Connect with us

DAHOD

પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે આચાર્ય દેવવ્રત રાજ્યપાલ 

Published

on

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે પ્રાકૃતિક કૃષિ : રાજ્યપાલશ્રી

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત : – પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે

પ્રાકૃતિક કૃષિથી ઓછા ખર્ચે પૂરતું ઉત્પાદન મળે છે : જળ જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે… પરિસંવાદ યોજાયો

ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે… પરિસંવાદમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. રાજ્યપાલ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે.
આ પ્રસંગે રાજયપાલે જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા આહ્વાન કર્યું છે. જેને સાકાર કરવા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ઉપાડયું છે.

Advertisement

દાહોદ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી.
પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપતા રાજ્યપાલ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું અત્યંત મહત્વ છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. જયારે ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત અને ઘનજીવામૃત બનાવવામાં આવે છે. જે કલ્ચરનું કાર્ય કરે છે અને પ્રાકૃતિક ખાતર તરીકે વાપરી શકાય છે. જીવામૃત –ઘનજીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે. જે જમીનમાં રહેલા ખનીજતત્વોનું શોષી શકાય તેવા સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. જેનું શોષણ કરી છોડ પોષણ મેળવે છે. અને જમીનની ફળદ્રપતામાં વધારો થાય છે. રાજ્યપાલશ્રીએ અળસીયાને ખેડૂતોના મિત્ર ગણાવ્યા હતા. અળસીયા જમીનમાં અસંખ્ય છેદ બનાવી જમીનને નરમ બનાવે છે. જમીનમાં પૂરતો ઓક્સિજન મળે છે. અને આ છિદ્રો દ્રારા પાણી જમીનમા ઉતરતા કુદરતી રીતે જળસંચય થાય છે.

રાજયપાલે જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવા માટે આચ્છાદન એટલે કે મલ્ચીંગના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, મલ્ચિંગથી જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ છે. જેનાથી પાણીની પચાસ ટકા જેટલી બચત થાય છે. નિંદામણની સમસ્યા હલ થાય છે અને અળસીયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ બની રહે છે. તેમને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં મિશ્ર પાકના મહત્વને પણ સમજાવ્યું હતું.ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ પદ્ધતિ ગણાવી હતી

. તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં વર્મિકંમ્પોસ્ટ બનાવવાનો ખર્ચ થાય છે. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. જેના કારણે ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે અને ખર્ચ વધવાના કારણે ઓર્ગેનિક કૃષી
ખેડૂતો માટે લાભકારી નથી જયારે પ્રાકૃતિક કૃષિમાં કૃષિખર્ચ નહિંવત આવે છે. ઉત્પાદન ઘટતું નથી, જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી જમીન ફળદ્રુપ બને છે અને સરવાળે ખેડૂતો માટે લાભકારી સાબિત થાય છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન દિનપ્રતિદિન ઘટતું જાય છે. આના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કંગાળ બની રહી છે. રાસાયણિક કૃષિના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. દૂષિત ખાધાન્ન આરોગવાથી લોકો કેન્સર, હ્રદયરોગ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યાં છે. રાસાયણિક કૃષિના દૂષ્પરિણામોથી બચવાનો મજબુત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ હોવાનો જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. કૃષિ ખર્ચ ઘટે છે અને ઉત્પાદન પૂરતું મળવાને કારણે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પાછળ કેન્દ્ર સરકારને વર્ષે અઢી લાખ કરોડનો આર્થિક બોજ સહન કરવો પડે છે.
રાજયપાલે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કરી ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા સૌને પ્રેરિત કર્યા હતા.
સાંસદ શ્રી જસંવતંસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશ કૃષિ ક્ષેત્રે હરળફાળ વિકાસ કરી રહ્યો છે. દાહોદ જિલ્લો પણ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં અગ્રેસર છે. પ્રાકૃતિક કૃષિએ અત્યારના સમયની માંગ છે. જયારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકશાન થઇ રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતીએ પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વની છે.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ સફળતા પૂર્વક કરી રહેલા ૯ જેટલા ખેડૂતોને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ બાબતની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ દર્શાવાઇ હતી. જે ખેડૂતોએ રસપૂર્વક નિહાળી હતી. પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મહાનુભાવો તેમજ ખેડૂતોએ મુલાકાત લીધી હતી.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહ્વાન બાદ દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો છે. જિલ્લામાં અત્યારે ૧૨૫૦૦ એકરમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે. જિલ્લાના ૧૩ હજારથી વધુ કૃષિકારોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. દરેક ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાન સ્વરૂપે સઘન કામગીરી થઇ રહી છે.
જિલ્લા વિકાસ અધિકારીનેહા કુમારીએ જણાવ્યું કે, ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી થાય એ માટે પ્રયાસો કરાઇ રહ્યાં છે ત્યારે  અહીંના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત થયા છે.
આ વેળાએ વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય બચુભાઇ ખાબડ, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, સ્ટેટ નોડલ અધિકારી આત્મા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પટેલ, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેક્ટર  એ.બી. પાંડોર,  જિથરાભાઇ,  પર્વતભાઇ, શંકરભાઇ અમલીયાર, સુધીરભાઇ કનૈયાલાલ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

