બીએસએફ નો જવાન સંજય પટેલ શહીદ થતા ગમગીની
મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકા ના જંત્રાલ ગામ ના વતની સંજય પોપટ લાલ પટેલ બીએસએફ માં ભરતી થયા હતા.તેઓ આજે વીર શહીદ થયા છે જેને પગલે સમગ્ર વિજાપુર તાલુકા માં દુઃખની લાગણી જોવા મળી રહી છે..ત્યારે તેમના પાર્થિવ દેહ ને અમદાવાદ એરપોર્ટ ઉપર સવારે ૮:૩૦ વાગ્યે લાવવામાં આવશે
તો કૃપા કરી આપના પરિવાર ના શહીદ જવાન ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેર માં વસતા અર્ધ લશ્કર ના જવાનો ઉપસ્થિત રહેશો જયારે શહીદ ની અંતિમ યાત્રા 7 સપ્ટેમ્બર ના રોજ નીકળનાર છે જેમાં મોટી સંખ્યામાં લોકો ને જોડાવવા માટે વિનંતી