અમદાવાદ

કેડિલા હેલ્થકેર ના ચેરમેન પંકજ પટેલ આઈ આઈ એમ અમદાવાદના ચેરમેન બન્યા

Published

on

કેડિલા હેલ્થકેર ના ચેરમેન પંકજ પટેલ આઈ આઈ એમ અમદાવાદના ચેરમેન બન્યા

કેડિલા હેલ્થકેર ના ચેરમેન પંકજ પટેલની IIM અમદાવાદ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.ત્યારે નોંધનીય છે કે જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા પંકજ પટેલને ચેરપર્સન બનાવવામાં આવ્યા છે.તેઓ છેલ્લા 8 વર્ષથી IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય છે અને ઝાયડસ લાઈફસાયન્સના ચેરમેન છે. 1961માં સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તેઓ આઈઆઈએમએના 14મા અધ્યક્ષ છે.
તેઓ ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યા બાદ પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version