DAHOD

ગુજરાતે છેલ્લા બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે – રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર

Published

on

વિશ્વાસથી વિકાસ યાત્રા – ઝાલોદ પ્રાંત કક્ષા કાર્યક્રમ- દાહોદ

રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં કાર્યક્રમ યોજાયો

ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના રૂ. ૩.૫૯ કરોડને ખર્ચે પૂર્ણ થનાર ૧૨૮ વિકાસ કાર્યોનો પ્રારંભ, રૂ. ૩.૦૩ કરોડને ખર્ચે સંપન્ન ૧૪૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી

ગુજરાતે છેલ્લા બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે – રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર

રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજયમંત્રી ડો. ડીંડોરે અહીંથી ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના રૂ. ૩.૫૯ કરોડને ખર્ચે પૂર્ણ થનાર ૧૨૮ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે. જ્યારે આ તાલુકાઓના રૂ. ૩.૦૩ કરોડને ખર્ચે સંપન્ન ૧૪૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે.
ઝાલોદની કે.આર. દેસાઈ કોલેજ ખાતેથી સંબોધન કરતા રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા ગરીબ-સામાન્ય માણસના કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોનો લાભ તેમના સુધી પહોંચતો કર્યો છે. તેમણે સંવિધાનના મૂળ લક્ષોને ધ્યાને રાખીને તેની યોગ્ય અમલવારી થકી સામાન્ય માણસોનું હિત સાધ્યું છે. ઉપેક્ષિત, પીડિત લોકો સુધી હવે વિકાસના ફળ પહોંચ્યા છે.
રાજ્યમાં છેલ્લા બે દાયકામાં વિકાસની નવી ક્ષિતિજોને સર કરી છે તેમ જણાવતા તેમણે કહ્યું કે, સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અને મહત્વનાં નિર્ણયોની યોગ્ય અમલવારી થકી આ બાબતમાં સફળ થઇ છે. રાજકારણ હોય કે નોકરી ક્ષેત્રે મહિલાઓને અનામતની સફળ ફાળવણી થકી મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની છે. મહિલાઓના હકો અને અધિકારો માટે સરકાર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી જયારે મુખ્યમંત્રી હતા, ગુજરાતમાં જયોતિગ્રામ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અને અત્યારે રાજ્યના ગામે ગામ વીજળી મળી રહી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પાકા રસ્તાઓ, ગરીબ માણસનું પોતાનું પાકું મકાન સહિતની અનેક પાયાની કામગીરી થકી સામાન્ય માણસનું જીવનધોરણ ઊચું આવ્યું છે. સામાન્ય લોકોને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ મળતી થઇ છે.
તેમણે ઉમેર્યું કે, શિક્ષણ સુવિધાઓ પણ હવે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ મળતી થતા વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે. અગાઉ વિજ્ઞાન પ્રવાહની શાળા-કોલેજોના અભાવે અનુસુચિત જાતિની મેડીકલની સીટો ખાલી રહેતી હતી. પરંતુ અત્યારે આદિવાસી સમાજના ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ મેડીકલનો અભ્યાસ કરી રહ્યાં છે. જે શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન દર્શાવે છે.
તેમણે જણાવ્યું કે, આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓએ આઝાદી માટે કરેલા અમૂલ્ય બલિદાનોને વિસારી દેવાયા હતા. જેનો કયાંય ઉલ્લેખ નહોતો. પ્રધાનમંત્રીશ્રીએ ભગવાન ગોવિંદગુરૂ સ્મુતિ વનનો રૂ. ૪૦ કરોડથી વધુને ખર્ચે વિકાસ કરી તેનો પર્યટક સ્થળ તરીકે વિકાસ કર્યો છે. અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના વિરતાભર્યા ઇતિહાસને સામે લાવવાનું કાર્ય કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઝાલોદ ખાતેથી વિકાસકાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત વિશે જણાવતા તેમણે કહ્યું કે, ઝાલોદમાં ૪૭, સંજેલીમાં ૩૯, ફતેપુરામાં ૪૨ એમ કુલ ૧૨૮ વિકાસ કાર્યોનો અનુક્રમે રૂ. ૧.૧૯ કરોડ, રૂ. ૯૬ લાખ અને રૂ. ૧.૪૪ કરોડ એમ કુલ રૂ. ૩.૫૯ કરોડના કામોનો આજથી પ્રારંભ કરાયો છે. જયારે ઝાલોદમાં ૩૭, સંજેલીમાં ૪૮ અને ફતેપુરામાં ૬૦ એમ કુલ ૧૪૫ કરોડના વિકાસકાર્યોના અનુક્રમે રૂ. ૧.૪૧ કરોડ, રૂ. ૯૮ લાખ અને રૂ. ૬૪ લાખ એમ કુલ રૂ. ૩.૦૩ કરોડના વિકાસકાર્યો સંપન્ન થતા આજે નાગરિકોને સમર્પિત કરીએ છીએ.
રાજ્યની વિકાસની ગતિ કોઈ અટકાવી શકે તેમ નથી એમ જણાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ  શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, રાજ્ય સામે અનેક પડકારો હોવા છતાં રાજ્ય તેજ ગતિથી વિકાસ કાર્યોને સંપન્ન કરી નાગરિકોને ભેટ આપી રહી છે તેમજ નવા વિકાસ કાર્યોને જનકલ્યાણ માટે સત્વરે પ્રારંભ કરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યનો બમણી ગતિએ વિકાસ થઇ રહ્યો છે.
કાર્યક્રમમાં વિશ્વાસથી વિકાસ યાત્રા બાબતની ડોક્યુમેન્ટ્રી બતાવાઇ હતી. જેને ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળી હતી.
આ વેળાએ કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા, પ્રાંત અધિકારી, ઝાલોદ, અગ્રણી શંકરભાઇ અમલીયાર, નરેન્દ્રભાઈ સોની, અત્રેની કોલેજના આચાર્યશ્રી તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

