કાળો કાયદો રદ્દ કરવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવો- રધુ ભાઇ દેસાઇ
હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે
શહેરોમાં પશુઓ માટે લાયસંસ લેવા મુદ્દે હવે માલધારી સમાજ 18મીએથી આદોલન શરુ કરશે, જેને લઇને તેઓએ ખાટલા બેઠકો શરુ કરી દીધી છે
માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી ભાઇ દેસાઇએ જણાવ્યુ છે કે 156 તાલુકા અને 8 મહાનગર પાલિકા વિસ્તારમાં માલધારીઓ દ્વારા ખાટલા બેઠક આદોલન કરાશે
રાજ્યની ભાજપ સરકારે ગાયો અને ગોવાળોના વિરોધ કાળો કાયદો લાવી છે, શહેરી વિસ્તારમાં ગામડાઓને ભેળવીને સરકારી પડતર જમીન અને ગૌચરો
તેમના માનિતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનો સરકાર કાળો કાયદો લાવી છે, જેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં માલધારી મહાપંચાયત દ્વારા
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સવારે 11 વાગ્યે ધરણા પ્રદર્શન યોજાશે,
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ભાવનગર, ગાંધીનગર સુરેન્દ્રનગર કચ્છ ભુજ સહિતના વિસ્તારોમાં ખાટલા બેઠકો માલધારી સમાજે શરુ કરી દીધી છે
રાધનપુરના ધારાસભ્ય રધુ દેસાઇએ કહ્યુ છે કે ભાજપ સરકારે ભુતકાળની જેમ નિર્દોષ સમાજને લોલીપોપ આપીને છેતર્યા છે,
તેવી જ રીતે અત્યારે માલધારી સમાજને પણ સરકાર છેતરવા નિકળી છે, અમારી એક જ રજુઆત છે ગુજરાત સરકાર તાત્કાલિક એક દિવસનો
સત્ર બોલાવે અથવા કાળો કાયદો રદ્દ કરવાની લેખિતમાં ખાતરી આપે,
જ્યારે વિરમગામના ધારાસભ્ય લાખા ભાઇ ભરવાડે કહ્યુ હતું કે ગુજરાતમાં માલધારી મહાપંચાયત દ્વારા 18મીએ ધરણા અને 19મીએ ગાંધીનગરમાં
અચોક્કસ મુદ્દતનો ઉપવાસ આદોલન શરુ કરાશે એ માટે પોલીસની મંજુરી માંગવામાં આવી છે,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !