ગાંધીનગર

વિધાનસભા ચૂંટણીઓ જીતવા ભાજપ ઉતારશે રાજકારણી અધિકારીઓની ફોજ !

Published

on

વિધાનસભા ચૂંટણીઓ જીતવા ભાજપ ઉતારશે રાજકારણી અધિકારીઓની ફોજ !

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ નિવૃત અધિકારીઓ અને કેટલાક કિસ્સામાં ફરજ પરના અધિકારીઓને પણ રાજકીય ખુંટે રગાવવા માટે તલપાપડ થઇ રહ્યા છે, ભુતકાળમાં આર એમ પટેલ, પી સી બરંડા, બીડી વસાવા જેવા અધિકારીઓ પણ ચૂંટણી લડી ચુક્યા છે ત્યારે આ વખતે નિવૃત આઇએએસ અધિકારી પી સી બરંડા પી બી પટણી,, તરુણ બારોટ, એન કે અમીન, જેવા નિવૃત અધિકારીઓ સત્તા પક્ષની ટીકીટ લેવા લાઇનમાં ઉભા છે, ત્યારે ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી દિપક ટુંડીયા પણ રાજનેતાના વેશમાં કેન્દ્રિય ગૃહમંત્રી સાથે સ્ટેજ ઉપર સાથે જોવા મળતા અનેક તર્ક વિતર્ક શરુ થયા છે,

 

ચૂંટણી સમયમાં અધિકારીઓ રાજીનામું આપી અથવા નિવૃત થયેલા અધિકારીઓ ચૂટંણી લડવા માટે થનગનતા હોય છે, ઘણી વખત રાજકીય પક્ષોને ફરજ દરમિયાન વફાદાર રહેવાના કારણે તેમને ટિકીટ રુપી ઇનામ પણ મળતું હોય છે, મુબઇના પુર્વ પોલીસ કમિશ્નર, સતપાલ સિહ, પુર્વ આર્મી ચીફ વી કે સિહ, સુપ્રિમ કોર્ટના પુર્વ ચીફ જસ્ટીસ તરુણ ગોગોઇ, પુર્વ ગૃહ સચીવ આર પી સિહ, વિદેશ પ્રધાન એસ જય શંકર સહિત અનેક ઉદાહરણો છે, ત્યારે ગુજરાતની વાત કરીએ તો બી એસ ઘોડાસરા, આર એમ પટેલ, બી ડી વસાવાને ટિકીટ ભાજપે આપી છે, ત્યારે આ વખતે પુર્વ કલેક્ટર એમ એસ પટેલ ઉઝાં વિધાનસભા બેઠક માટે મજબુત દાવેદાર માનવામાં આવે છે, જો કે આ બેઠક ઉપર આરોગ્ય પ્રધાન રુષિકેશ પટેલ પણ વિસનગરન બદલે ઉઝાંથી નસીબ અજમાવવા માંગે છે, પુર્વ પોલીસ અધિકારી એન કે અમીન  અસારવા વિધાનસભા બેઠક પરથી ટીકીટ માંગે તેવી ચર્ચા છે, પણ હાલ આ બેઠક પર સમાજીક અને ન્યાય બાબતોના પ્રધાન પ્રદીપ પરમારની ટીકીટ ફાઇનલ માનવામાં આવે છે, બાપુનગરથી વિધાનસભા બેઠક પરથી નિવૃત આઇએએસ અધિકારી પી બી પટણીની પણ ચૂંટણી લડવાની ઇચ્છા છે,તો આ બેઠક જાબાંજ પોલીસ અધિકારી તરુણ બારોટ પણ બાપુનગર વિધાનસભા બેઠક પર મજબુત દાવેદાર માનવામાં આવે છે,

Advertisement

ત્યારે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે શ્રદ્ધાકેન્દ્ર ઝાંઝરકાથી સોમનાથ વચ્ચેની ‘ગુજરાત ગૌરવ યાત્રા’નો શુભારંભ કરાવ્યો હતોઆ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે વિક્સાવેલ સેવાની સંસ્કૃતિ પર જનતાએ મૂકેલા અતૂટ વિશ્વાસની આ યાત્રા છે.ત્યારે નોંધનીય છે કે ઝાંઝરકા ખાતે ગુજરાત ગૌરવ યાત્રા દરમ્યાન કેન્દ્રીય ગૃહ સહકાર પ્રધાન અમિત શાહનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું એ દરમ્યાન ગાંધીનગર માં એસ આર પી ગ્રુપ 12 માં અત્યારે પી આઈ તરીકે ફરજ બજાવતા દિપક ટુંડીયા નામના પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ નું સ્વાગત કર્યું હતું જે સમગ્ર ગુજરાત માં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે..

સૂત્રોની વાત સાચી માનીએ તો એસ આર પી ગ્રુપ 12 માં ફરજ બજાવતા પોલીસ અધિકારી દિપક ટુંડીયા ને દસાડા વિધાનસભા બેઠક પરથી ભાજપ ટિકિટ આપે તેવી ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે શરૂ થઇ ગઈ છે..ભૂતકાળ દિપક ટુંડીયા નામના પોલીસ અધિકારી પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ની સુરક્ષા વ્યવસ્થામાં રહી ચુક્યા છે..તેઓ પૂર્વ રાજયસભાના સભ્ય શંભુનાથ ટુંડીયા ના નજીક ના સંબંધી હોવાથી ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે

દશાડા વિધાનસભા બેઠક પર 2017માં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને ભાજપે ટિકીટ આપી હતી, જો કે તેઓ કોંગ્રેસના નૌશાદ સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા, જ્યારે વર્ષ 2007માં આ બેઠક ઉપરથી  શંભુ પ્રસાદ ટુંડીયાએ મનહર મકવાણાને હરાવ્યા હતા, જ્યારે વર્ષ 2012માં ભાજપે ગાંધીનગરના પુનમ મકવાણાને દસાડા વિધાનસભા બેઠક પરથી ટીકીટ આપી હતી, તેઓએ કોંગ્રેસના મનહર મકવાણાને હરાવ્યા હતા, શંભુપ્રસાદ ટુંડિયાને ભાજપે રાજ્યસભામાં મોકલીને સાસંદ બનાવ્યા હતા,જ્યારે તેમના ભાઇને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા,  તેમના નજીકના સંબધી દિપક ટુડીયા ગાંધીનગર એસઆરપી ગ્રુપ 12માં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે,ત્યારે 27 વરસથી ગુજરાતન ગઢને જાળવી રાખવા માટે સમગ્ર રાજ્યમાં પાંચ ઝોનમાં ગુજરાત ગૌરવ યાત્રાના નામે જન સંપર્ક શરુ કર્યો છે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતશાહ ઝાઝરકામાં પુજન અર્ચન કર્યા બાદ ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરાવ્યો એ સમયે ગાંધીનગરના પોલીસ અધિકારી દિપક ટુંડિયા પણ અમિત શાહ સાથે રાજનેતાના વેશમાં સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા,જેની સાથે રાજકીય ક્ષેત્રે ચર્ચા શરુ થઇ ગઇ છે, કે ભાજપ દિપક ટુંડિયાને કોંગ્રેસના નૌશાદ સોલંકીને પછાડવા માટે દસાડા વિધાનસભા બેઠક પરથી મૈદાનમા ઉતારશે,

બાપુનગર વિધાનસભા સીટ માટે ભાજપમાં શરુ થયુ શક્તિ પ્રદર્શન

ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !

Advertisement

બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !

સૌરાષ્ટ્ર ના ક્યાં ગામો માં ભાજપ માટે નો એન્ટ્રી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version