Advertisement

 

 

 

 

.

Advertisement
Continue Reading

DAHOD

રાહુલ ગાંધીએ કેમ કહ્યુ કે હવે ગુજરાતમા ચાલશે અમુલ મોડેલ !

Published

on

રાહુલ ગાંધીએ કેમ કહ્યુ કે હવે ગુજરાતમા ચાલશે અમુલ મોડેલ

Advertisement

રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કરતા કહ્યુ કે હવે દેશમાં અમૂલ મોડેલ ચાલશે,,તેઓએ આદિવાસીઓને આહ્વવાન કર્યુ કે ભાજપ સરકાર તમને કઇ નહી આપે
જે તમારુ છે તે તમે હાંસિલ કરો,,આ પીએમ નરેન્દ્રમોદીથી માંડી સ્થાનિક રાજ્ય સરકાર ઉપર પણ પ્રહાર કર્યા,, તો સાથે કોગ્રેસ સંગઠનને પણ આડકતરી રીતે સહકારથી ચાલવાની સલાહ આપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. રાહુલ ગાંધી જ્યારે આવી પહોંચ્યા હતા ત્યારે સૌએ બે હાથ ઊંચા કરી તેમને આવકાર આપ્યો હતો તેમજ સમગ્ર સભામંડપ જય આદિવાસી, જય જોહર અને લડેંગે-જીતેંગેના નારાથી ગુંજી ઊઠ્યો હતો, જ્યાં પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. હર્ષદભાઈ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપમાં જવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા.

પીએમ મોદીએ ભારતના બે ભાગ કર્યા – રાહુલ ગાંધી
સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ તેમણે ગુજરાતમાં શરૂ કર્યું એ આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યા છે. એક, અમીરોનું, જેમાં અમુક મોટા અમીર લોકો છે, જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. બીજું, ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી એને ભારતમાં લાગુ કરાયું. કોંગ્રેસને બે ભારત નથી જોઇતા. અમને એવું ભારત જોઇએ, જેમાં સૌને સમાન હક્ક હોય, બધાને તમામ સુવિધા મળે.


નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી – રાહુલ ગાંધી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુપીએમાં અમે કોશિશ કરી જળ, જંગલ, જમીન આપને મળે. મનરેગાનો કાયદો આપ્યો. કરોડો લોકોને મનરેગાનો ફાયદો થયો. પૂછ્યા વિના જમીન નહીં લેવાય. નરેન્દ્ર મોદીએ લોકસભામાં મનરેગાની મઝાક ઉડાવી. કહ્યું, મનરેગા હું રદ નહીં કરું. નોટબંધી કરી જનતાને લાઈનમાં લગાવી, ફાયદો અમીરોને થયો. જીએસટી લાગુ કર્યો, એવો જીએસટી બનાવ્યો કે ગરીબોને નુકસાન થાય, અમીરોને ફાયદો થાય. એક હિન્દુસ્તાન, જેમાં કોઈ કાયદો નહીં. બીજું, હિન્દુસ્તાન ગરીબોનું, જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું.

આ પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે, આદિવાસી જે ઇચ્છશે એ ગુજરાત સરકાર કરશે, બે-ત્રણ લોકો નહીં, જનતાનો અવાજ સરકાર ચલાવશે. અમે છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું, વાતો નહીં કરીએ, ગેરન્ટી આપીશું. આ એક પબ્લિક મીટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ તેમણે ગુજરાતમાં શરૂ કર્યું એ આજે ભારતમાં કરી રહ્યા છે, જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે.

જીગ્નેશ મેવાણીને સંધર્ષશિલ નેતા ગણાવતા રાહુલ ગાંધી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસીઓને શિક્ષણ, રોજગાર, આરોગ્ય કશુંયે ન મળ્યું. અમે તમારા અવાજને આંદોલનના માધ્યમથી બહાર કાઢવા માગીએ છીએ. કોંગ્રેસના આ અવાજને એટલો મજબૂત કરો કે પીએમને સંભળાય. આખા વિશ્વમાં ગુજરાત એવું રાજ્ય, જ્યાં આંદોલન કરવા માટે પણ પરમિશનની જરૂર છે. હું જિજ્ઞશ મેવાણીને ઓળખું છું, તેને તમે 10 વર્ષની પણ જેલ કરશો તોપણ કાંઇ ફરક નહિ પડે. અમે જનતા મોડલ ફરીથી ગુજરાતમાં લાવવા માગીએ છીએ, જ્યાં જનતાનો અવાજ સરકાર ચલાવે. આજે બે-ત્રણ લોકો જનતાને ચલાવે છે, લોકો ચૂપ બેસી રહે છે. તમને સત્યની ખબર છે, તમારે એ સત્ય માટે લડવું પડશે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે, જ્યાં આદિવાસીઓનો અવાજ હશે, આદિવાસી MLA હશે અને આદિવાસી જે ઇચ્છશે એ સરકાર કરશે.

વિકાસની દરેક ઈંટ પર આદિવાસીઓનો હાથ – રાહુલ ગાંધી
કોરોના પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે પીએમ કહે છે થાળી વગાડો, 3 લાખ લોકો મર્યા પણ ટીવી પર એક જ ચહેરો દેખાય છે, એ પણ નરેન્દ્ર મોદીનો. હાલની સરકારે સરકારી શાળાઓ બંધ કરી, ખાનગીકરણ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકાસની દરેક ઈંટ પર આદિવાસીઓનો હાથ છે.

ગુજરાતામાં અમૂલ મોડેલ ચાલશે- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો સહકારનો મોડેલ ચાલશે, અમૂલનો મોડેલ ચાલશે, જેમાં તમામ સમાજના લોકોના સહકારથી રાજ્ય અને દેશ ચાલશે, સુત્રોની માનીએ તો
રાહુલ ગાંધીએ આ કહીને કોગ્રેસના નેતાઓ પણ સહકાર સાથે કામ કરે,,પક્ષમાં કોઇ કેટલાક લોકોથી નહી ચાલે,, પણ તમામના સહયોગ થી ચાલશે,

બાળકોએ પુછ્યુ તમે સીએમ છો,, જવાબ મળ્યો હુ તમારો દાદા છું

Advertisement

ભાજપમાં સામેલ થયેલ તબીબોથી કયા ધારાસભ્યોની કપાશે ટિકીટ !

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.