ગુજરાતમાં ટિકીટ આપવામાં ભાજપ અપનાવશે કટ્ટર હિન્દુત્વ
ગુજરાતમાં ભાજપ હવે હાર્ડકોર હિન્દુત્વ ઉપર ચૂંટણી લડવા માટે રણનિતિ ઘડી રહી છે,,જેના માટે આર એસ એસ પ્રચારકો અલગ રીતે સક્રીય છે
સુત્રોની માનીએ તો રાષ્ટ્રિય સ્વય સેવક સંધની ઇચ્છા છેકે આ વખતે જે ગુજરાતમાં હાર્ડકોર હિન્દુત્વ વાળા ઉમેદવારોને જ ટિકીટ આપવામાં આવે.
જેના માટે સંઘ વિધાનસભા પ્રમાણે ખાનગી રાહે એવા નેતાઓ અને કાર્યકર્તાઓની યાદી તૈયાર કરી રહ્યુ છે, મતલબ કે કોંગ્રેસી ગોત્ર અને તુષ્ટીકરણમાં
માનતા નેતાઓને ટિકીટ આપવાના તરફેણમાં સંધ નથી,
હિન્દુત્વની લહેરમાં ભાજપ લડશે ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભા ચૂટણીની ગણતરીના મહિનાઓ બાકી છે,,ત્યારે હિન્દુત્વની લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ફરી એક વાર
ભાજપ ફરી એક વાર હિન્દુત્વ સાથે રાષ્ટ્રવાદનો પ્રયોગ કરવા તૈયાર છે, જેમાં સંધ રણનિતિની દૃષ્ટિએ મદદ કરી રહ્યુ છે
સુત્રોની માનીએ તો આ વખતે સંધના પ્રચારકો અને પદાધિકારીઓની ભુમિકા મહત્વની રહેવાની છે, એમાય ચુનંદા પદાધિકારીઓને
ઉમેદવારો માટેની જવાબદારી સોપાઇ છે, તેમનુ મુખ્ય કામ વિધાનસભામાં કોણ સારો ઉમેદવાર બની શકે છે,
જરુરી નથી કે તે ભાજપ સાથે જોડાયેલો હોય, તે સંધ પરિવારની ભગીની સંસ્થા સાથે જોડાયેલો હોય,
સમાજિક અને રાજકીય પ્રભાવ ધરાવતો હોય, ચુસ્ત હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ માનતો હોય તેવા મહાનુભાવો સાથે સંપર્ક વધારી રહ્યા છે
જેથી જરુર પ્રમાણે આવા ઉમેદવારોને વિકલ્પ તરીકે વિધાનસભામાં ટિકીટ આપી શકાય,,
સુત્રોની માનીએ તો થોડા સમય પહેલા જ સંધના વરિષ્ઠ આગેવાનો અને ભાજપના ઉચ્ચ પદાધિકારીઓની બેઠક મળી હતી
જેમાં કેવા પ્રકારના ઉમેદવારોને ટિકીટ આપવી અને કેવા પ્રકારના ઉમેદવારોને ટીકીટ ન આપવી તેને લઇને
વિસ્તારથી ચર્ચા થઇ છે,
કેવા પ્રકારના ઉમેદવારોને ટિકીટ મળશે !
સંધ સાથે સંકળાયેલા આગેવાન
સંધ પરિવારની સંસ્થા સાથે જોડાયેલા હોવા જોઇએ
સંધ શિક્ષા વર્ગ કરેલો હોય તેને પ્રાધાન્યતા અપાશે
સંધના વિચારધારા સાથે જોડાયેલો હોવો જોઇએ
કટ્ટર હિન્દુત્વ અને રાષ્ટ્રવાદમાં માનતા હોવા જોઇએ
ઇમાનદાર હોય પ્રમાણિક હોય અને જનતાને સમર્પિત હોય તેવા ઉમેદવારોને ટિકીટમાં પ્રાધાન્યતા
પ્રોફેશનલ્સને અપાસે પ્રાધાન્યતા
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો
કોને ટિકીટ નહી અપાય !
અસમાજીક તત્વોને ટિકીટ નહી મળે
કોગ્રેસી ગોત્ર ધરાવતા નેતાઓને ટિકીટ મળવાની સંભાવના ઓછી
જે નેતાઓ અસમાજીક તત્વો સાથે સંબધ ધરાવતા હશે તેમને પણ નહી મળે ટિકીટ
ભ્રષ્ટાચારીની ઇમેજ ધરાવતા નેતાઓને નહી મળે ટીકીટ
તુષ્ટીકરણની નિતીમાં માનતા નેતાઓને ટીકીટ નહી મળે
જાતિવાદ અને કોમવાદમાં માનતા નેતાઓને નહી મળે ટીકીટ
તૈયાર થઇ રહ્યો છે રિપોર્ટ
વિધાનસભા પ્રમાણે નેતાઓની ઇમેજ કેવી છે
તેમના સમાજિક સર્કલ કેવા લોકો સાથે છે
લધુમતી સમાજના અસમાજીક તત્વો સાથે સબંધ હશે તો તેનો રિપોર્ટ પણ કરાશે
દારુ,જુગાર સહિતના બદીઓમાં સંકડાયેલા છે કે કેમ
ચારિત્ર્યહિનતા અંગે પણ રિપોર્ટમાં થશે ઉલ્લેખ