અમદાવાદ
ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન ! સ્થાનિક ભાજપના નેતાઓની કેમ ઉડી ઉંઘ
ખેડાને કોંગ્રેસ મુક્ત કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન
ભારતિય જનતા પાર્ટી જ્યારે 182 સીટોનો ટાર્ગેટ સાથે કામ કરી રહી છે, ત્યારે તેઓ હવે કોંગ્રેસના ધારાસભ્યો બાદ હવે કોંગ્રેસના સંગઠનને તોડી પાડવા માટે ખાસ ઓપરેશન ચલાવી રહ્યા છે,
સુત્રોની માનીએ તો મધ્ય ગુજરાત જ્યારે કોગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે ભાજપે હવે સૌથી પહેલા કોંગ્રેસના ગઢ સમાન એવા ખેડા જિલ્લાને ટાર્ગેટ કર્યો છે, સુત્રોની માનીએ તો કોગ્રેસના ખેડા જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલા
ભારતિય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે, જો કે કોંગ્રેસના સમગ્ર જિલ્લા સંગઠનને ભાજપમાં જોડાવાના સમાચાર થી સ્થાનિક ભાજપના આગેવાનોમાં ચિન્તાનુ મોજુ ફરી વળ્યુ છે, કારણ કે જો રાજેશ ઝાલા ભાજપમાં આવશે તો
તેઓ ટિકીટના કન્ફરમેશન સાથે આવશે, અને મતલબ સાફ છે કે કોઇ ભાજપી કાર્યકર્તાની ટીકીટ હવે કોંગ્રેસના આયાતી નેતાને મળે તો ભાજપના સન્નિષ્ઠ કાર્યકર્તા સાથે અન્યાય થશે તેવી લાગણી હાલ વર્તાઇ રહી છે,
પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !
ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઝાલા કોંગ્રેસનો હાથ છોડી ભાજપનુ કમળ માથે ચઢાવી શકે છે, જે પ્રકારે હાર્દીક પટેલ કેવલ જોશિયારા અશ્વિન કોટવાલ, જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસની આતંરિક જુથબંધી
અને દિશા હિન કાર્યપધ્ધતિથી નારાજ થઇ કોંગ્રેસને તિલાંજલી આપી દીધી છે, ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં મધ્ય ગુજરાતમાં 2002ની જેમ ભાજપને ભવ્ય જીત મળે તે માટે ગુજરાત ભાજપના નેતાઓએ
ઓપરેશન લોટસ શરુ કર્યુ છે, જેના ભાગે રુપે ખેડા જિલ્લા કોગ્રેસના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમા જોડાય તેવી શક્યતાઓ છે,
સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ રાજેશ ઝાલાને ભાજપમાં લાવવા માટે ગુજરાત ભાજપના નેતાઓએ ઓપરેશન શરુ કર્યુ છે, જેના ભાગ રુપે રાજેશ ઝાલા સાથે ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે
બેઠક કરી હોવાનું ટેલિફોનિક વાત ચિત દરમિયાન રાજેશ ઝાલાએ સ્વિકાર્યુ છે, જો કે તેઓએ આ મુલાકાત ને ઓપચારિક ગણાવ્યુ છે, કપડવંજ વિધાનસભા બેઠક અત્યારે કોંગ્રેસના કાળુ ભાઇ ડાભી પાસે છે,
તેમની અને કાળુ ડાભી વચ્ચે આંતરિક મતભેદો છે તેનુ મુખ્ય કારણ રાજેશઝાલા પણ ખેડા જિલ્લાના કદ્દાવર નેતા છે તેઓ ખેડા જિલ્લામાં વ્યાપક જનસંપર્ક અને જન સમર્થન ધરાવે છે, વર્ષ 2017માં તેઓ કપડવંજ વિધાનસભા
