અમદાવાદ
ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !
ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જીતવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ રણનિતી તૈયાર કરી છે, જેના ભાગ રુપે તમામ વિધાનસભા બેઠકો પર રાજ્ય સરકારના પ્રધાનોથી માંડીને
ધારાસભ્યો સાસંદો અને સિનિયર નેતાઓને પણ ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કરવા માટે મોકલ્યા છે, તેમના ત્રણ દિવસના પ્રવાસ દરિયાન તેમની સામે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે,
આમ તો ભાજપમાં જુથવાદ નથી,, સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓએ ખુલીને તેમની અવગણના થતી હોવાની, કામ થતા ન હોવાની, પક્ષપાત ભર્યુ વલણ અપનાવતા હોવાનુ,અને જાતિકીય ભેદભાવ
રાખતા હોવાનું પણ કાર્યકર્તાઓએ ફરિયાદ કરી છે,,જે બાબતે આ અહેવાલ પ્રદેશની નેતાગિરી સમક્ષ મુકાશે, અને તે પ્રમાણે નવી રણનિતીને અમલી બનાવાશે,,
ગુજરાતમાં વિધાનસભાની જંગ જીતવા માટે ભાજપે ગ્રામ્ય સ્તરે તાલુકા પંચાયત,અને જિલ્લા પંચાયત બેઠક દીઠ જિલ્લાના સિનિયર કાર્યકર્તાઓને જવાબદારી સોપી છે,,જ્યારે વિધાનસભા બેઠકમાં
અન્ય જિલ્લાના સિનિયર નેતા કે ધારાસભ્ય અથવા પ્રધાનને જવાબદારી સોપાઇ છે, 3થી 5 જુન એમ ત્રણ દિવસ દરમિયાન નેતાઓ દ્વારા વોર્ડ વાઇસ કાર્યકર્તાઓને રુબરુ મળી તેમની સાથે રાજ્ય સરકારની યોજનાઓનો
અમલી કરણ અને તેના લાભાર્થિઓ સાથે પણ ખાસ બેઠક કરવામા આવી, બુથના કાર્યકર્તાઓ પાસે સરકારની કામગીરી, અને સંગઠન બાબતે પણ ચર્ચા કરાઇ,જો કે એ દરમિયાન સિનિયર પ્રધાનો અને ધારાસભ્યોને કડવા અનુભવ
પણ થયા, કેટલીક જગ્યાએ તો સિનિયર કાર્યકર્તાઓએ પ્રધાનો અને ધારાસભ્યોના રિમાંડ પણ લઇ લીધા, કેટલીક જગ્યાએ તો ધારાસભ્યની કામગીરીથી સ્થાનિક કાર્યકર્તાઓએ અસંતોષ વ્યક્ત કરીને આ વખતે ટીકીટ ન આપવાની
ભલામણ કરી નાખી,, સ્થાનિક કાર્યકર્તાઓએ પ્રધાનોને અનેક પ્રકારની ફરિયાદ કરી, જેમાં સ્થાનિક ધારાસભ્ય કામ કરતા નહી હોવાનું તેમનું વ્યવહાર ટુંડ મિજાજી હોવાનું, અને વિપક્ષના લોકો માટે વધુ પ્રેમ દર્શાવતા હોવાની ફરિયાદ કરી,
મધ્ય ગુજરાતના એક ધારાસભ્ય માટે તો રેતીના લીઝમાં જ રસ દાખવે છે,, પ્રજાના કામો કરતા વ્યક્તિગત કામોમાં પણ રસ હોય છે જેમાં મલાઇનું લાભ મળતુ હોય છે, તેવી ફરિયાદ પણ થઇ, તાલુકા પંચાયત, જિલ્લા પંચયાત, નગર અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લાના નેતાઓએ કાર્યકર્તાની પસંદગી કરવાના બદલે પોતાના મળતીયાઓ વહીવટદારો કે તેના પરિવારજનોને ટિકીટમાં પ્રાધ્યાન અપાય છે,જેના કારણે ભાજપ અસ્સલ કાર્યકર્તાઓને તક મળતી નથી,
ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !
ઉમેદવારોની પસંદગીમા પણ સ્થાનિક કાર્યકર્તાઓની પસંદગી થાય તેવી ઉગ્ર રજુઆત પણ પ્રધાનોને સાંભળવા મળી છે, એ, બી, અને સી ગ્રેડ બુથોની પણ મુલાકાત લેવાઇ છે, એ દરમિયાન ભાજપ માટે નબળા ગણાંતા બુથો પર
વિશેષ ફોક્સ કરવા માટે રણનિતિ બનાવાશે,,જ્ઞાતિ જાતીના સમિકરણો અંગે પણ એક ખાસ યાદી તૈયાર કરાઇ છે, પ્રતિનિધિત્વમાં પણ જ્ઞાતિ પ્રમાણે પ્રાધાન્ય આપવામાં આવે,,તેવી માંગ પણ કરાઇ છે,
મોટા નેતાઓ ધારાસભ્ય, સાસંદ સભ્ય પ્રધાનો બની જાય છે,પણ નાના સિનિયર કાર્યકર્તાઓને યોગ્ય મહત્વ મળતું નથી, ભુતકાળમાં બોર્ડ નિગમમાં ચેરમેન ડીરેક્ટર જેવા પદો મળવાથી આવા કાર્યકર્તાઓનો સમાજમાં મોભો વધતો હતો,
પરિણામે મતદારોમાં સારી અસર ઉભી થતી હતી, એવા બાબતે પણ હવે વિચાર કરવો જોઇએ,, તે સિવાય સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થાનિક પ્રવૃતી કેવા પ્રકારની છે તેની અસર મતદારોમાં શુ થઇ રહી છે,,
અને સ્થાનિક કયો પ્રભાવશાળી છે ,તેને ભાજપમાં કઇ રીતે જોડી શકાય તે અંગે પણ વિચાર વિમર્શ કરાયુ છે,
ઉલ્લેખનિય છે કે આ ત્રણ દિવસની કવાયતમાં પ્રધાનોને સ્પષ્ટ સુચના હતી કે તેઓ સ્થાનિક કક્ષાએ પ્રમુખ, વોર્ડ પ્રમુખ, કે મહામંત્રીને પ્રવાસ દરમિયાન સાથે રાખવાની જરરુ નથી, જેથી કાર્યકર્તાઓએ ખુલીને પોતાની દિલની વાત રજુ કરી શકે
ફરિયાદો કરી શકે, તેમનો ઉભરો કાઢી શકે,, અને થયુ પણ એવુ જ કહે રાજ્યના અનેક વિધાનસભા બેઠકોમાં ધારાસભ્યો વિરુધ્ધ કે સ્થાનિક સંગઠન વિરુધ્ધ કાર્યકર્તાઓનો વિરોધનો શુર જોવા મળ્યો.. જેના આધારે હવે આગામી દિવસોમાં
સંગઠનથી માંડીને ટિકીટો વહેચણી માટે પણ રણનિતી બનાવીને તેના ઉપર કામ કરાશે, જેથી કાર્યકતાઓનો વિશ્વાસ જીતી શકાય, અને વિધાનસભા ચૂટણીમાં ઇચ્છિત પરિણામ મેળવી શકાય