ગાંધીનગર
ભાજપનાં ડોક્ટર કરશે કોગ્રેસનું ઓપરેશન !
ભાજપનાં ડોક્ટર વ્યારામાં કરશે કોગ્રેસનું ઓપરેશન !
ભાજપ માટે વ્યારામાં છે રાજકીય નો એન્ટ્રી
વ્યારામાં એન્ટ્રી માટે ભાજપ ડોક્ટરના આશરે
ગુજરાતમાં ભાજપ હવે વ્યારા બેઠકને કબ્જે કરવા માટે ઓપરેશન વ્યારા શરુ કરી દીધુ છે,, કારણ આઝાદીથી લઇને અત્યાર સુધી આ સીટ બીજેપી ખાતુ ખોલાવી શકી નથી, ત્યારે
આ વખતે ભાજપે પ્રદેશના ઉપ પ્રમુખ ભરત બોઘરાના અને તેમના સહપાઠી એવા ડો નિલેશ ચૌધરીને વ્યારા બેઠક ઉપરથી ચૂંટણી લડાવવામાં આવશે તેમ મનાઇ રહ્યુ છે,
ડો. નિલેશ ચૌધરી સરકારી નૌકરી છોડીને ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારામાં જોડાયા છે,,ત્યારે દેખાય છે,, એવો સામાન્ય ભાજપનો પ્રવેશોત્વ નથી,,
પણ વ્યારાને કોગ્રેસ મુક્ત કરવાના અભિયાન તરીકે જોવુ જોઇએ,, તમને બતાવીએ ચંદ્રકાંત પાટીલ માટે આ બેઠક કેમ જીતવી મહત્વની છે,,
વ્યારામાં કાર્યકર્તા સમ્મેનલ
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ને આડે ગણતરી ના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાત માં બીજેપી એ વ્યારા વિધાનસભા બેઠક ને કબ્જે કરવા ની રણનીતિ તૈયાર કરી દીધી છે
આગામી સમય માં બીજેપી એ ડો.નિલેશ ચૌધરી ને મેદાન માં ઉતારવા નું મન બનાવ્યું છે,, અને એટલે જે વ્યારામાં ધામ ધુમથી સરકારી નોકરી છોડાવીને ડો. નિલેશ ચૌધરીને
ત્રણ હજાર કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડ્યા છે,, કારણ કે અહીની રાજનિતિ ચૌધરી અને ગામિત વચ્ચે ચાલતી રહી છે, પણ હાલ તો કોગ્રેસના પુના ભાઇ ગામિતને 2004થી સતત મતદારોએ સાથ આપ્યો છે
આમ સુત્રો કહી રહ્યા છે કે ડો નિલેશ ચૌધરી ટિકીટ ફાઇનલ છે, પણ તે સિવાય ,,
પ્રવિણ ગામિત, ડીરેક્ટર એપીએમસી વ્યારા,,, સુમુલ ડેરીના પુર્વ ડાયરેક્ટર
વસંત ચૌધરી, સુરત ડીસ્ટ્રીક્ટ બેકના ડીરેક્ટર
છગન ગામિત, ડોલવણ તાલુકાના પ્રમુખના પતિ,,
તેઓ પણ દાવેદાર મનાય છે
વ્યારામાં કાર્યકર્તા સમ્મેલન
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
વ્યારા બેઠકનો ઇતિહાસ જોઇએ તો
મુંબઈ રાજ્ય થી અલગ પડ્યા બાદ ગુજરાત રાજય ની રચના થઇ ત્યાર બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભા ની
વર્ષ 1962 માં યોજાયેલ ચૂંટણી માં કોંગ્રેસ ના પૃથ્વીરાજ ચૌધરી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.ત્યાર બાદ વર્ષ 1967 માં
બી એસ ગામીત કોંગ્રેસ ના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા રાજય સરકાર માં સિંચાઈ વિભાગ માં એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા
તેઓ રાજય સરકાર ની નોકરી છોડી અમરસિંહ ચૌધરીએ પ્રથમ વખત વર્ષ 1972 માં વ્યારા બેઠક પર થી ચૂંટણી લડ્યા અને તેઓ જીત્યા
તેઓ વર્ષ 1975 ,વર્ષ 1980,વર્ષ 1985 દરમ્યાન તેઓ વ્યારા વિધાનસભા પર થી ચૂંટણી જીત્યાગુજરાત વિધાનસભા ની વર્ષ 1985 માં યોજાયેલ ચૂંટણી માં કોંગ્રેસ ને માધવસિંહ સોલંકી ના નેતૃત્વ માં અભૂતપૂર્વ સફળતા મળી ખામ થિયરી ને
પરિણામે ગુજરાત માં કોંગ્રેસ ને 149 બેઠકો મળી જે આજ દિન સુધી બીજેપી તોડી શકી નથી
વર્ષ 1990 અને 1995માં યોજાયેલ વિધાનસભાની ચૂટણીમાં અપક્ષ ઉમેદવાર મૈદાન માર્યું હતું
મુખ્યમંત્રી અમર સિહ ચૌધરી પણ લડી ચૂક્યા છે ચૂંટણી
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગુજરાત માં કોંગ્રેસ ને મળેલ અભૂતપૂર્વ સફળતા બાદ માધવસિંહ સોલંકી ગુજરાત ના મુખ્યપ્રધાન બન્યા .જોકે ગુજરાત માં અનામત
વિરોધી આંદોલન ને પરિણામે માધવસિંહ સોલંકી ને ગુજરાત નું મુખ્યપ્રધાન પદ છોડવું પડ્યું ને તેમના સ્થાને વ્યારા ના અમરસિંહ ચૌધરી 6જુલાઈ 1985
ના રોજ મુખ્યપ્રધાન બન્યા.તેઓ 9 ડિસેમ્બર 1989 સુધી ગુજરાત ના મુખ્યપ્રધાન રહ્યા જોકે ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસ ગુજરાત માં સત્તા પર આવી નથી
જોકે બાદ માં વર્ષ 1990 માં યોજાયેલ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરી ને અપક્ષ ઉમેદવાર અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી એ વ્યારા બેઠક પર થી ચૂંટણી હરાવ્યા .
તેઓ એ વ્યારા ના બદલે કોંગ્રેસ ના ગઢ ગણાતી ખેડબ્રહ્મા બેઠક પર વર્ષ 1995 માં રાજ્યસભા ના ભાજપ ના સાંસદ રમીલાબેન બારા ના પિતા બેચરભાઈ બારા ને હરાવ્યા તેઓ વર્ષ
1998 અને વર્ષ 2002 માં ખેડબ્રહ્મા બેઠક પર ચૂંટણી જીત્યા અને ગુજરાત વિધાનસભા માં વિપક્ષ ના નેતા બન્યાવર્ષ 1990 માં ગુજરાત વિધાનસભા ની યોજાયેલ ચૂંટણી માં જનતાદળ અને બીજેપી ની સંયુક્ત સરકાર બની હતી જોકે બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા બાદ
ગુજરાત માં મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલ ની સરકાર માંથી બીજેપી એ અલગ થવા નો નિર્ણય કર્યો ત્યારે ચીમન ભાઈ પટેલે સત્તા બચાવવા માટે કોંગ્રેસ સાથે જનતાદળ નું વિલીનીકરણ કરી ને ભળી ગયા
ચંદ્રકાંત પાટીલની હાજરીમાં કાર્યક્રમ
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ
પુર્વ કેન્દ્રિય પ્રધાન તુષાર ચૌધરી પણ લડી ચૂક્યા છે ઇલેક્શન
વ્યારા બેઠક પર વર્ષ 1990 માં અપક્ષ ઉમેદવાર અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી અને વર્ષ 1995 માં પ્રતાપભાઈ ગામીત અપક્ષ તરીકે ચૂંટાયા
જયારે વર્ષ 1998 માં પ્રતાપ ગામીત કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા
વર્ષ 2002 માં પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરી ના પુત્ર તુષાર ચૌધરી એ વ્યારા બેઠક પર ચૂંટણી લડ્યા અને જીત્યા
જોકે વર્ષ 2004 માં બારડોલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી તુષાર ચૌધરી લડ્યા અને જીત્યા, ત્યારે વ્યારા પરથી તેઓએ રાજીનામાં આપતા પેટા ચૂંટણી યોજાઇ
જેમાં કોંગ્રેસના પુના ગામિત ચૂંટણી જીત્યા, તેઓ વર્ષ 2007, 2012 અને 2017માં સતત જીતતા રહ્યા,,મહત્વપુર્ણ વાત તો એ છે કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ
ધાક ધમકી અને કમલમ પેકેજની ઓફર કરાઇ પણ તે વશ ન થયા, અને કોગ્રેસને વળગી રહ્યા
અધિકારીઓને રાજીનામા અપાવીને ઇલેક્શન લડાવવાની ભાજપની રણનિતિ રહી છે
ભાજપ વર્ષ 1990માં બેચરભાઇ બારાને સરકારી નોકરી છોડાવીને ખેડબ્રહ્મા બેઠકથી ચૂંટણી લડાવ્યા હતા, અને તેઓ જીત્યા પણ હતા
વર્ષ 1995માં ભિલોડો બેઠક પરથી ડો, અનિલ જોષિયારાને પણ ભાજપે સરકારી ડોક્ટરના પદેથી રાજીનામા અપાવીને ટિકીટ આપી,,અને તેઓ પણ જીત્યા હતા,,અને પછી શંકર સિહ વાધેલાના બળવા
પછી કોગ્રેસમાં જોડાયા અને 2002થી સતત જીવન પર્યંત અજેય રહ્યા,,
2012માં ગરીબ કલ્યાણ મેળાના જનક ગણાતા અધિક મુખ્ય સચીવ રજનીકાંત એમ પટેલને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રમોદીએ રાજીનામુ અપાવીને
અસારવા બેઠકથી ચૂંટણી લડાવ્યા હતા, અને તેઓ જીત્યા હતા,,
2017માં ભીલોડા વિધાનસભા બેઠક પરથી આઇપીએસ અધિકારી પીસી બરંડાને ભાજપે રાજીનામુ અપાવીને ડો, અનિલ જોષિયારા સામે
ટિકીટ આપી હતી, પણ આ વખતે પીસી બરંડાને જનતાનો સાથ ન મળ્યો,,
2007માં જામનગર મહાનગર પાલિકાના મ્યું કમિશ્નર બી એચ ધોડાસરાને જોડીયાથી ટિકીટ આપી હતી, જો કે તેઓ પણ નિષ્ફળ રહ્યા હતા,
પુર્વ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના ભાઇ બીડી વસાવા પણ સરકારી નોકરી બીજેપીમાં ચૂંટણી લડ્યા હતા, પણ તેઓ સફળ ન થયા,