નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ !
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને ભાજપ બહુ ભાવ નહી આપે,હવે તેમની સાથે ભાજપના કોઇ મોટા નેતા સ્ટેજ શેયર નહી કરે,, સાથે તેઓ જો સરકાર વિરુધ્ધ નિવેદન આપશે તો તેમની
સામે પણ વિરોધ નોધાવાશે,,તેવી રણનિતી ભાજપે હવે તૈયાર કરી દીધી છે, કારણ કે ભાજપ નરેશ પટેલને ભાજપમાં લાવવા તો માંગે છે,, પણ જે શરતે નરેશ પટલે ઇચ્છે છે તે શરતે નહી, કારણ કે
એ શરત ભાજપને ૂબહુ મોંધી પડે એમ છે,,તેમ ભાજપના વરિષ્ઠ નેતાઓ માની રહ્યા છે,
ગેરકાયદે પશુઓના હેર ફેર અટકાવવા પોલીસ ચલાવશે વિશેષ ડ્રાઇવ- આરોપીને થશે કડક સજા
નરેશ પટેલ રાજનિતીમા આવશે,,અને 15 જુન સુધીમાં તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો છે,,ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી પણ તેમના માટે મીટ રાખીને બેઠી છે, આમ આદમી પાર્ટીએ તો સીધી રીતે નરેશ પટેલને આમંત્રણ
આપ્યો હતો તેવી જ રીતે ભાજપે પણ નરેશ પટેલ માટે દ્વાર ખુલ્લા હોવાની વાત કહી હતી, સુત્રોની માનીએ તો ભાજપે નરેશ પટેલને રાજ્ય સભા સીટની ઓફર આપી હતી, પણ નરેશ પટેલ સીએમ ચહેરા તરીકે પ્રમોટ થવા માંગતા હતા,
જેના ઉપર ભાજપમાં સહમતી બની નહી,, જેથી હવે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેમ લાગી રહ્યુ છે
ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !
તેવી સ્થિતિમાં હવે ભાજપે સૌરાષ્ટ્રના સંગઠનમાં સૂચના આપી દીધી છે કે હવે નરેશ પટેલને બહુ ભાવ આપવો નહી, તેમની સાથે રાજકીય અને સામાજિક સ્ટેજ શેર કરવાનુ ટાળજો, જો કોઇ ટિકા કરે તો સોશિયલ મિડીયાથી માંડી તમામ સ્થળોએ
વિરોધ પણ નોધાવવાની તૈયારી રાખવાની રહેશે, સુત્રો કહે છે કે સૌરાષ્ટ્રમાં બે આકડામાં કહી શકાય તેટલી સીટો પણ નરેશ પટેલના કહેવાથી ભાજપે આપી હતી, , પણ તેમાંથી માત્ર એક ઉમેદવાર જ ટિકીટ જીત્યો હતો,
ભાજપે સીધી રીતે રણનિતિ બનાવી છે કે નરેશ પટેલ ભલે ભાજપમાં ન આવે,તો તેમની સામે રાજકીય અને સમાજિક રીતે દુરી બનાવીને તેમનુ મહત્વ ઓછુ કરવાનો પ્રયત્ન થશે, આમ જે ભાજપ નરેશ પટેલ વિરુધ્ધ બોલવાનુ ટાળતો હતો તે ભાજપના નેતાઓ હવે નરેશ પટેલ વિરુધ્ધ અભિયાન પણ ચલાવી શકે છે,