અમદાવાદ
ભાજપની પ્રદેશ કારોબારી મળશે-તારીખો થઇ નક્કી
ભાજપની પ્રદેશ કારોબારી મળશે-તારીખો થઇ નક્કી
કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !
ગુજરાતમાં ઇલેક્શન જીતવા માટે હાલમાં જ ચિન્તન શિબિર ભાજપે પુર્ણ કરી છે, જેમાં જીતની રણનિતી સાથે ભાજપ હવે મૈદાનમાં ઉતરશે,,ત્યારે સમગ્ર રણનિતીની અમલવારી માટે
24મી મેના દિવસે ભાજપે પ્રદેશ કારોબારીનુ આયોજન કર્યુ છે, જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ થી માંડી સરકાર અને સંગઠનના હોદેેદારો સહિત જિલ્લા કક્ષાથી લઇને પ્રદેશના તમામ હોદેદારોની હાજરી આપશે
આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ભાજપની ચિન્તાઓમાં વધારો થયો છે, સુત્રોની માનીએ તો જે રીતે આમ આદમી પાર્ટીએ ગુજરાતના શિક્ષણ મોડેલ સામે સવાલ ઉભા કર્યા હતા તે ભાજપ
માટે સેટબેક સાબિત થયુ હતુ, તે સિવાય અમદાવાદ, ભરુચ અને રાજકોટમાં અરવિંદ કેજરીવાલની સભામાં જે રીતે ભીડ એકત્ર થઇ તેનાથી ભાજપના સિનિયર આગેવાનોમાં ચિન્તાનો માહોલ છે, ત્યારે
ચિન્તન શિબિરમાં જે રીતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે જે રીતે લેશન આપ્યુ છે, તેને હવે બુથ સ્તર સુધી પહોચાડવાની રણનિતી બનાવાશે,જેના માટે 24મીએ કમલમમા પ્રદેશ કારોબારીનુ આયોજન થશે
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
જેમાં બે પ્રસ્તાવો પણ પસાર થશે, જેમાં પ્રથમમા કેન્દ્ર અને રાજ્યની સારી કામગીરી માટે અભિનંદન પ્રસ્તાવ રજુ કરાશે, તે સિવાય રાજકીય પ્રસ્તાવ પર રજુ થશે,જેમાં ગુજરાતમાં વિધાનસભા ચૂટણી જીતવા માટે
કઇ રીતે સરકાર અને સંગઠન સાથે મળીને યોજના બનાવે,,અને સાથે મળીને તેનો અમલ કરે, તે સિવાય બુથ સ્તરના કાર્યકર્તા સુધી કઇ રીતે સમગ્ર રણનીતીને અમલ કરાવાય તેને લઇને ચર્ચા થશે,