અમદાવાદ કબ્જે કરવા ભાજપનું માઇક્રો પ્લાનિંગ !
અમદાવાદની 16 બેઠકો જીતવા માટે ભાજપે ખાસ રણનિતિ બનાવી દીધી છે,
62 યુવા નેતાઓને જવાબદારી સોપાઇ છે, જેમાં 16 બેઠકો ઉપર એક ઇંચાર્જ અને 3થી લઇને ચાર લોકોને સહ ઇંચાર્જ બનાવાયા છે
આ ટીમની જવાબદારી બુથ અને પેજ પ્રમુખ સુધી વ્યવસ્થા જોવાની રહેશે એટલે કે માઇક્રો પ્લાનિંગ વ્યવસ્થા કરી દેવાઇ છે,, સાથે
બાપુનગર,ખાડીયા જમાલપુર,દાણી લિમડા, દરિયાપુરમાં ખાસ ફોક્સ કરવાનુ આયોજન કરાયુ છે
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
અમદાવાદ શહેર ભાજપના મુખ્યલયમાં પ્રદેશના મહામંત્રી અમદાવાદ શહેરના તમામ વિધાનસભા સીટના સિનિયર કાર્યકર્તાઓ સાથે બેઠકનુ આયોજન કર્યુ છે
આ વખતે જે રીતે ભાજપ 150 સીટોનુ જીતવાનુ આયોજન કરી રહી છે, ત્યારે તેને અમદાવાદની એ ચાર સીટ જે ગત વખતે ભાજપ જીતી ન શક્યુ તેને લઇને ખાસ આચોજન કર્યુ,
આમ તો શહેર ભાજપ તરફથી તમામ બેઠકો ઉપર ચારથી પાચ સિનિયર યુવા કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરી દેવાઇ છે, જેમ એક ઇંચાર્જ અને 3થી 4 સહ ઇંચાર્જ બનાવાયા છે
તે સિવાય દસક્રોઇ અને ગાંધીનગર વિધાનસભાના જે વોર્ડ અમદાવાદમાં આવે છે ત્યાં પણ ઇંચાર્જ ,સહઇંચાર્જ બનાવી દેવાયા છે
ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ
આ ટીમ મુખ્ય રીતે પ્રચાર અભિયાન, બુથ અને પેજ પ્રમુખની સ્થિતિ, માઇક્રો લેવલે બીજેપીની સ્થિતિ, મિટીંગો, કાર્યક્રમોમાં આવતી સંખ્યા, વિપક્ષની ગતિવિધીથી પક્ષને અવગત કરાવશે
એટલે કે પ્રદેશથી આવેલા કાર્યક્રમોની અમલ કરાવવાની જવાબદારી આ ટીમના સીરે રહેશે, ખાસ કરીને અમદાવાદમાં 2017 દરમિયાન બાપુનગર, ખાડીયા જમાલપુર, દાણીલિમડા, અને દરિયાપુર
જેવી સીટો ભાજપ હારી ગયુ હતું, ત્યારે આ વખતે આ ચારેય સીટો કઇ રીતે જીતી શકાય તેને લઇને ખાસ મથામણ થઇ છે,
અમદાવાદ શહેરની તમામ સીટો જીતાય અને બુથો જ્યાં પણ કમજોર રહેશે, પેજ પ્રમુખોની સ્થિતિ કયા વિસ્તારોમાં સારી નથી, ત્યાં પાર્ટીના પક્ષમાં માહોલ બનાવવાની જવાબદારી સાથે
62 લોકોની ટીમ હવે કામ કરશે, આમ હવે આખા રાજ્યમાં પ્રદેશ તરફથી આવી જ રીતે ટીમ તૈયાર કરાશે જેથી રાજ્યમાં આ વખતે મહત્તમ સીટો અર્જીત કરી શકાય,