશી રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. દાયકાઓથી ગુજરાત સમગ્ર દેશમાં રોજગારી આપવામાં અગ્રેસર છે. એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. .
તેમણે ઉમેર્યું કે, પહેલા માત્ર એક પોકેટમાં જ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. રોજગારી માટે વડોદરાથી વાપી સુધીના પટ્ટામાં જ જવું પડતું હતું. તેની સામે પાયાની ભૌતિક અને આંતરમાળખાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના કારણે આજે તાલુકાકક્ષાએ પણ ઉદ્યોગો સ્થપાયા છે અને લોકોને સ્થાનિક રોજગારી મળતી થઇ છે. જેના કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
ડબલ એન્જીન સરકારનો લાભ ગુજરાતને મળી રહ્યો છે, તેની ભૂમિકા આપતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પાકા આવાસો, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ જોડાણ, જનધન યોજનામાં બેંક ખાતા, પી.એમ સ્વનિધિમાં નાના ફેરિયાઓને ગેરેંટી વિનાની લોન સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત નલ સે જલ અંતર્ગત ગુજરાતમાં ૯૮ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.
આદિજાતિ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે એ માટે મેડિકલ અને ઇજનેરી કોલેજો શરૂ કરવામાં આવી છે. જેના કારણે આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પ્રાપ્ત થઇ છે.
મુખ્યમંત્રીએ ગોધરા જિલ્લા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે, કડાણા ડેમમાંથી પાનમ ડેમમાં પાણી નાખવાની યોજનાને રાજ્ય સરકાર દ્વારા તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજના સાકાર થતાં ખેડૂતો માટે સિંચાઇનું પાણી ઉપલબ્ધ થશે.
વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આત્મનિર્ભર ગુજરાત થકી સાકાર કરવા સૌને સાથે મળી આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું કે અંત્યોદયની ભાવના સાકાર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો માર્ગ પ્રશસ્ત કરી વંચિતોને તેમને મળવાપાત્ર લાભો એક છત્ર હેઠળ આપવાની કાર્યશૈલી વિકસાવી છે અને તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આગળ વધારી છે. છેલ્લા બે દાયકાથી સર્વસમાવેશક નીતિથી સરકારે જનવિશ્વાસ સંપાદિત કર્યો છે. સ્પષ્ટ નીતિ અને સાફ નિયતને કારણે ગુજરાતે વિકાસના અનેક કીર્તિમાન સ્થાપ્યા છે.
પ્રારંભમાં કલેકટરશ્રી સુજલ મયાત્રાએ સૌનો આવકાર કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયાએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો જયદ્રથસિંહજી પરમાર, સી. કે. રાઉલજી, સુમનબેન ચૌહાણ, જિલ્લા પ્રભારી રાજેશભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, અધિક વિકાસ કમિશનર અર્જુનસિંહ રાઠોડ, પ્રભારી, અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત લાભાર્થીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

panchmahal

ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

Published

on

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” પ્રાંત કક્ષાના કાર્યક્રમનું કરાયું આયોજન

ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

સરકારે છેવાડાના વ્યક્તિ અને દરેક કુટુંબની ચિંતા કરી છે,આજે છેવાડાનો વ્યક્તિ પણ આત્મનિર્ભર બન્યો છે. – ધારાસભ્ય સી કે રાઉલજી

 

ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજય-જિલ્લા-પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે ધારાસભ્ય સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અત્રે વિવિધ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાઉલજીના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોની તકતીનું લોકાર્પણ કરાયું હતું. ઉપસ્થિત તમામ લોકોએ વિશ્વાસ થી વિકાસ યાત્રા ફિલ્મને નિહાળી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાઉલજીએ પોતાના ઉદ્દબોધનામાં જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષના સમયગાળામાં જિલ્લામાં સિંચાઇ,આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અનેક વિકાસના કાર્યો થયા છે. તેમણે પાનમ વિસ્તારમાં સિંચાઇ માટે જણાવ્યું કે અગાઉ ૩૨૪ કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવાઇ હતી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પંચમહાલની મુલાકાત લઈ આ વિસ્તારમાં સિંચાઇ માટે વધુ ૧૨૮ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. આનાથી સિંચાઇ ક્ષેત્રે છેલ્લા ૧૫ વર્ષથી ચાલી આવેલ સમસ્યાને હલ કરવામાં આવી છે. સરકારશ્રી તરફથી ગોધરા ખાતે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા ઓવબ્રિજ, રેલ્વે ઓવરબ્રિજ સહિતના કાર્યો માટે ૧૧૮ કરોડની માતબર રકમ ફાળવાઇ છે. પંચમહાલ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બને તેના અનુસંધાને રૂપિયા ૧૪૧ કરોડના ખર્ચે નવીન મેડિકલ કોલેજની મંજૂરી મળી છે. શિક્ષણ માટે વિજોલ મુકામે ૧૦૦ એકર જમીનમાં યુનિવર્સીટી માટેનું કાર્ય પૂર્ણ થવાના આરે છે. આજે આયુષ્યમાન યોજના થકી જિલ્લાના દરેક વ્યક્તિને ૫ લાખનું વિમા કવચ મળ્યું છે. ગોધરા ખાતે નવીન ટાઉનહોલ માટે ૫ કરોડની રકમ મંજૂર થયેલ છે. નળ સે જળ યોજના અંતર્ગત જિલ્લામાં ૮૦ ટકા કાર્ય પૂર્ણ થયેલ છે. સરકારશ્રી તરફથી છેવાડાના વ્યક્તિ અને દરેક કુટુંબની ચિંતા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત તરફથી શાબ્દિક સ્વાગત અને ભાભોર તરફથી આભારવિધિ કરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લામાં વિશ્વાસ થી વિકાસ યાત્રા પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં ૩ કરોડ ૧૬ લાખ ૯૦ હજાર રૂપિયાના કુલ ૨૦૨ કામોનું ખાતમુર્હુત અને ૧ કરોડ ૬૪ લાખ ૧૦ હજાર રૂપિયાના ૮૪ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજના આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય સુમનભાઈ ચૌહાણ, ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન બારીયા, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર, ગોધરા અને કાલોલ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.