ગાંધીધામ કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિકભાઈ બારોટ પોતાના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
હાર્દિકભાઈ બારોટ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચુંટણી પ્રભારી ગુલાબસિંગ યાદવની ઉપસ્થિતીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.
હાર્દિકભાઈ બારોટ ગાંધીધામ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તથા તેઓ એક સામાજિક આગેવાન તથા ઉદ્યોગપતિ તરીકે પણ સારી એવી નામના ધરાવે છે: આપ
આજે ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર અને જનતાની સેવા કરવાવાળા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ
આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ડરીને, આજે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે: આપ
વેપારી વર્ગના નાનાથી લઈને મોટા વેપારીઓ સુશાસન સ્થાપિત કરવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ
અરવિંદ કેજરીવાલે વેપારીઓ સાથે ભાગીદારીની સરકાર બનાવવાની ગેરંટી આપી છે: આપ
ગુજરાતના દરેક વેપારી જાણી ગયા છે કે તેમની એ અપેક્ષા ફક્ત અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જ પૂરી કરી શકે છે: આપ
દિલ્હીમાં જે પ્રમાણે અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે વેપાર કરવાનું વાતાવરણ ઊભું કરી આપ્યું છે તેવું જ ગુજરાતના વેપારીઓ ગુજરાતમાં પણ ઈચ્છે છે: આપ
આજે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ, જાતિ – ધર્મના લોકો આમ આદમી પાર્ટીને એક મોકો આપવાનું નક્કી કરીને બેઠા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ત્રણ ચાર મહિનાથી સતત ગુજરાતમાં આવી રહ્યા છે અને ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની ઊંઘ હરામ થઈ ગઈ છે. એટલા માટે જ આજે ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસના ષડયંત્રને સફળ નહીં થવા દે. આજે ભાજપ અને કોંગ્રેસના પણ ઈમાનદાર અને જનતાની સેવા કરવાવાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સાથે સાથે દરેક જાતિ ધર્મના લોકો અને દરેક વર્ગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.
આ કડીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. ગાંધીધામના કોંગ્રસ નેતા હાર્દિકભાઈ બારોટ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચુંટણી પ્રભારી ગુલાબસિંગ યાદવની ઉપસ્થિતીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હાર્દિકભાઈ બારોટ પોતાના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હાર્દિકભાઈ બારોટ ગાંધીધામ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તથા તેઓ એક સામાજિક આગેવાન તથા ઉદ્યોગપતિ તરીકે પણ સારી એવી નામના ધરાવે છે. સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે તથા વેપારીઓના પ્રશ્નોના મુદ્દે તેઓ હંમેશા લડત આપતા રહ્યા છે. હાર્દિકભાઈ બારોટ જેવા આગેવાનના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે.
પાછલા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, પરંતુ આજ સુધી ભ્રષ્ટ ભાજપે ક્યારેય વેપારીઓ વિશે વિચાર્યું નથી. જેના કારણે વેપારીઓ ખૂબ જ કંટાળી ગયા છે. તેઓ ટેક્સ ભરવા માંગે છે પરંતુ સામે તે એક ઈમાનદાર સરકારની અપેક્ષા પણ કરે છે. અને હવે ગુજરાતના દરેક વેપારી જાણી ગયા છે કે તેમની એ અપેક્ષા ફક્ત અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી જ પૂરી કરી શકે છે. અરવિંદ કેજરીવાલજીએ અત્યાર સુધી ગુજરાતમાં વેપારીઓ માટે ઘણા બધા ટાઉનહોલ કાર્યક્રમ કર્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળીને તે પ્રમાણે ગેરંટીઓ પણ આપી છે. જે જોઈને ગુજરાતના દરેક વેપારી અરવિંદ કેજરીવાલજીની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થયા છે. દિલ્હીમાં જે પ્રમાણે અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે વેપાર કરવાનું વાતાવરણ ઊભું કરી આપ્યું છે તેવું જ ગુજરાતના વેપારીઓ ગુજરાતમાં પણ ઈચ્છે છે.
અરવિંદ કેજરીવાલે વેપારીઓ સાથે ભાગીદારીની સરકાર બનાવવાની ગેરંટી આપી છે. તેમણે કહ્યું છે કે અમે વેપારીઓ માટે ભયમુક્ત શાસનની સ્થાપના કરીશું. વેપારીઓ માટે લાયસન્સ રાજ, રેડ રાજ અને હપ્તાખોર સંપૂર્ણપણે ખતમ કરીશું. તે સિવાય પણ અરવિંદ કેજરીવાલજીએ વેપારીઓ માટે GSTને સરળ બનાવવાની અને GST તથા VATના રિફંડ સરકાર બન્યાને છ મહિનાની અંદર ક્લિયર કરવાની ગેરંટી આપી છે. આ જોઈને ગુજરાતના વેપારી સમજ્યા છે કે તેમની વેદના ફક્ત અરવિંદ કેજરીવાલ જ સમજી શકે છે. તે માટે દરેક દિવસ વેપારી વર્ગના નાનાથી લઈને મોટા વેપારીઓ સુશાસન સ્થાપિત કરવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.