બીજેપીનોવર્ષ 2024માં ગુજરાતની તમામ 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાનો સંકલ્પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 156 બેઠકો સાથે ઐતિહાસિક વિજય થયો છે ત્યારે હવે ગુજરાતમાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં વર્ષ 2014,વર્ષ 2019 બાદ વર્ષ 2024માં લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની હેટ્રિક સર્જીને એક નવો ઇતિહાસ ગુજરાતની રાજનીતિમાં ભાજપ સર્જવા માંગે છે.જેના માટે અત્યારથી જ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે..જેના ભાગ રૂપે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલની અધ્યક્ષતા માં કમલમ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં 26 બેઠકો જીતવા માટે લાગી જવા માટે તમામ જિલ્લા અને પ્રદેશના નેતાઓને લાગી જવા માટે સૂચના આપી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.
આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી ગુજરાત ભાજપ માટે મોટો પડકાર બની શકે છે તેની દહેશત વચ્ચે ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો જીતવા માટે એડી ચોંટીનું જોર લગાવશે..
સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીના વિરુદ્ધ કામ કરનાર નેતાઓ અને કાર્યકર્તાઓની યાદી પણ તૈયાર કરવા માટે સૂચના અપાઈ હતી જેના આધારે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે..એ માટેનો રિપોર્ટ જિલ્લા અને શહેર લેવલના સંગઠન દ્વારા સબમિટ કરી દેવાયો છે.