બેઠક માટે દાવેદાર હતા, જો કે આંતરિક ખેચતાણના કારણે તેમને ટિકિટ ન મળતા તેઓ એ સમયે બળવો કરવાના બદલે ચૂપ ચાપ બેસી રહ્યા હતા, આ વખતે પણ કોંગ્રેસમાં તેમને ટિકીટ મળવાની શક્યતાઓ ધુંધળી દેખાય છે ત્યારે બીજી તરફ કપડવંજ વિધાનસભા બેઠક જીતાડી શકે તેઓ મજબુત ઉમેદવાર ભાજપ પાસે નથી તેવી સ્થિતિમાં ભાજપને રાજેશ ઝાલામાં ભાજપનો તારણહાર દેખાય છે, એટલે ભાજપે ખેડા જિલ્લો કોંગ્રેસ મુક્ત કરવાના મિશન સાથે રાજેશ ઝાલા અને તેમની ટીમને ભાજપમાં જોડવાનું ઓપરેશન લોટસ શરુ કર્યુ છે,
અત્યારે ખેડા જિલ્લામાં સાત વિધાનસભા બેઠકો પૈકી મહુધા કપડવંજ બાલાસિનોર અને ઠાસરા કોંગ્રેસ પાસે જ્યારે
નડિયાદ, માતર, અને મહેમદાવાદ ભાજપ પાસે છે, , ભુતકાળમાં ભાજપ કઠલાલ વિધાનસભા બેઠક જીતી ચુક્યુ છે, જ્યારે મહુધા અને ઠાસરા જીતવુ ભાજપ માટે લોઢા ચણા ચાવવા સમાન છે, આવી સ્થિતિમાં આ બન્ને વિધાનસભા
મત ક્ષેત્રોમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસના મજબુત જનાધાર ધરાવતા નેતાઓને પણ કેસરિયો પહેરાવી દઇ ભાજપને મજુબત કરાશે તેવી સુત્રો કહી રહ્યા છે,
મહત્વની વાત એ છે કે રાજેશ ઝાલાએ જણાવ્યુ કે કપડવંજના ધારાસભ્ય કાળુ ભાઇ ડાભી સ્થાનિક સંગઠન ઉપર કબ્જો કરવા માંગે છે,,તે સિવાય કઠાલાલ અને મહુધાના ધારાસભ્યોનો વ્યવહાર પણ યોગ્ય નથી આ અગે પ્રદેશ કોંગ્રેસમાં વારં વાર ફરિયાદ કરી છે, છતાં કોઇ પગલા લેવાતા નથી, પરિણામે જે રીતે અમારા સમર્થકો કહેશે તે રીતે અમે આગળ વધીશુ,, સાથે દરેક રાજકીય લોકો સાથે ઔપરાચિક મુલાકાત થતી હોય છે,
ઉલ્લેખનિય છેકે જ્યારથી રાજેશ ઝાલા ભાજપમાં આવે તેવી ચર્ચા છે,,ત્યારે ખેડા જિલ્લાના ભાજપના સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં હાઇપર ટેન્શન જોવા મળી રહ્યો છે,
ભાજપના પ્રદેશના સુત્રો કહી રહ્યા છે, કે ઠાસરાના કોંગ્રેસી ધારાસભ્ય કાંતિ પરમાર, બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિહ ચૌહાણ પણ ભાજપના સંપર્કમાં છે, જ્યારે
મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીત સિહ ચૌહાણ પણ ભાજપના સંપર્કમાં છે, પણ તેઓએ જે રીતે પ્રધાન પદ માગ્યુ છે તેને લઇને પાર્ટીએ તેમને હાલ પુરતુ જોડવાનો ઇન્કાર કર્યો છે, જ્યારે મહેમદાવાદના પુર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ
પણ ભાજપમાં જોડાઇ શકે છે, તે સિવાય જો વાત કરીએ તો જિલ્લાની નાની નાની નગરપાલિકાઓના કાઉન્સિલર અને પદાધિકારીઓને પણ ભાજપ ઓપરેશન લોટસ હેઠળ જોડવાની તૈયારી કરી રહ્યુ છે,
શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ
કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !