બદલાતી લાઈફસ્ટાઈલમાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું એક પડકાર બની ગયો છે. કારણ કે બધા જાણે છે કે જો બ્લડ પ્રેશર વધે તો હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં હાર્ટ સંબંધિત સમસ્યા ન થાય અને બીપીની દવા ન ખાવી પડે એટલા માટે બ્લડ પ્રેશરને સંતુલિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ કે ઉંમર પ્રમાણે મહિલાઓ અને પુરુષોનું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ.
પુરુષોને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે!
એવું માનવામાં આવે છે કે મહિલાઓ કરતાં પુરુષોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધુ હોય છે. તમને જણાવી દઈએ કે, જ્યારે કોઈને ચક્કર આવે છે તો તે લો બ્લડ પ્રેશરની નિશાની હોઈ શકે છે. આ સિવાય જ્યારે કોઈ પણ વ્યક્તિને છાતીમાં દુખાવો થાય છે તો તે પણ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે.
પુરુષોમાં આટલું હોવું જોઈએ બ્લડ પ્રેશર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશરમાં ફેરફાર જોવા મળે છે. પુરુષોમાં ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર 120થી 143 સુધી પહોંચી શકે છે. 21થી 25 વર્ષની ઉંમરે SBP 120.5 mm હોવું જોઈએ. તો 25 વર્ષ પછી 50 વર્ષ સુધી 115 સુધી બ્લડ પ્રેશર હોવું જોઈએ. આ સિવાય બ્લડ પ્રેશર 56 થી 61 સુધીની રેન્જમાં 143 સુધી હોવું જોઈએ.
મહિલાઓમાં ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર આટલું હોવું જોઈએ
21 થી 25 વર્ષની ઉંમરમાં SBP 115.5 mm હોવું જોઈએ, જ્યારે 26થી 50 વર્ષમાં BP 124 સુધી પહોંચે છે. આ સિવાય બ્લડ પ્રેશર 51 થી 61 વર્ષ સુધી 130 સુધી હોવું જોઈએ.