ચેતન કમાન્ડોએ અમૃત મહોત્સવની કરી ઉજવણી
આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે,ગુજરાત પોલીસ નુ ગૌરવ,શોર્ય,સમર્પણ અને શૂરવીરતા નું સરનામું એટલે ચેતક કમાન્ડો ફોર્સ.સાસન પ્રશાસનના મજબૂત ઇરાદા અને પરિશ્રમ થકી અત્યંત આધુનિક આર્મ-ઇકવિપમેન્ટ થી સુસ્સજ ગુજરાત ની શાન સમુ આ દળ કટક આપદા માં અડીખમ ઉભુ રહી યશ કલગી શમું દીપી રહ્યું છે,માનવસર્જિત વિપદા હોય કે કુદરત સર્જિત હોનારત જે પણ ટાસ્ક મળે છે એને પોતાની હિમ્મત,કોઠાસૂઝ અને ખુમારી થી સામનો કરે છે.
NSG ની તર્જ પર બનેલું આ ટાસ્ક ફોર્સ ATS ના ભાથામાં રહેલું અમોઘ શસ્ત્ર છે, ગુજરાતની સૌથી યુવાન એવી આ કમાન્ડો ફોર્ષના માથા પર બાંધેલા કફન,દિલમાં દેશ પ્રેમ,આંખોમાં બહાદુરી અને ખુમારીની ચમકને જોઇને આપણી છાતી 56 ની થઈ જાય છે જ્યારે સામે દુશ્મન હોય ત્યારે એમના હાજા ગગડાવી દે છે,રાજ્ય સરકાર તથા ગુજરાત પોલીસના ભરોસા અને વિશ્વાસ પર ખરા ઉતરતા આ કમાન્ડો થકી આપણે અને આપણું રાજ્ય સુરક્ષિત છે.
આજે શનિવાર ના રોજ ડભોડા સ્થિત હનુમાન મંદિર ના ફરતે ગામ ની ભાગોળે DGP ગુજરાત રાજ્ય ની સૂચના થી SP ચેતક કમાન્ડો સાહેબ ચિંતન તેરૈયા નાઓના માર્ગદર્શન માં નોડલ ઓફિસર Dysp કે.એમ.ઝાલા, PI ડી.એમ.પટેલ તેમજ PI એન. બી.બારોટ ટીમ માં સામેલ રહી તિરંગા યાત્રા પરેડ નું આયોજન સફળતા પૂર્વક કરેલ..જેને અનેક લોકો એ ઉત્સાહ પૂર્વક નિહાળી