આદિવાસી વિધાનસભાઓ જીતવા માટે ભાજપનો માસ્ટર પ્લાન !
ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટી રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માંગે છે ત્યારે વર્ષોથી કોંગ્રેસની મતબેંક રહેલ આદિવાસી પટ્ટીમાં ભાજપનુ સ્થાન મજબુત થાય અને ભવ્ય જીત પ્રાપ્ત થાય તે માટે આદિવાસી સમાજમાં સેવા કાર્યો સાથે જોડાયેલા રાજકીય આગેવાનોને ભાજપમાં જોડવાનું એક માસ્ટર માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે, જેમાં ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન અમરસિહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી, વ્યારાના કોગ્રેસી ધારાસભ્ય પુનાભાઇ ગામીત અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીને ભાજપમાં જોડવાની રણનીતિ બનાવાઇ છે, જેથી આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ભાજપને આદિવાસી પટ્ટીમાં મહત્તમ ફાયદો થાય,
ગુજરાતમાં હવે ચૂંટણીના બ્યુંગલ ફુકાઇ ગયા છે, અને ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ 182 વિધાનસભા જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે, તેમનુ એક જ મિશન છે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો જીતવી,અને ગુજરાતની રાજનીતિમાં નવો ઇતિહાસ સર્જવો,, તેઓ 65 વરસ કરતા વધુ વય હોવા છતાં યુવા નેતાઓને પણ શરમાવે તેવી સ્ફુર્તી સાથે તેઓ દોડી રહ્યા છે, ભાજપ માટે હમેશા આદિવાસી વિધાનસભાઓ માથાનો દુખાવો બન્યા છે, ત્યારે આદિવાસી વિસ્તારોને જીતવા માટે ખાસ રણનીતિ ઉપર ભાજપ કામ કરી રહ્યુછે,
જેના માટે પુર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પુર્વ આરોગ્યપ્રધાન અનિલ જોશીયારાના પુત્ર કેવલજોશિયારાને પણ ભાજપમાં જોડ્યા છે, ભાજપ માટે જે બેઠકો લોઢાના ચણા ચાવવા સમાન છે, ભાજપનો ઉમેદવાર આજદિન સુધી ક્યારેય જીત્યો નથી,,તેવી બેઠકો પણ ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડાવા માટેની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે, જેથી 182નો અંક સિધ્ધ થઇ શકે,,
ભાજપ વ્યારા બેઠક ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી વર્ષ 2017 સુધી યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી શક્યુ નથી,
વર્ષ 2002માં ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન અમરસિહ ચૌધરીન પુત્ર ડો તુષાર ચૌધરી ગોધરાકાંડના કારણે સમગ્ર ગુજરાતમાં છવાયેલી હિન્દુત્વની લહેર વચ્ચે વ્યારામાં કોગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતવામાં સફળ થયા હતા,
વર્ષ 2004માં કોંગ્રેસે તેમને લોકસભાની ટિકીટ આપતા તેઓ લોકસભા જીત્યા, તેમના રાજીનામાથી વ્યારા બેઠક ખાલી પડી હતી,
વર્ષ 2004માં પુનાભાઇ ગામીત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા,
વર્ષ 2007,2012 અને 2017 સતત તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવારને હરાવતા રહ્યા,
વર્ષ 2017માં કોંગ્રેસના 14થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાા,
વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા બળવંત સિહ રાજપુતે કોંગ્રેસ સાથે છેહ કરી ભાજપ સાથે હાથ મિલાવ્યો અને ભાજપમાં જોડાઇ ગયા, તેઓ એક સમય અહેમદ પટેલના અંગત વિશ્વાસુ હતા, અને અહેમદ પટેલની સામે ભાજપના ઉમેદવાર તરીકે ભાથ ભીડી, એ સમયે પુના ભાઇ ગામીતને એક સિનિયર પોલીસ અધિકારીએ ધાક ધમકીથી દબાવવાનો પ્રયાસ પણ કર્યા હોવાનો આરોપ લગાવાયો હતો,પુના ભાઇ ગામીતે કોગ્રેસ સાથેની વફાદારી જાળવી રાખી,હવે જ્યારે અહેમદ પટેલ આ દુનિયાથી વિદાય લઇ લીધી છે ત્યારે પુનાભાઇ ગામીતનું નામ ભાજપમાં જોડાશે અટકળોએ જોર પકડ્યુ છે, સાથે તુષાર ચૌધરી પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહીછે,
વર્ષ 2012માં કોંગ્રેસના પ્રભુ વસાવા માંડવી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા જોકે વર્ષ 2014માં પ્રભુ વસાવાને ભાજપે બારડોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવની ઓફર કરતા કોગ્રેસ છોડી તેઓ ભાજપમાં જોડાયા, અને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા,
વર્ષ 2014માં બારડોલી વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાતા, કોગ્રેસના ઉમેદવાર તરીકે આનંદ ચૌધરી ચૂંટાયા, વર્ષ 2017માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફરી ચૂંટાયા, વર્ષ 2017માં તેમને પણ ભાજપની ઓફર હતી, પણ તેઓ કોંગ્રેસને વફાદાર રહી રાજ્યસભાની ચૂટણીમાં અહેમદ પટેલને મત આપ્યો,
હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હવે સત્તા મેળવવાના નેમ સાથે રાજકીય ભવિષ્ય બનાવવા માટે મથી રહ્યા છે,આમ તો આ બેઠકો પર ખ્રિસ્તી મિશનરીઓનો પ્રભાવ હોવાનુ માનવામાં આવે છે, મિશનરીઓના પ્રભાવ સામે સંઘ પરિવાર અને હિન્દુ સંગઠનો પણ આદિવાસી સમાજમાં હિન્દુ ધર્મનુ જાગરણ કરી રહ્યા છે, જો કે તેમ છતાં જોઇએ તેવો પ્રભાવ ઉભો કરી શક્યા નથી, જેને કારણે ભાજપને અત્યાર સુધી વ્યારા, બારડોલી, માંડવી ભીલોડા ખેડબ્રહ્મા જેવી ભાજપ જીતી શકતું નથી,
એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા