અમદાવાદ
કોણ કહ્યુ આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીશું
સી.આર. પાટીલ એ અમારા કાર્યકર્તાઓ ને ફોન પર ધાક ધમકી આપી: ગોપાલ ઈટાલિયા
સી.આર. પાટીલે લિંબાયતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ધમકી આપીઃ ગોપાલ ઈટાલિયા
અમે ઈચ્છીએ છીએ કે પોલીસ સી.આર. પાટીલની ધરપકડ કરે: ગોપાલ ઈટાલિયા
સી.આર. પાટીલના ઈશારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છેઃ ગોપાલ ઈટાલિયા
સી.આર. પાટીલના કહેવાથી ફ્રિ વીજળી આંદોલનના હોર્ડિંગ્સ અને બેનરો ફાડી નાખવામાં આવી રહ્યા છે: ગોપાલ ઈટાલિયા
સી.આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીશું: ગોપાલ ઈટાલિયા
ફ્રિ વીજળી આંદોલનને લાખો લોકોનું સમર્થન મળી રહ્યું છેઃ ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા, ગામડાઓમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ આંદોલનને ગુજરાતભરમાંથી લોકોનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. આ આંદોલનમાં લાખો લોકો જોડાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં હોર્ડિંગ્સ, બેનરો, પોસ્ટરો લગાવીને ફ્રી વીજળી આંદોલનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપવા પર સરકારની આવી નવી ગાઇડલાઇન !
અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપી રહી છે અને 1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાનું શરૂ થઇ જશે, તો ગુજરાત સરકાર પાસે અમારી માંગ છે કે ભાજપ સરકાર ગુજરાતની જનતાને લૂંટવાનું બંધ કરે અને ગુજરાતમાં પણ 300 યુનિટ ફ્રી વીજળી આપવાનું શરૂ અથવા વીજળી સસ્તી કરે.
ફ્રી વીજળી આંદોલન દ્વારા જે જાગૃતિ ફેલાવવામાં આવી છે તે પછી હવે ગુજરાતની જનતા પણ કહી રહી છે કે વીજળી ફ્રી થવી જોઈએ અને ભાજપે વીજ કંપનીઓ સાથેની મિલીભગત બંધ કરી પ્રજાને ફાયદો થાય તે રીતે વીજળી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી !
આ ફ્રી વીજળી આંદોલન ઘણું સફળ થઇ રહ્યું છે, તે વાતનો અંદાજો સૌ કોઈ એ વાત પરથી લગાઈ શકે છે કે, ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના ઈશારે અમારા કાર્યકર્તા અને નેતાઓની ઠેર-ઠેર અટકાયત કરવામાં આવી રહી છે, અમારા પર કેસ કરવામાં આવી રહ્યા છે, અમારા હોર્ડિંગ્સ અને બેનરો તોડી નાખવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસો પહેલા સી.આર. એ તમામ હદો વટાવી દીધી.
સી.આર. પાટીલની ગુંડાગીરીની રાજનીતિથી સમગ્ર ગુજરાત વાકેફ છે, પરંતુ થોડા દિવસો પહેલા સી.આર. પાટીલએ બધી મર્યાદા ઓળંગી દીધી. ‘આપ’ના કાર્યકર્તા પંકજ તાહિરે સમગ્ર લિંબાયતમાં ફ્રી વીજળી આંદોલનના પોસ્ટરો અને બેનરો લગાવ્યા અને વીજળી આંદોલનના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું. લિંબાયતમાં ફ્રી વીજળી આંદોલન માટે મળી રહેલું અભૂતપૂર્વ જન સમર્થનથી પરેશાન, સી.આર. પાટીલે પંકજભાઈ તાહિરને ફોન કરીને તેમને ધમકી આપી. સી.આર. પાટીલે કહ્યું, “તમારામાં એટલી હિંમત આવી ગઈ છે કે તમે લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છો. હવે હું જોઉં છું કે તમને કોણ બચાવે છે.”
કોંગ્રેસના કયા નેતાએ કહ્યુ રોહન ગુપ્તાને ભાજપ સાથે સાઠ ગાંઠના કારણે ચેરમેન પદેથી હટાવાયા !
આજે જનતાની સામે અમે સી.આર. પાટીલની વાસ્તવિકતા ઉજાગર કરવા અમે અહીં આવ્યા છીએ અને અહીંથી અમે લિંબાયત પોલીસ સ્ટેશન જઈને સી.આર. પાટિલ વિરુદ્ધ FIR પણ નોંધવાના છીએ. અને અમે ઇચ્છિએ છીએ કે પોલીસ દ્વારા ગુંડાગીરીની માનસિકતા વાળા સી.આર. પાટીલની ધરપકડ થાય. ચૂંટણીના એફિડેવિટમાં સી.આર. પાટીલે જે નંબર આપ્યો હતો તે જ નંબર પરથી પંકજભાઈ તાહિર ને ફોન આવ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે સી.આર. પાટીલે જ ફોન પર ધમકી આપી હતી.
અગ્નિપથ યોજના અમલમાં મૂકીને ભાજપ સરકાર દેશના જવાનોનું અપમાન કરી રહી છેઃ ઇસુદાન ગઢવી
પંકજભાઈ તાહિર જે પહેલા ભાજપના નેતા હતા. પરંતુ જયારે આમ આદમી પાર્ટી આવી તો તેમને આમ આદમી પાર્ટીનું કામ સારું લાગ્યું એટલે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પણ આ વાત સી.આર. પાટીલ ને જરાય ગમી નથી. વધુમાં પંકજભાઈ મરાઠી સમાજ એટલે કે સી.આર. પાટીલ ના સમાજથી આવે છે અને તે કેવી રીતે પાર્ટી છોડી શકે એ વિચારથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. પણ આજે સી.આર. પાટીલએ જે ગુંડાગીર્દી કરી છે તેની સામે અમે લડવાના છીએ. ન્યાય માટે જે કઈ પગલાં ભરવા પડશે તે આમ આદમી પાર્ટી ભરશે. અમે સી.આર. પાટીલથી જરાય ડરતા નથી અને હવે આમ આદમી પાર્ટી સી.આર. પાટીલની ગુંડાગીર્દી ગુજરાતમાં નહિ ચાલવા દે.
હાર્દીકને કોણે કહ્યુ ચિરકુટ, ભગોડા પટેલ-શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને નોકરી અપાવ !
વધુમાં ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું કે, સૂત્રો પાસેથી તેમને જાણવા મળ્યું છે કે જૂની ટીજીબી અને હાલની લા મેરેડિઅન હોટલ માં જે શિવસેનાના ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે તેમને ગઈકાલ રાત્રે કમિશનર ને સીધી સૂચના આપીને સી.આર. પાટીલ દ્વારા આખી રાત ટોર્ચર કરવામાં આવ્યા છે. તેમાંથી બે-ત્રણ શિવસેનાના ધારાસભ્યો એ ભાગવાની કોશિશ કરતા ક્રાઇમ બ્રાન્ચ ની મદદ થી એક-બે ધારાસભ્યોને નવસારી થી પકડી લેવામાં આવ્યા છે, એક-બે ધારાસભ્યો ને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈને બળજબરીથી ઘેન ના ઇન્જેકશનો આપવામાં આવ્યા છે. આમ સી.આર. પાટીલે અને ઇન્ચાર્જ કમિશ્નરે આખી રાત તે ધારાસભ્યોને ખુબ જ ટોર્ચર કરવાનું કામ કર્યું છે. આ ઘટનાના પુરાવા માટે મીડિયા જન ઈચ્છે તો હોટલ અને સિવિલ હોસ્પિટલના CCTV કેમેરા માં ચકાસણી કરી શકે છે.
આ પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયાની સાથે લિંબાયતના કાર્યકર્તા પંકજભાઈ તાહિર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દ્વારા સી.આર. પાટીલના ફોન કોલ સંબંધિત માહિતી મીડિયા સમક્ષ મૂકવામાં આવી હતી.