ગાંધીનગર
ભાજપ અનેક સિનિયર નેતાઓને કરશે રિપીટ,ઓલ્ડ ઇઝ ગોલ્ડની અપનાવી નીતિ !
ભાજપ કેટલાને કરશે રિપીટ,ઉમેદવારને અપાઇ સુચના !
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા અનેક અટકળો વચ્ચે ભાજપે અનેક ધારાસભ્યોને રિપીટ કરવાનો નિર્યણ કર્યો છે, તે ધારાસભ્યોને સુચના પણ આપી દેવાઇ છે, જ્યારે અનેક જિલ્લાઓમાં તો પેનલો સુધારવાના આદેશો પણ કરાયા છે,ઉમેદવારોના નામોને લઇને ગોપનિયતા એટલી રખાઇ રહી છે કે ગાંધીનગર કમલમના કોમ્પ્યુટર સ્ટાફને રજા આપી દેવાઇ છે,જ્યારે જે તે જિલ્લાના સંગઠનોએ પોતાના ત્યાંથી કોમ્પ્યુટર ઓપરેટર લાવવાનુ કહેવાયુ છે, સુત્રોની માનીએ તો ગુજરાતમાં આપ આદમી પાર્ટીનો ડર અને પક્ષની આતરિક જુથ બંધીથી પરેશાન ભાજપ હિમાચલવાળી ન થાય તેને ધ્યાનમાં રાખીને હવે ઓલ્ડ ઇડ ગોલ્ડની રણનીતિ ઉપર કામ કરી રહી છે,
ગુજરાત ભાજપમાં એક તબક્કે ઉમેદવારોની પસંદગીમાં અનેક પ્રકારના ધારાધોરણો લાગુ કરાશે તેવી ચર્ચાઓ હતી, જેમ કે 3 ટર્મ જીતેલા હોય એવા,અથવા 65 વરસથી વધુ ઉમરના હોય તેવા ઉમેદવારોને ટિકીટ નહી આપવાની વાત વહેતી કરાઇ હતી, પણ હવે જે રીતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અથવા પ્રદેશ ચયન સમિતીની બેઠક મળી રહી છે,તેમાં જે પ્રકારે ચર્ચાઓ થઇ રહી છે,તેને જોતા લાગે છેકે આમ આદમી પાર્ટીની અસર,અને જાતિગત સમિકરણોના આધારે હવે ભાજપે માત્ર જીતાઉ ઉમેદવારોને ટીકીટ આપવાનુ મન બનાવ્યુ છે,સુત્રોની માનીએ તો અનેક સિનિયર નેતાઓને રિપીટ કરાશે તેવા સંકેતો આપી દેવાયા છે તેમને તેમના વિસ્તારના વિકાસ કામો ઉપર અને પ્રચાર ઉપર ધ્યાન આપવા સુચના આપી દેવાઇ છે,
ભુપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા,રિપીટ
હર્ષ સંઘવી, મજુરા રિપીટ
રમણ લાલ વોરા ઇડર
હિતુ કનોડિયા દાણી લિમડા
ભુપેન્દ્ર સિહ ચુડસ્મા ધોળકા રિપીટ
આત્મારામ પરમાર ગઢડા રિપીટ
મનિષા વકીલ વડોદરા-શહેરવાડી- રિપીટ
ઇશ્વર પરમાર,બારડોળી રિપીટ
મુકેશ પટેલ,ઓલપાડ રિપીટ
અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
બલરાજ ચૌહાણ,દહેગામ રિપીટ
કનુપટેલ,સાણંદ -રિપીટ
કુવરજી ભાઇ બાવળિયા, જસદણ રિપીટ
જવાહર ચાવડા,માણાવદર -રિપીટ
હર્ષદ રિબડીયા, વિસાવદર
રાકેશ શાહ-એલિસબ્રિજ રિપીટ થઇ શકે
અરવિંદ પટેલ સાબરમતી રિપીટ થઇ શકે
તે સિવાય જો વાત કરીએ તો બનાસકાંઠાના તમામ વિધાનસભામાં જે નામોની પેનલ હતી તેનાથી પાર્લામેન્ટરી બોર્ડ નાખુશ દેખાયો, પરિણામે ફરીથી પેનલ બનાવવ કહેવાયુ છે, તો સૌથી મહત્વપુર્ણ વાત ઉમેદવારોને લઇને કોઇ વાત લીક ન થાય અને બહાર ન જાય તેના માટે ગાંધીનગર કમલમના કોમ્પ્યુટર સ્ટાફને રજા આપી દેવાઇ છે તે સિવાય હવે જે તે જિલ્લા સંગઠનોએ પોતાના કોમ્પ્યુટર ઓપરેટર લઇને આવવાનો અને નામોમાં સુધારા વધારા જે પણ કરવાના હશે તે તેમના જ ઓપરેટર થકી કરાશે, આમ તો પંચાતને હાલ 9 નામો જ મળ્યા છે,,જ્યારે રિપીટ નામોમાં 30 જેટલા નામો હોઇ શકે છે તેવી ચર્ચા છે,