Uncategorized
સાબરકાંઠામાં ભાજપની જુથબંધી ડુબાડશે ચંદ્રકાંત પાટીલની નાવ !
સાબરકાંઠામાં ભાજપની જુથબંધી ડુબાડશે ચંદ્રકાંત પાટીલની નાવ !
સાબરકાંઠા જિલ્લામાં ભારતિય જનતા પાર્ટીમાં જુથબંધી ચરમસીમાએ પહોચી છે, જેમાં એક ભારતિય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ છે તો બીજી તરફ યુવા નેતાઓ છે, બન્ને જુથો એક બીજાને પછાડવા માટે
રાજકીય કાવા દાવા ખેલી રહ્યા છે જેના કારણે જિલ્લામા ભાજપની સંગઠન શક્તિને મોટુ નુકશાન થઇ રહ્યુ છે, કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે જો આવુ જ ચાલતુ રહ્યુ તો રાજકીય ઓપરેશનોનો કોઇ મતલબ રહેશે નહી
ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ગુજરાત વિધાનસભાને કોંગ્રેસ મુક્ત કરવાની નેમ સાથે 182 બેઠકો જીતવા માટે દિન રાત એક કરી રહ્યા છે, તેઓ પોતે અને તેમની ટીમ અથાક પરિશ્રમ કરી રહી છે, ત્યારે
તેમના સ્વપનાને ચકનાચુર થાય અને મહેનત ઉપર પાણી ફરી વળે તેવી રીતે સાબરકાંઠા જિલ્લા ભાજપમાં આતંરિક રીતે જુથો એક બીજાને પછાડવા માટે તન મન ધન લગાવી રહ્યા છે જેથી વિરોધીઓના કપડા કાઢીને બેઆબરુ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે, સાબરકાંઠા જિલ્લામાં 2017 પ્રમાણે સાત બેઠકો પૈકી 3 બેઠકો ભાજપ જ્યારે ચાર બેઠકો કોગ્રેસ પાસે હતી
જેમાં ભાજપમા
પ્રાતિંજ ગજેન્દ્ર સિહ પરમાર
હિમ્મત નગર રાજેન્દ્ર સિહ ચાવડા
ઇડર હિતુ કનોડીયા
જ્યારે કોંગ્રેસ પાસે
બાયડ- કોંગ્રેસ જશુ પટેલ
ખેડ બ્રેહ્મા અશ્વિન કોટવાલ કોંગ્રેસ
મોડાસા- રાજેન્દ્ર સિહ ઠાકોર કોંગ્રેસ
ભીલોડા- સ્વર્ગિય ડો અનિલ જોશિયારા કોંગ્રેસ પાસે બેઠક હતી
વડા પ્રધાન નરેન્દ્રમોદી 27 વરસથી ભાજપના ગઢ બનેલ ગુજરાતને જાળવી રાખવા માટે ખુદ ફોકસ કરતા હોય છે, તેઓ ખુદ પોતાની ઉમર 72 વરસની હોવા છતાં પણ અવાર નવાર સતત ગુજરાતનો પ્રવાસ કરતા હોય છે
જેથી કાર્યકર્તાઓ અને પ્રજામાં ભાજપનો પ્રભાવ જળવાઇ રહે,,ત્યારે બીજી તરફ સાબરકાંઠા જિલ્લા ભાજપના નેતાઓ પોતાનો આંતરિક સ્વાર્થ સાધવા માટે એક બીજાને કેવી રીતે પછાડી શકાય એની રણનીતિ તૈયાર કરી રહ્યા છે
ભીલોડાના સ્વર્ગસ્થ ડો અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા, ખેડાબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, સાથે સતત સંપર્કમાં રહીને પીએમ મોદીએ સમગ્ર ઓપરેશન દિલ્હીથી પાર પાડ્યું, જેથી સાબરકાંઠામાં ભાજપ મજબુત થાય,, ત્યારે બીજી તરફ ચૂંટણીના આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય હરિફોને ખતમ કરવા છેલ્લી પાયરીની લડાઇ શરુ થઇ ચુકી છે,
રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ
સુત્રોની વાત સાચી માનીએ તો એક તરફ સાબરકાંઠાના સાંસદ, દિપ સિહ રાઠોડ, હિમ્મત નગરના બે ટર્મના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ચાવડા સહિતના કાર્યકર્તાઓ એક તરફ છે, તો બીજી તરફ પ્રથમ ટર્મમાં સત્તાનો સ્વાદ ચાંખીને
મોટા બનેલા યુવા નેતા ગજેન્દ્ર સિહ પરમાર, હિતેશ પટેલ, સિધ્ધાર્થ પ્રફુલ ભાઇ પટેલ સહિતની ટીમ જોવા મળી રહી છે, આ બન્ને જુથો એક બીજાને પછાડવામાં કોઇ કસર છોડી નથી રહ્યા, તેના મુળમાં સત્તાની લડાઇ છે,
મહત્વની વાત એ છે કે ભુપેન્દ્ર પટેલની સરકાર બની એ સમયે સાબરકાંઠા જિલ્લાના સિનિયર ધારાસભ્ય અને ક્ષત્રિય નેતા રાજેન્દ્ર સિહ ચાવડા મંત્રી પદ માટે મજબુત દાવેદાર મનાતા હતા, જો કે તેમના બદલે યુવા નેતા પ્રથમ ટર્મમાં ચુંટાયેલા ગજેન્દ્ર સિહ પરમારનો પ્રધાન પદમાં નબર લાગી ગયો, અને શરુ થઇ ગઇ લડાઇ,,
સુત્રો કહે છે કે ગજેન્દ્ર સિહ પરમારને ટિકીટ અપવવામાં સાસંદ દિપ સિહ રાઠોડે મોટી ભુમિકા ભજવી હતી, પણ ચૂંટાયા બાદ સ્થિતિ બદલાઇ અને દિપ સિહ રાઠોડ રાજનિતીક ચેલો પહેલવાનની ભુમિકામાં આવી ગયો,અને પોતાના
ગુરુ સામે જ દાવ રમવા માંડ્યો,,, સ્થાનિક કાર્યકર્તાઓ કહે છે કે સાંસદ દિપ સિહ રાઠોડના પુત્ર રણજીત સિહ રાઠોડ પણ પ્રાંતિજ બેઠક માટે મજબુત દાવેદાર મનાય છે, અને જે રીતે ગજેન્દ્ર સિહ કથિત અનૈતિક સબંધને લઇને ચર્ચામાં આવ્યા છે જેના કારણે પ્રાંતિજમાં રાજકીય સમિકરણો બદલાઇ શકે છે,
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !