By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
અમદાવાદગુજરાતરાજકારણ

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !

Web Editor Panchat
Last updated: May 6, 2022 11:15 am
Web Editor Panchat Published May 6, 2022
Share
SHARE

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન

વિધાનસભા ચૂંટણી માટે ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીશુ એલિસબ્રિજ વિધાનસભા બેઠકની,,, આ બેઠક છેલ્લા બે ટર્મથી ભાજપ પાસે છે, અને તેમાંય
ભાજપના રાકેશ શાહ અહીથી ધારાસભ્ય છે, કોગ્રેસે અહી બે વખત અલગ અલગ પ્રયોગ કર્યો છે, પણ તેમને સફળતા મળી નથી,,

એલિસ બ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી  રાકેશ શાહ ધારાસભ્ય છે, આ સીટ 1995થી ભાજપનું ગઢ રહી છેમહત્વપુર્ણ છે કે મુંબઇથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભાની 1962માં ચૂંટણી યોજાઇ,,
જેમાં પ્રથમ વખત મહિલા ઉમેદવાર ઇન્દુમતી ચિમનલાલ અહીથી કોંગ્રેસમાંથી જીત્યા હતા, તે સિવાય બાબુભાઇ વાસણવાલા આ સીટ ઉપરથી સતત ચાર ટર્મ ચૂંટાયા છે તેમનો રેકોર્ડ આજ સુધી કોઇ તોડી શક્યુ નથી,,

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

એલિસબ્રિજની રોચક કથા

1992થી લઇને 1990થી આ સીટ ઉપરથી કોંગ્રેસ, જનતાદળ, અપક્ષ, અહીથી ઇલેક્શન લડી ચુક્યા છે,,સાથે બાબુભાઇ વાસણવાળા અલગ અલગ પક્ષોમાં રહીને અહીથી સતત ચાર ટર્મ જીત્યા છે,,

વર્ષ 1995માં તત્કાલિન કોર્પોરેટર હરેન પંડ્યાને એલિસ બ્રિજ સીટ ઉપરથી ભાજપે ટીકીટ આપી,, તેઓએ કોગ્રેસના દશરથભાઇ પટેલને હરાવ્યા હતા,, ત્યારથી આ બેઠક માટે અજેય ગઢ બની રહી છે,

અહીથી હરેન પંડ્યા 1995 અને 1998 એમ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા,, વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં હરેન પડ્યાને ટીકીટ ન મળી.

તેમને ટિકટ ન મળવા પાછળનુ કારણ રાજકીય હતું, સુત્રોની વાત માનીએ તો નરેન્દ્રમોદી જ્યારે ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી હતા ત્યારે વર્ષ 2001માં ગુજરાતમાં આવેલ ભુંકપ અને ત્યાર બાદ યોજાયેલ સ્થાનિક

સ્વરાજની ચૂંટણીઓ જેમાં અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં કોગ્રેસ સત્તા ઉપર આવી, સાબરમતી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુ ભાઇ જમનાદાસ પટેલ કોગ્રેસના ઉમેદવાર નરહરી અમિનની
સામે ચૂંટણી હારી ગયા,જેને પરિણામે ગુજરાત ભાજપમાં મોટા પાયે અસંતોષ જોવા મળ્યો,, કેન્દ્રિય નેતાગિરી અટલ બિહારી બાજપેઈ અને એલ કે આડવાણીને ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને બદલવાની રજુઆત કરાઇ,,

આખરે કેન્દ્રિય નેતૃત્વે કેશુભાઇના સ્થાને નરેન્દ્રમોદીને ગુજરાતનુ સુકાન સોંપવાનુ નિર્ણય કર્યો, મોદી  7ઓક્ટોબર 2001ના રોજ સીએમ બન્યા, તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય ન હોવાના કારણે તેમને છ મહિનાની અંદર

ગૃહમાં ચૂંટાઇ આવવુ જરુરી હતું. તેવા સંજોગોમાં ભાજપે સેફ મનાતી સીટો ઉપર સર્વે કર્યો, જેમાં એલિસ બ્રિજ સીટ બીજેપી માટે એકદમ સલામત હતી, એટલા માટે હરેન પંડ્યાને બેઠક ખાલી કરવા માટે

સૂંચના અપાઇ, જોકે તેઓ માનવા તૈયાર ન હતા, આખરે મોદી માટે રાજકોટ -2 ઉપરથી વજુવાળાની સીટ ખાલી કરાવી પડી અને ત્યાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા,સુત્રોની વાતની સાચી માનીએ તો  હરેન પંડ્યાએ એલિસ  બ્રિજ બેઠક ખાલી 
ન કરવાનો રંજ નરેન્દ્ર મોદીને હતો, જેથી તેઓએ વર્ષ 2002માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુર્વ ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાની ટીકીટ કાપી નાખી હતી,

મહત્વની વાત એ હતી કે હરેન પંડ્યાની ટિકીટ કાપીને તેમના જ એક સમયના સાથી એવા કોર્પોરેટર ભાવીન શેઠને ટિકીટ અપાઇ હતી, ,,તે પછી તેઓ પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, પુર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા, ભરત પંડ્યા,ધીરુભાઇ ગજેરા,
બેચર ભાદાણી,માયાબેન કોડનાની,રાજેન્દ્ર સિહ રાણા કાશિરામ રાણા, ફકિર ચૌહાણ, એ .કે પટેલ,બાવકુ ઉઘાડ, સુનિલ ઓઝા સહિતના નરેન્દ્રમોદી વિરુધ્ધના જુથમાં સામેલ થઇ ગયા, સાથે તેઓ મોદી હટાવ અભિયાનમાં ચલાવવામાં સામેલ હોવાનો
તેમના ઉપર આરોપ લાગ્યો હતો, પરિણામે 2007માં ભાવિન શેઠની ટિકીટ કાપી નાખવામાં આવી હતી,,તેમના બદેલ તેમના પાલડી વોર્ડના કોર્પોરેટર રાકેશ શાહને ટિકીટ અપાઇ.

વર્ષ 2007,2012 અને 2017માં સતત રાકેશ શાહને એલિસ બ્રિજના મતદારોએ સ્નેહ આપી જીતાડ્યા,, આમ તો તેમની ઉમર અત્યારે 60 વરસની છે, જેથી સુત્રો કહે છે કે ભાજપે જે ક્રાઇટેરિયા નક્કી કર્યો હોવાનુ માનવામાં

આવે છે કે 65 વરસ અને 4 ટર્મ ધરાવતા ધારાસભ્યને ટિકીટ ન આપવી,, તે પૈકી તેઓને હજુ એક તક આપવી કે તે વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નક્કી કરશે,,

ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ

આટલું કરશો તો ભાજપમાં તમારી ટીકીટ થઇ જશે પાકી !

એલિસબ્રિજ વિધાનસભાનો ઇતિહાસ

એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર 1962માં ઇન્દુબેન ચિમનલાલ, કોગ્રેસમાંથી ચૂંટાયા,

વર્ષ 1967માં આર કે પટેલ અપક્ષ તરીકે ચૂંટાયા

1972માં હરિપ્રસાદ વ્યાસ કોગ્રેસમાંથી ચૂંટાયા

1975માં બાબુભાઇ વાસણવાળા નેશનલ કોગ્રેસ (o)માંથી જીત્યા

1980માં બાબુભાઇ વાસણવાળા જેએનપી(જેપી)માંથી ચૂંટણી લડ્યા અને તેઓએ ડો.પન્નાલાલ શાહને હરાવ્યા

વર્ષ 1985માંથી બાબુ ભાઇ વાસણવાળાએ જેએનપીમાંથી લડ્યા અને તેઓએ જીએલએસ સંચાલક અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ સુધીર નાણાંવટીને હરાવ્યા

1990માં બાબુભાઇ વાસણવાળાએ ચીમનભાઇ પટેલના જનતા દળ ગુજરાતમાંથી ચૂંટણી લડ્યા અને તેઓએ ગુજરાત યુનિં,ના પુર્વ કુલપતિ કેએસ શાસ્ત્રીને હરાવ્યા

વર્ષ 1993માં બાબુ ભાઇ વાસાણવાળાનુ અવશાન થતા પેટા ચૂંટણી આવી હતી જેમાં ભાજપે કાઉન્સિલર એવા હરેન પંડ્યાને મેદાનમાં ઉતાર્યા,,

ત્યારે સામે તત્કાલિન મુખ્યપ્રધાન ચિમન ભાઇ પટેલે રિલાયંસ સાથે ઘરોબો ધરાવતા પોતાના અંગત વિશ્વાસુ લાલચંદ શાહને  મેદાનમા ઉતાર્યા હતા, જો કે ભાજપ પ્રથમ વખત આ સીટથી વિજય પ્રાપ્ત કર્યો,

સુત્રોની વાત માનીએ તો તત્કાલિન સમયે બીજેપીના પુર્વ પ્રદેશ અધ્યક્ષ શંકર સિહ વાધેલાની ઇચ્છા તેમના વિશ્વાસું પુર્વ મેયર ડો મુકુલ શાહને એલિસ બ્રિજ વિધાનસભા બેઠકથી ચૂંટણી  લડાવવા માંગતા હતા

