ગાંધીનગર
અગ્નિ વીર ભરતી માં એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે તાલીમ વર્ગમાં જોડાવા જોગ
અગ્નિ વીર ભરતી માં એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે તાલીમ વર્ગમાં જોડાવાજોગ
જિલ્લાના વધુમાં વધુ યુવાનો આર્મી ભરતીમાં ઉત્તીર્ણ થઇ રોજગાર મેળવી શકે તેવા હેતુથી એડમિટ કાર્ડ
મેળવેલ ઉમેદવારોને પરીક્ષા પૂર્વે બૌદ્ધિક કસોટી માટેની તૈયારીઓ કરાવવામાં આવશે
તાજેતરમાં આર્મી ભરતી કચેરી અમદાવાદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ , અમદાવાદ ખાતે યોજાયેલ અગ્નિવીર ભરતી રેલીમાં
ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેમણે તમામ શારીરિક માપદંડ પૂર્ણ કરી મેડિકલ પાસ કરીને એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 15 દિવસથી બિન નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવનાર છે, જેમાં એડમિટ કાર્ડ
મેળવેલ ઉમેદવારોને પરીક્ષા પૂર્વે બૌદ્ધિક કસોટી માટેની તૈયારીઓ કરાવવામાં આવશે જેથી જિલ્લાના વધુમાં વધુ યુવાનો આર્મી
ભરતીમાં ઉત્તીર્ણ થઇ રોજગાર મેળવી શકે આથી ગાંધીનગર જિલ્લાના તમામ ઉમેદવારો કે જેઓને આર્મી ભરતીની લેખિત પરીક્ષા
આપવાની હોય તેઓએ રોજગાર કચેરી ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
15 દિવસીય તાલીમ વર્ગમાં જોડાવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી , ગાંધીનગર સી-વિંગ' પ્રથમ માળ, સહયોગ
સંકુલ, સેક્ટર 11 ગાંધીનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે વધુ માહિતી માટે સંપર્ક કરો – 63 57 39 0 3 90