ઇન્ડિયા
રાષ્ટ્રિય કોંગ્રેસમાં બદલાવ શરુ,ગુજરાતમાં ક્યારે થશે બદલાવ ચર્ચાતો સવાલ
રાષ્ટ્રિય કોંગ્રેસમાં બદલાવ શરુ,ગુજરાતમાં ક્યારે થશે બદલાવ ચર્ચાતો સવાલ
ઉદયપુરમાં પહેલી જ વાર પક્ષમાં હિન્દીમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો : તમામ નેતાઓને સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેવા કહેવાયું, પ્રચાર પ્રસાર વધુ મજબૂત કરાશે
દેશની સૌથી જૂની પાર્ટીઓમાંની એક કોંગ્રેસ આ દિવસોમાં પોતાને નવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહી છે. હકીકતમાં, પાર્ટીના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના પ્રવક્તા/નેતાઓને ટીવી ચર્ચાઓ અને પ્રેસ કોન્ફરન્સ/ભાષણો દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નામનો ઉપયોગ કરવાની સલાહ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વાસ્તવમાં, પાર્ટી તેના નવા નામ સાથે આ સંદેશ આપવા માંગે છે કે કોંગ્રેસ એ જ ભારતીય પાર્ટી છે, જેણે દેશ માટે આઝાદીની લડાઈ લડી હતી. એવી દલીલ કરવામાં આવી રહી છે કે ઘણીવાર ભાજપ કોંગ્રેસના રાષ્ટ્રવાદ અને કોંગ્રેસ નેતૃત્વની ભારતીયતા પર સવાલ ઉઠાવતા રહે છે.
તેથી, હવે પુનરોચ્ચાર કરવો જરૂરી છે કે કોંગ્રેસ પક્ષ ભારતીય છે, ભારતીયતામાં વિશ્ર્વાસ રાષ્ટ્રવાદી છે અને કોંગ્રેસનું નેતૃત્વ પણ ભારતીય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં ઉદયપુરમાં પાર્ટીનો પ્રસ્તાવ હિન્દીમાં વાંચ્યો હતો અને તે હિન્દીમાં જ જારી કરવામાં આવ્યો હતો. પછીથી તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. કોંગ્રેસ પક્ષમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે હિન્દીમાં ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા અને બાદમાં અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી હંમેશા અંગ્રેજીમાં ઠરાવો પસાર કરવામાં આવતા હતા અને પછી તેનો હિન્દી અનુવાદ મીડિયાને ઉપલબ્ધ કરાવવામાં આવતો હતો.
કોમ્યુનિકેશન વ્યૂહરચના બદલતા, કોંગ્રેસ પાર્ટીએ સમિતિની રચના પછી તરત જ 2024 માટે રચાયેલ ટાસ્ક ફોર્સની બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને ખાસ બોલાવવામાં આવ્યા હતા અને તસવીરો તાત્કાલિક મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી હતી જેથી સામાન્ય કાર્યકરોને કોંગ્રેસનો સંદેશ મળી શકે. ઉદયપુરમાં, પાર્ટીએ નવ સંકલ્પ શિવિરમાં સંચારને મૂળભૂત રીતે બદલવાનો ઠરાવ પસાર કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હંમેશા માને છે કે અન્ય પાર્ટીની પ્રચાર પ્રણાલી કોંગ્રેસ કરતા ઘણી સારી છે અને જે રીતે પ્રચાર કરે છે તેમાંથી તેમણે શીખવાની જરૂર છે.