ત્યારે બીજી તરફ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી નરેન્દ્રમોદી હરેન પંડ્યાને ટિકીટ અપાવવામાં સફળતા મેળવી હતી

વર્ષ 1995માં હરેન પડંયાએ ભાજપમાંથી ઇલેક્શન લડ્યા અને કોગ્રેસના દશરથભાઇ પટેલને હરાવ્યા

વર્ષ 1998માં ભાજપના હરેન પંડ્યાએ કોગ્રેસના હરિન રાવલને હરાવ્યા,

વર્ષ 2002માં ભાજપના ભાવિન શેઠે કોગ્રેસના પ્રદીપ રુવાલાને હરાવ્યા,,

2007માં ભાજપે રાકેશ શાહને ટિકીટ આપી તેઓએ કોગ્રેસના ગણેશ હાઉસિંગ ગ્રુપના કલ્પેશ પટેલ ઉર્ફે ભોલાને હરાવ્યા

વર્ષ 2012માં ભાજપના રાકેશ શાહે કોગ્રેસના કમલેશ શાહને હરાવ્યા

વર્ષ 2017માં ભાજપના રાકેશ શાહે કોગ્રેસના વિજય દવે હરાવ્યા હતા,,

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

અંકિતા દવેના સેક્સી લુકથી ફેન્સ થયા ઘાયલ

એલિસબ્રિજમાં કેટલા નામોની ચર્ચા 

તે સિવાય વાત કરીએ તો એલિસ બ્રિજ માટે અનેક મુરતિયાઓ મૈદાનમાં છે, કારણ કે આ સીટ ભાજપ માટે સુરક્ષિત છે,, અને અહીથી

ભાજપ કોઇને પણ ટિકીટ આપે તેની જીત નિશ્ચિત છે, અને એટલે જ અહીથી સંખ્યાબધ્ધ નેતાઓને મૈદાન ઉતરવા માટે આતુર હોય છે

રાકેશ શાહ,, ધારાસભ્ય

અમિત શાહ, પુર્વ મેયર અને  શહેર ભાજપ પ્રમુખ

જાગૃતિ બેન પંડ્યા,, ચેરમેન બાળ આયોગ

સુજય મહેતા, ચેરમેન સ્કૂલ બોર્ડ

જૈનિક વકિલ, ચેરમેન ટેક્સ કમિટી

રાજીકા કચેરિયા, પુર્વ સભ્ય, પંચાયત પસંદગી મંડળ

પથિક શૈલેષ પટવારી,, પ્રમુખ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ

ડો, ભુપેશ શાહ,, સમાજ સેવક,,

યમલ વ્યાસ, પ્રવક્તા,, પ્રદેશ ભાજપ

બિજલ બેન પટેલ,પુર્વ મેયર,

ધર્મેન્દ્ર શાહ, પુર્વ ચેરમેન ઔડા, પ્રભારી એએમસી પ્રભારી

પ્રિતેશ મહેતા, પુર્વ કોર્પોરેટર

પોતાના સાથી સાથે ઇન્ટીમેટ થવા કયા પ્રકારના ઇનરવેર પહેરવા-જાણો અહી

આમ ભાજપ માટે આ સીટ સુરક્ષિત માનવામાં આવે છે, અને કોગ્રેસ અહી સફળ થવાની નથી, તેવામાં હવે ભાજપના સ્થાનિક નેતાઓ અને બહારથી આવેલા
નેતાઓ વચ્ચે અહી જંગ છે,, નેતાઓની આંતરિક જંગ વચ્ચે ભાજપ મોવડી મંડળ ઇચ્છે એ નેતાને અહી ટીકીટ મળી શકે છે,

મહત્વની વાત એ છે કે ઉપરોક્ત નામોની ચર્ચા હાલ એલિસબ્રિજથી માંડી પ્રદેશ કાર્યાલયમાં થઇ રહી છે, છતાં ટિકીટ કોને આપવી તે અંગેનો નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ કરશે, છતાં જોવાનુ
એ છે કે અહી ટિકિટ વાંચ્છુઓમાં પુનરાવર્તનની થિયરી કામ કરે છે કે પરિવર્તનની,,

કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં કુલ ₹4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને જાહેરાત

પીએસઆઇના પરિણામને લઇને યુવરાજ સિહ જાડેજાએ ઉઠાવ્યા સવાલ

ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !

યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી !

સીએમ ભુપેન્દ્ર પટેલે બીએસએફ અધિકારી એ એસ ઠાકુરને ગન વિશે શુ પુછ્યુ

TAGGED:allicebridgeamit shahassemblybhupes\h shahbijap pateldharmendra shahelectioinFeaturedgujarat election 2022jagruti ben patelpathik patwaripritish mehatarajika kacheriyarakesh shshsujay mehatayamal vysha
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?